ETV Bharat / entertainment

Naseeb Se Song Out: 'સત્યપ્રેમ કી કથા' ફિલ્મનું પ્રથમ ગીત રિલીઝ, જુઓ કાશ્મીરમાં કાર્તિક-કિયારાનો રોમાંસ - સત્યપ્રેમ કી કથા

કાર્તિક આર્યન અને કિયારા અડવાણી સ્ટારર ફિલ્મ 'સત્યપ્રેમ કી કથા'નું પહેલું ગીત 'નસીબ સે' રિલીઝ થઈ ગયું છે. આ ફિલ્મ તારીખ 29 જૂને સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. કાર્તિક આર્યન અને કિયારા અડવાણી 'ભુલ ભુલૈયા 2'માં જોવા મળ્યા હતા. ત્યાર બાદ આ જોડી હવે બીજ વખત લેટેસ્ટ ફિલ્મમાં જોવા મળશે.

કાશ્મીરમાં કાર્તિક-કિયારાનો રોમાંસ, શાહરૂખ-કાજોલની યાદ અપાવે છે

author img

By

Published : May 27, 2023, 2:51 PM IST

હૈદરાબાદ: કાર્તિક આર્યન અને કિયારા અડવાણી સ્ટારર 'સત્યપ્રેમ કી કથા'નો પહેલું રોમેન્ટિક સોન્ગ રિલીઝ થઈ ગયું છે. ચાહકો ફિલ્મની વધુ ઝલકની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. કારણ કે, ફિલ્મના ટીઝરને ખૂબ જ વખાણવામાં આવ્યું હતું. ફિલ્મ રોમેન્ટિક મ્યુઝિકલ ડ્રામા શૈલીમાં ટેપ કરવામાં આવ્યું છે. કિયારા અડવાણઈ અને કાર્તિક આર્યન પહેલા ફિલ્મ 'ભુલ ભુલૈયા 2'માં જોવા મળ્યાં હતાં, ત્યાર બાદ આ બીજી વખત સાથે જોવા મળશે.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

નસીબ સે ગીત રિલીઝ: કાર્તિક આર્યન અને કિયારા અડવાણી વચ્ચેની સુંદર કેમિસ્ટ્રી જોવા મળી રહી છે. આ સાથેે કાશ્મીરના નયનરમ્ય સ્થળોને કારણે આ ગીતની પ્રશંસા થઈ રહી છે. કાર્તિક આર્યન અને કિયારા અડવાણીએ પણ તેમના વ્યક્તિગત ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ્સ પર ગીત શેર કર્યું છે. ચાહકો મ્યુઝિક વિડિયોમાં બંનેની હાજરીની તુલના ફિલ્મ 'દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે'માં શાહરુખ ખાન અને કાજોલ સાથે કરી રહ્યા છે.

ફિલ્મનું પ્રથમ ગીત: તાજેતરમાં કિયારાએ તેના સોશિયલ મીડિયા પર ગીત શૂટની BTSની તસવીરો શેર કરી છે. વર્ષ 2022ની બ્લોકબસ્ટર 'ભૂલ ભુલૈયા 2' પછી અભિનેતા કાર્તિક આર્યન અને કિયારા અડવાણી વચ્ચેના બીજા સહયોગને ચિહ્નિત કરતી આ ફિલ્મ 'સત્યપ્રેક કી કથા' છે. 'નસીબ સે' ગીત પાયલ દેવ દ્વારા કંપોઝ કરવામાં આવ્યું છે. વિશાલ મિશ્રા અને પાયલ દેવે અવાજ આપ્યો છે અને એ.એમ. તુરાઝે ગીત લખ્યા છે.

કાર્તિક-કિયારાનો વર્કફ્રન્ટ: સમીર વિદ્વાંસ દ્વારા દિગ્દર્શિત અને સાજિદ નડિયાદવાલા, શેરીન મંત્રી કેડિયા અને કિશોર અરોરા દ્વારા નિર્મિત 'સત્યપ્રેમ કી કથા' તારીખ 29 જૂને સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. 'સત્ય પ્રેમ કી કથા' સિવાય કાર્તિક આર્યન 'આશિકી 3' અને 'કેપ્ટન ઈન્ડિયા' જેવી ફિલ્મોમાં જોવા મળશે. બીજી તરફ કિયારા પણ 'RRR' એક્ટર રામ ચરણની સાથે આગામી એક્શન ડ્રામા ફિલ્મ 'ગેમ ચેન્જર'માં જોવા મળશે.

  1. Cannes 2023: અનુષ્કાની કાન્સમાં એન્ટ્રી, રેડ કાર્પેટ પર ધૂમ મચાવી
  2. Iifa 2023: સલમાન ખાને વિક્કી કૌશલને હગ કરીને કહી મોટી વાત
  3. Jr Ntr Viral Pictures: Jr Ntrની મોનોક્રોમ તસવીરે સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.