હૈદરાબાદ: હિન્દી સિનેમાના શાનદાર એક્ટર ઋષિ કપૂરની આજે તારીખ 4 સપ્ટેમ્બર 2023ના રોજ બર્થ અનિવર્સરી છે. એક્ટરનો જન્મ તારીખ 4 સપ્ટેમ્બર 1952ના રોજ થયો હતો. બિમારીના કારણે વર્ષ 2020માં 68 વર્ષની વયે તમનું અવસાન થયું હતું. નિધન પહેલા ઋષિ કપૂર અમેરિકામાં ઘણા સમય સુધી સારવાર હેઠળ હતા.
નીતુ કપૂર-રિદ્ધિમા કપૂરે જન્મદિવસની શુભકામના પાઠવી: ઋષિ કપૂરના ખાસ અવસર પર તેમનો પરિવાર આજે યાદ કરી રહ્યો છે અને વિશ પણ કરી રહ્યો છે. ઋષિ કપૂરની સ્ટાર વાઈફ નીતૂ કપૂર અને તેમની દિકરી રિદ્ધિમા કપૂરે પોસ્ટ શેર કરીને બર્થ ડે વિશ કર્યું છે. નીતૂ કપૂર અને રિદ્ધિમા કપૂર ઋષિ કપૂર સાથેની જુની યાદગાર તસવીર શેર કરી છે. આ તસવીરને યાદ કરી તેમને જન્મદિવસની શુભકામના પાઠવી છે. તસવીરમાં ઋષિ કપૂરની સાથે તેમના બંને બાળકો રણવીર કપૂર અને રિદ્ધિમા કપૂર જોવા મળે છે. બીજી તસવીરમાં ઋષિ કપૂર પોતાની પત્ની અને દિકરી સાથે જોવા મળે છે.
અભિનેતાના કેરિયરની શરુઆત: રાજ કપૂરે વર્ષ 1970 માં ફિલ્મ 'મેરા નામ જોકર'માં ઋષિ કપૂરને એક્સપ્લોર કર્યા હતા. ત્યાર બાદ 3 વર્ષ પછી 1973માં રાજ કપૂરે ઋષિ કપૂરને ફિલ્મ 'બોબી' સાથે મોટા પડદા પર લાવ્યા અને પહેલા જ દિવસે ઋષિ કપૂર રાતોરાત સ્ટાર બની ગયા હતા. ઋષિ કપૂરે હિન્દી સિનેમામાં 6 દાયકા સુધી ઉત્તમ કામ કર્યું હતું. આખરે તેઓ શર્માની વર્ષ 2022ની ફિલ્મ 'નમકીન'માં જોવા મળ્યા હતા, જે તેમના નિધન બાદ રિલીઝ થઈ હતી.
ઋષિ કપૂરની ફિલ્મ: નાનપણમાં રાજ કપૂરની ફિલ્મ 'મેરા નામ જોકર' સાથે ફિલ્મ જગતમાં પ્રવેશ કર્યો હતો. આ ફિલ્મ માટે તેમને બાળ કલાકારને રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર પણ મળ્યો હતો. આ ઉપરાંત તેમણે 'ચાંદની', 'હેન્ના', 'સાગર', 'દો દૂનિ ચાર', 'અગ્નપથ', 'અમર અકબર', 'એન્થની', 'કભી કભી', 'નસીબ', 'કુલી' અને 'અજુબા', 'કપૂર એન્ડ સન્સ' અને 'મુલ્ક' જેવી ફિલ્માં કામ કર્યું હતું. તેમનું અવસાન તારીખ 30 એપ્રિલ 2020મના રોજ 67 વર્ષની વયે અવસાન થયું હતું. (ANI)