ETV Bharat / entertainment

Pathaan box office: વિશ્વભરમાં બોક્સ ઓફિસ પર 700 કરોડ, હવે 'પઠાણ'ની નજર 1000 કરોડ તરફ

ફિલ્મ 'પઠાણ' તારીખ 25 જાન્યુઆરીએ રિલીઝ થઈ હતી અને હવે આ ફિલ્મે 9 દિવસમાં ઘણી કમાણી (Pathan nine days Box Office Collection) કરી લીધી છે. પઠાણે તેની 9મા દિવસની કમાણી સાથે વિશ્વવ્યાપી બોક્સ ઓફિસ (Pathaan worldwide collection day 9) પર 700 કરોડનો આંકડો સ્પર્શ કર્યો છે. હવે 'પઠાણ' 1000 કરોડ તરફ આગળ વધી રહ્યું છે. પઠાણ પાસેથી જે અપેક્ષા રાખવામાં આવી હતી, તે તેનાથી ઘણી આગળ વધી ગઈ છે.

Pathaan box office: ફિલ્મ 'પઠાણે' વિશ્વભરમાં બોક્સ ઓફિસ પર 700 કરોડનો આંકડો કર્યો સ્પર્શ

author img

By

Published : Feb 3, 2023, 12:09 PM IST

Updated : Feb 4, 2023, 4:33 PM IST

મુંબઈઃ શાહરૂખ ખાનનો ચાર્મ ફરી એકવાર સિલ્વર સ્ક્રીન પર જોવા મળી રહ્યો છે. શાહરૂખ ખાને તેની એક્શનથી ભરપૂર ફિલ્મ પઠાણથી માત્ર કમબેક નથી કર્યું પરંતુ પઠાણની કમાણીથી તમામ રેકોર્ડ પણ તોડી નાખ્યા છે. પઠાણ તારીખ 25 જાન્યુઆરીએ રિલીઝ થઈ હતી અને હવે આ ફિલ્મે 9 દિવસમાં ઘણી કમાણી કરી લીધી છે. આશ્ચર્યજનક વાત એ છે કે બીજા સપ્તાહના અંત પહેલા પઠાણે વિશ્વભરમાં બોક્સ ઓફિસ પર 700 કરોડનો આંકડો સ્પર્શ કર્યો છે.

આ પણ વાંચો: The Kapil Sharma Show: 'ધ કપિલ શર્મા શો'ને મોટો ફટકો, કૃષ્ણા અભિષેક બાદ આ કોમેડિયને છોડ્યો શો

  • #Pathaan crosses ₹ 700 Crs at the WW Box office in 9 days.. 🔥

    — Ramesh Bala (@rameshlaus) February 3, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

9મા દિવસે પઠાણની કમાણી: શરૂઆતના દિવસે 55 કરોડનું ખાતું ખોલાવનારી એક્શન ફિલ્મ 'પઠાણ'એ 9મા દિવસે પણ ડબલ ડિજિટમાં કમાણી કરીને ધમાકો કર્યો છે. આ ફિલ્મે 9મા દિવસે ભારતીય બોક્સ ઓફિસ પર 15.50 કરોડ રૂપિયાનું નેટ કલેક્શન કર્યું છે. હવે સ્થાનિક બોક્સ ઓફિસ પર પઠાણની કુલ કમાણી 364 કરોડ રૂપિયા થઈ ગઈ છે. આ સાથે 'પઠાણ'એ ફરી એકવાર શાહરૂખનો આત્મવિશ્વાસ ઉંચો કર્યો છે.

પઠાણે 700 કરોડનો આંકડો પાર: પઠાણ પાસેથી જે અપેક્ષા રાખવામાં આવી હતી, તે તેનાથી ઘણી આગળ વધી ગઈ છે. પઠાણે 9મા દિવસની કમાણીથી વિશ્વભરમાં 700 કરોડનો આંકડો સ્પર્શ કર્યો છે. ફિલ્મે 8માં દિવસે 667 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. આ દર્શાવે છે કે, પઠાણનો ચાર્મ હજુ પણ ચાલુ છે. ફિલ્મની ટિકિટ 25 ટકા સસ્તી કરવામાં આવી છે, જેના કારણે બીજા વિકેન્ડ પર ફિલ્મના કલેક્શનમાં મોટો ઉછાળો જોવા મળી શકે છે. શાહરૂખ ખાનની સાથે, તે જ્હોન અબ્રાહમ અને દીપિકા પાદુકોણની કારકિર્દીની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ પણ બની ગઈ છે. શાહરૂખનું 4 વર્ષ પછી કમબેક એટલું ધમાકેદાર હશે કે કોઈએ વિચાર્યું ન હતું.

આ પણ વાંચો: Pathaan And Ram Controversy: ફિલ્મને લઈ હવે સોશિયલ મીડિયા પર 'વૉર'

સાઉથ બોક્સ ઓફિસ પર ફિલ્મની કમાણી: તાજેતરના વર્ષોમાં સાઉથ ઈન્ડિયન ફિલ્મએ પણ હિન્દીભાષી પ્રદેશમાં જબરદસ્ત સારો દેખાવ કર્યો છે. 'પુષ્પા', 'KGF', 'બાહુબલી', 'RRR'ના હિન્દી કલેક્શન અદ્ભુત હતા. તાજેતરમાં હિન્દી ફિલ્મ પણ સાઉથ ભાષાઓમાં રિલીઝ થઈ રહી છે. પરંતુ હજુ સુધી આ પ્રયોગ સફળ થયો નથી. શાહરૂખની ફિલ્મ 'પઠાણ' આ અડચણને પાર કરે તેવું લાગી રહ્યું હતું. પરંતુ સાઉથમાં 'પઠાણ'ના પ્રદર્શનની અપેક્ષા રાખવામાં આવી હોય તેવું લાગતું નથી. 'પઠાણ' દેશ વિદેશમાં બમ્પર કમાણી કરનાર હોવા છતાં, સાઉથ બોક્સ ઓફિસ પર ફિલ્મની કમાણી તેના હિન્દી વર્ઝનની તુલનામાં ઘણી ઓછી છે.

Last Updated : Feb 4, 2023, 4:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.