મુંબઈઃ બોવલિવૂડની અભિનેત્રી રાની મુખર્જીની ફિલ્મ 'મિસિસ ચેટર્જી વર્સેસ નોર્વે'નું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. રાની મુખર્જી વર્ષ 2021માં 'બંટી ઔર બબલી 2' માં જોવા મળી હતી. ત્યારે હાલ તેઓ આ 2 વર્ષ બાદ ફરીથી ફિલ્મમાં વાપસી કરી રહ્યાં છે. રાનીની લેટેસ્ટ ફિલ્મમાં નોર્વેમાં બાળક વિગાભે લઈ લીધેલા બાળકોને મેળવવા માટે અભિનેત્રી સંઘર્ષ કરે છે. આ ફિલ્મ સત્ય ઘટના પર આધારિત છે.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
આ પણ વાંચો: Kiara Mom Birthday Photo: કિયારાએ તેની માતાને તેના જન્મદિવસ પર શુભેચ્છા પાઠવી
રાની મુખર્જીની ફિલ્મ: વર્ષ 2014માં ફિલ્મ નિર્માતા અને યશ રાજ બેનરના માલિક આદિત્ય ચોપરા સાથે લગ્ન કર્યા બાદ રાની બોલિવૂડમાં સતત સક્રિય રહી છે. લગ્નના 4 વર્ષ પછી 2018માં તેણે 'હિચકી' સાથે સ્ક્રીન પર તેની બીજી ઇનિંગ શરૂ કરી. આ પછી રાની વર્ષ 2019માં ફિલ્મ 'મર્દાની 2' અને છેલ્લી વખત વર્ષ 2021 ફિલ્મ 'બંટી ઔર બબલી 2' માં જોવા મળ્યા હત્યા. હવે કોરોના યુગના 2 વર્ષ બાદ રાની ફિલ્મ 'મિસિસ ચેટર્જી વર્સીસ નોર્વે'થી મોટા પડદા પર દમદાર સ્ટોરી સાથે વાપસી કરી છે.
ફિલ્મનું ટ્રેલર રિલીઝ: બોલિવૂડની સુંદર અભિનેત્રીઓમાંની એક રાની મુખર્જી ફરી એકવાર પોતાની એક્ટિંગથી ચાહકોનું દિલ જીતવા આવી રહી છે. આ વખતે તે એક એવી સ્ટોરી મોટા પડદા પર રજૂ કરવા જઈ રહી છે, જેના વિશે તમે સાંભળ્યું હશે પણ અનુભવ્યું નહીં હોય. ભગવાન તમારા જીવનમાં આવું ક્યારેય ન થવા દે, પરંતુ આનો અહેસાસ કરવા માટે તમારે રાની મુખર્જીની નવી ફિલ્મ 'મિસિસ ચેટર્જી વર્સેસ નોર્વે'નું ટ્રેલર જોવું પડશે. આ ફિલ્મનું ટ્રેલર થોડા સમય પહેલા જ તરીખ 23 જાન્યુઆરીના રોજ રિલીઝ કરવામાં આવ્યું છે.
જાણો ફિલ્મ સ્ટોરી: એવા ઘણા દેશ છે જ્યાં બાળકોને માર મારવી, તેમની સારી રીતે કાળજી ન રાખવી વગેરે જેવી મહત્વની બાબતોને ધ્યાનમાં રાખીને, માતાપિતા તેમના બાળકોને લઈ જાય છે અને તેમની સંભાળ રાખે છે અને નાની વસ્તુઓ આપે છે. આ ફિલ્મનો મુખ્ય મુદ્દો છે. આશિમા છિબ્બર દ્વારા નિર્દેશિત આ ફિલ્મના ટ્રેલરમાં બતાવવામાં આવ્યું છે કે, કેવી રીતે રાની તેના દૂધ પીતા બાળકોને ગુમાવે છે અને કેવી રીતે તે પોતાના બાળકોને મેળવવા માટે કાયદાકીય લડાઈ લડે છે. દરમિયાન શ્રીમતી ચેટર્જીને ખબર પડે છે કે બાળ વિભાગ પણ આની આડમાં મોટું કૌભાંડ કરી રહ્યું છે.
આ પણ વાંચો: Farzi Web Series: રાશિ ખન્નાની ફિલ્મ 'ફર્ઝી' Ott પર થઈ રિલીઝ
સત્ય ઘટના પર આધારિત સ્ટોરી: ટ્રેલરમાં બતાવવામાં આવ્યું છે કે, બાળકોના ઉછેરના નામે બાળકોને લઈ જઈને મોટા થયા બાદ તેમને વેશ્યાવૃત્તિના ધંધામાં ધકેલી દેવામાં આવે છે. આ કેસ લડતી વખતે, રાની તેને ફક્ત તેના ઘરની સ્ટોરી સુધી સીમિત રાખતી નથી. પરંતુ તે ભારત દેશની સંસ્કૃતિ અને રિવાજોના સન્માનને ઠેસ પહોંચાડનારા લોકો સામે પણ ઉભી રહે છે. ભારતમાં નિર્દોષોને બુરી નજરથી બચાવવા માટે માસૂમો, આંખ અને કપાળ પર કાજલ, કમરબંધ વગેરે પહેરવામાં આવે છે. પરંતુ વિદેશમાં આ બધી વસ્તુઓનો કોઈ અર્થ નથી. નોંધનિય છે કે, ફિલ્મની સ્ટોરી એક સત્ય ઘટના પર આધારિત છે. ફિલ્મમાં રાની મુખર્જી બંગાળી મહિલાના રોલમાં છે. જે હિન્દી અને અંગ્રેજી બંને સારી રીતે બોલવાનું જાણતા નથી.
રાની મુખર્જીની ફિલ્મનું ટ્રેલર આઉટ: ફિલ્મનું ટ્રેલર 2.47 મિનિટનું છે, જે રાની મુખર્જીના પરિવારના હસતા રમતા શરૂ થાય છે. બીજી જ ક્ષણે મિસિસ ચેટર્જી પર દુખનો પહાડ તૂટી પડે છે. જે જાણ્યા પછી કોઈ પણ તેમના પગ પર આવી જશે. જમીન સરકી જશે. હકીકતમાં, શું થાય છે કે શ્રીમતી ચેટરજીના બંને માસૂમ બાળકોને નોર્વેના બાળકોના વિભાગ દ્વારા શ્રીમતી ચેટર્જી તેમના બાળકોનો યોગ્ય રીતે ઉછેરત કરી રહ્યાં નથી એમ કહીને ઘરેથી લઈ જાય છે.