હૈદરાબાદ: ક્રિસ્ટોફર નોલનની ફિલ્મે ભારતીય બજારમાં એક સપ્તાહ સુધી બિઝનેસ કર્યો છે. 'ઓપેનહેમર' ફિલ્મે ભારતીય બોક્સ ઓફિસ પર સફળ પ્રદર્શન કર્યું છે. દર્શકો હજુ પણ ફિલ્મ જોવા માટે થિયેટરોમાં ઉમટી પડ્યા છે. આ ફિલ્મની સાથે રિલીઝ થયેલી હોલિવુડ મૂવી 'બાર્બી' અને તાજેતરમાં રિલીઝ થયેલી બોલિવુડની 'રોકી ઓર રાની કી પ્રેમ કહાની' સાથે ટક્કર હોવા છતાં, ઓપેનહેમરનું કલેક્શન સન્માનજક રહ્યુ છે.
8માં દિવસની કમાણી: ઈન્ડસ્ટ્રી ટ્રેકર સેકિનલ્કના જણાવ્યાં અનુસાર, 'ઓપેનહેમરે' તેમનાં 8માં દિવસે 4.50 કરોડ રુપિયાની કમાણી કરી છે. આ સાથે ભારતીય બોક્સ ઓફિસ પર ફિલ્મનું કુલ કલેક્શન 77.70 કરોડ થઈ ગયું છે. આ ફિલ્મ અમેરિકન સૈદ્ધાંતિક ભૌતિકશાસ્ત્રી 'ઓપેનહેમર'ના જીવન પર આધારિત ફિલ્મ છે. 'ઓપેનહેમર'ની ભારતમાં તમામ ભાષામાં 28.68 ટકા ઓક્યુપેન્સી જોવા મળે છે.
બોક્સ ઓફિસ કલેક્શન: શુરુઆતના દિસવથી જ 'ઓપેનહેમરે' ભારતીય બોક્સ ઓફિસ પર મજબૂત પકડ જમાવી હતી. 'ઓપેનહેમરે' ઓપનિંગ ડેના દિવસે તારીખ 21 જુલાઈના રોજ 14.5 કરોડ રુપિયાની કમાણી કરી હતી. પ્રથમ સપ્તાહના અંતે તેમની કમાણીમાં તીવ્ર વધારો જોવા મળ્યો હતો. આ ફિલ્મ પ્રથમ સપ્તાહના અંત સુધીમાં 73.27 કરોડની કમાણી કરી હતી. જેમાં રુપિયા 64.24 કોરડ અંગ્રેજી કલેક્શનમાંથી અને 9.03 કરોડ હિન્દી વર્ઝનમાંથી મેળવ્યા હતા.
બોક્સ ઓફિસ સંઘર્ષ: 'ઓપેનહેમર' ફિલ્મ બોક્સ ઓફિસ પર સંઘર્ષનો સામનો કરી રહી છે. 'રોકી ઓર રાની કી પ્રેમ કહાની' ફિલ્મની રિલઝ સાથે પ્રથમ દિવસે બોક્સ ઓફિસ પર 11.10 કોરડ રુપિયાની કમાણી કરી છે. આ ફિલ્મમાં બોલિવુડની શાનદાર જોડી રણવીર સિંહ અને આલિયા ભટ્ટ સામેલ છે. આ સાથે વૈશ્વિક સ્તરે ગ્રેટા ગેરવિગની ફિલ્મ 'બાર્બી'એ 'ઓપેનહેમર'ને પાછળ છોડી દીધી છે. આ દરમિયાન ટોમ ક્રૂઝની ફિલ્મ 'મિશન: ઈમ્પોસિબલ 7' એ પણ સફળ ફિલ્મ રહી છે.
- Box Office Collection: 'રોકી ઓર રાની કી પ્રેમ કહાની'ને મળ્યો મિશ્ર પ્રતિસાદ, ઓપેનહેમરને મોટી અસર
- Sanjay Dutt Birthday: રોક સ્ટાર સંજય દત્તને બહેન પ્રિયા દત્તે જન્મદિવસની શુભેચ્છા પાઠવી, સુંદર તસવીર કરી શેર
- Sanjay Dutt First Look: સંજય દત્તે જન્મદિવસ પર ચાહકોને આપી મોટી ભેટ, આગામી સાઉથ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝ