હૈદરાબાદ: TVની 'નાગિન' હસીના મૌની રોયે એક એવી પોસ્ટ શેર કરી છે, જે જોઈને ચાહકો થઈ ગયા આશ્ચર્યચકિત. મૌની રોયે જણાવ્યું છે કે, તેઓ પાછલા દિવસોમાં બીમાર થઈ ગયા હતા. કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા પર મૌની રોયના કોઈ પણ સમાચાર ન હતા. મૌની રોયે છેલ્લે તારીખ 5 જૂને અને ત્યાર પછી હમણા 3 દિવસ પહેલા પોસ્ટ કરી છે. 3 દિવસ પહેલાની પોસ્ટ પર્સનલ નહિં, પરંતુ પ્રોફેશનલ હતી.
અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ: હવે અભિનેત્રી એક મહિતાથી પણ વધુ સમય પછી સોશિયલ મીડિયા પર ચિંતાજનક સામાચાર લઈને આવી છે. મૌની રોયે પોતાના પતિ સૂરજ નાંબિયાર સાથે કેટલીક તસવીર શેર કરી છે. એક તસવીરમાં અભિનેત્રીના હાથમાં ડ્રિપ સેટ સિરીન્જ જોડાયેલી છેે. મૌની રોયે તસવીર શેર કરીને ઈન્સ્ટાગ્રામ પર લખ્યું છે કે, ''હોસ્પિટલમાં નવ દિવસ. હું કંઈપણ કરતાં વધુ આંતરિક ખુશ છું. મારે ક્યારેય જવું જોઈતું ન હતું. હું હવે ઘરે પાછી ફરી છું અને ધીમે ધીમે સ્વસ્થ થઈ રહી છું. સૌથી વધુ સુખી સ્વસ્થ જીવન.''
અભિનેત્રીની હેલ્થ અપડેટ: આગળ વધુમાં મૌની રોયે જણાવ્યું છે કે, ''મારી સારસંભાળ રાખવા માટે તે બધા મિત્રોનો આભાર. જેઓ આ મુશ્કેલીના સમયમાં મારી સાથે રહ્યાં છે. મને શુભેચ્છાઓ મોકલી. સુરજ તમારા જેવા આ દુનિયામાં કોઈ નથી. હું હંમેશા તમારી આભારી રહીશ. ઓમ નમ: શિવાય.'' અભિનેત્રીને શું થયું હતું તે હજુ સુધી જણાવ્યું નથી. જ્યારે હવે મૌનીએ સોશિયલ મીડિયાથી દુર રહેવાનું કારણ જણાવ્યું ત્યારે ચાહકો તેમને જલ્દીથી સારા થવાની શુભકામના પાઠવી રહ્યાં છે.
અભિનેત્રીનો આગામી પ્રોજેક્ટ: મૌની રોયના વર્કફ્રન્ટની વાત કરીએ તો તેઓ, છેલ્લે રણબીર કપૂર અને આલિયા ભટ્ટ સ્ટારર ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'માં જોવા મળ્યા હતા. ત્યાર બાદ મૌની રોય સોશિયલ મીડિયા પર નિયમિત રીતે ચાહકો સાથે તસવીર અને વીડિયો શેર કરતી હતી. મૌની રોય સંજય દત્તની સાથે 'ધ વરજીન ટ્રી'માં જોવા મળશે. 'ધ વર્જીન ટ્રી' એ લેટેસ્ટ હોરર અને કોમેડી ફિલ્મ છે. આ ફિલ્મ સિદ્ધાંત સચદેવ દ્વારા દિગ્દર્શિત છે.