ETV Bharat / entertainment

Parineeti Chopra Wedding Date: પરિણીતી ચોપરા-રાઘવ ચઢ્ઢાના લગ્નની તારીખ આવી સામે, આ દિવસે યોજાશે ભવ્ય રિસેપ્શન - પરિણીતી ચોપરા

ઘણા સમયથી પરિણીતી ચોપરા અને આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચઢ્ઢાની ચર્ચા ચાલી રહી હતી. સગાઈ થયા બાદ ચાહકો તેમના લગ્ન ક્યારે થશે તેની રાહ જોઈ બેઠા હતા, ત્યારે હવે પરિણીતી અને રાઘવના લગ્નની તારીખ સામે આવી ગઈ છે. તો ચાલો અહિં જાણીએ ક્યારે અને ક્યાં થશે આ કપલના લગ્ન.

પરિણીતી ચોપરા-રાઘવ ચઢ્ઢાના લગ્નની તારીખ આવી સામે, આ દિવસે યોજાશે ભવ્ય રિસેપ્શન

author img

By

Published : Aug 20, 2023, 1:43 PM IST

મુંબઈ: બોલિવુડની સુંદર અભિનેત્રી પરિણીતી ચોપરાએ આ વર્ષે આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચઢ્ઢા સાથે સગાઈની જાહેરાત કરી હતી. જો કે, સત્તાવાર લગ્નની જાહેરાત કરવામાં આવી નથી. સગાઈ થઈ ગયા બાદ ઘણી વાર આ કપલ એરપોર્ટ પર જોવા મળ્યું હતું અને વીડિયો પણ વાયરલ થયો હતો. જો કે, અહેવાલ અનુસાર આ કપલ તેમના ભવ્ય લગ્ન માટે સ્થળ શોધી રહ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે, પરિણીતી અને રાઘવ રાજસ્થાનમાં ભવ્ય સમારોહમાં લગ્ન કરવાની તૈયારી કરી રહ્યાં છે.

પરિણીતી-રાઘવના લગ્ન: મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પરિણીતી અને રાઘવ આવતા મહિને તારીખ 25 સપ્ટેમ્બરે લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યાં છે. તેમના મિત્રો અને પરિવારજનો લગ્નમાં હાજરી આપશે. પરિણીતી અને તેમના પરિવારે લગ્નની તૈયરીઓ શરુ કરી દીધી છે. સુત્રના જણાવ્યા અનુસાર, આ ભવ્ય લગ્ન હશે. પરિણીતી અને પરિવારજનોએ લગ્ન અંગે ગુપ્તતા રાખી છે. તેમના પારિવારિક લગ્ન અને તેમની તારીખ પર કામ કરવાનું શરુ કર્યું છે. તેઓ સપ્ટેમ્બરમાં પ્રથમ સપ્તાહમાં લગ્નની તૈયારી શરુ કરશે. દેખીતી રીતે લગ્ન થઈ ગયા બાદ ગુરુગ્રામમાં ભવ્ય રિસેપ્શન યોજાશે.

પરિણીતી-રાઘવની સગાઈ: તારીખ 13 મેના રોજ પરિણીતી અને રાઘવની સગાઈ થઈ હતી. બંનેએ સોશિયલ મીડિયા દ્વારા પોતાના સંબંધોની જાહેરાત કરી હતી. આ કપલની સગાઈમાં દિલ્હીના CM અરવિંદ કેજરીવાલ સહિત અનેક રાજનેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત પ્રિયંકા ચોપરા બહેનની સગાઈના કાર્યક્રમમાં દેશી લુકમાં જોવા મળી હતી.

  1. Hema Malini Watched Gadar 2: ડ્રીમ ગર્લ એક્ટ્રેસ હેમા માલિનીએ જોઈ 'ગદર 2', સની દેઓલના કર્યા વખાણ
  2. Hu Ane Tu New Release Date: 'હું અને તું' ગુજરાતી ફિલ્મની રિલીઝ ડેટ મોકૂફ, નવી તારીખ જાહેર
  3. Box Office Day 9: 'omg 2' ફિલ્મે 100 કરોડના ક્લબમાં કર્યો પ્રવેશ, 'ગદર 2'નો જાદુ યથાવત

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.