હૈદરાબાદ: અભિનેત્રી સોનમ કપૂર ગર્ભવતી છે અને ટૂંક સમયમાં જ તે પોતાના પહેલા બાળકને જન્મ આપીને તેની માતા બનવાનું સુખ ભોગવશે. હાલમાં, અભિનેત્રી તેના પ્રેગ્નન્સી પીરિયડને (Sonam Kapoor Pregnancy pictures) માણી રહી છે અને તેણે પતિ આનંદ આહુજા સાથેના (Sonam kapoor and Anand ahuja) તેના બેબી બમ્પની ઘણી તસવીરો અને વીડિયો ચાહકો માટે શેર કર્યા છે. અભિનેત્રીએ પૂલપાસે પતિ આનંદ સાથેની પોતાની રોમેન્ટિક તસવીરો શેર કરી છે.
આ પણ વાંચો:
સોનમ કપૂરની મિરર સેલ્ફી: અગાઉ અભિનેત્રીએ તેની ઇન્સ્ટા સ્ટોરી પર એક વીડિયો શેર કર્યો હતો, જેમાં તે પતિ આનંદ આહુજા સાથે જોવા મળી હતી. આ વીડિયોના કેપ્શનમાં સોનમ કપૂરે લખ્યું છે કે, પતિ આનંદ આહુજા સાથે પુન:યુનિટેડ એટલે કે અભિનેત્રી ઘણા દિવસો પછી તેના પતિને મળી રહી હતી. ઇન્સ્ટાસ્ટોરીની છેલ્લી સ્ટોરી માં, અભિનેત્રીએ તેના કાળા ડ્રેસમાં એક તસવીર શેર કરી હતી. સોનમ કપૂર આ વર્ષે પોતાના પહેલા બાળકને જન્મ આપવા જઈ રહી છે ત્યારે તે પોતાની તસવીરો સોશીયલ મીડિયામાં (Social media) શેર કરી છે. એક તસવીર મિરર સેલ્ફી હતી, જેમાં એક્ટ્રેસ એક હાથમાં મોબાઈલ અને બેબી બમ્પ દેખાડે છે. સોનમ કપૂર આ વર્ષે પોતાના પહેલા બાળકને જન્મ આપવા જઈ રહી છે.
આ પણ વાંચો:
દિલ્હીના ઘરમાં થઈ હતી ચોરી: સોનમ અને આનંદે વર્ષ 2018માં શાહી અંદાજમાં લગ્ન કર્યા (Sonam and Anand marriage) હતા. આ પહેલા સોનમ અને આનંદ તેમના દિલ્હીના ઘરમાં કરોડો રૂપિયાની ચોરીના કારણે ચર્ચામાં આવ્યા હતા. આ બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરી હતી અને લૂંટના મુદ્દામાલ સાથે ચોરોને પકડી પાડ્યા હતા. આ ચોરી અન્ય કોઈએ નથી કરી પરંતુ ઘરની સંભાળ રાખનાર વ્યક્તિએ આ ચોરીને અંજામ આપ્યો હતો. તે સમયે આનંદ અને સોનમ તેમના મુંબઈના ઘરે હતા.