ETV Bharat / entertainment

Malaika Arora With Son: મલાઈકા અરોરા પુત્ર અરહાન ખાન સાથે એરપોર્ટ પર જોવા મળી, જુઓ વીડિયો - મલાઈકા અરોરાએ પુત્ર અરહાન ખાનને ગળે લગાવ્યો

સુપર ડાન્સર મલાઈકા અરોરા તેમના પુત્ર અરહાન ખાનને વિદાય અપાવા માટે મુંબઈ એરપોર્ટ પહોંચી હતી. પાપારાઝી દ્વારા સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં મલાઈકા અરહાનને આલિંગન આપતી જોવા મળે છે. અરહાન USમાં અભ્યાસ માટે રવાના થયો હતો.

મલાઈકા અરોરા પુત્ર અરહાન ખાન સાથે એરપોર્ટ પર જોવા મળી, જુઓ વીડિયો

author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 1, 2023, 12:27 PM IST

હૈદરાબાદ: પૂર્વ કપલ મલાઈકા અરોરા અને અરબાઝ ખાનનો પુત્ર અરહાન ખાન અવારનવાર તેમના માતા-પિતા સાથે જોવા મળે છે. બે અઠવાડિયામાં અરહાન તેમની માતા સાથે મુંબઈમાં ઘણી વખત જોવા મળ્યો હતો. ગુરુવારે માતા-પુત્રની જોડી મુંબઈ એરપોર્ટ પર સ્પોટ થઈ હતી અને મલાઈકાએ તેમને વિદાય આપી હતી. સ્ટાર કિડ તેમના અભ્યાસ માટે US ગયો હતો. ગઈ કાલે રાત્રે મુંબઈ એરપોર્ટ પર પહોંચેલી મલાઈકા અરોરા અને અરહાન ખાનની તસવીર અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

મલાઈકાએ પુત્ર અરહાનને ગળે લગાવ્યો: પાપારાઝી દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોમાં મલાઈકા તેમના પુત્રને ગળે લગાવતી જોવા મળે છે. એરપોર્ટ લુક માટે મલાઈકાએ બેક કટવે સાથે લોન્ગ ડ્રેસ પસંદ કર્યો હતો. તેમણે પોતાના વાળ પોનીટેલમાં બાંધી રાખ્યા હતા. આ દરિયાન મલાઈકા ખુબ જ સુંદર દેખાઈ રહી હતી. બીજી તરફ અરહાને આરામાદાયક પોશાક પસંદ કર્યો હતો. તેમણે મેચિંગ ટ્રેક પેન્ટ અને કેપ સાથે બ્લેક સ્વેટર્સ પહેર્યું હતું. માતા-પુત્રની આ સુંદર ક્ષણ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે.

અરહાન US માટે રવાના: અગાઉ એક ઈન્ટરવ્યુમાં અરબાઝ ખાને માહિતી આપી હતી કે, તેમનો પુત્ર USની લોન્ગ આઈલેન્ડ ફિલ્મ સ્કૂલમાં ફિલ્મ નિર્માણનો અભ્યાસ કરી રહ્યો છે. અરહાને કરણ જોહરની ફિલ્મ 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની'માં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કર્યું હતું. મલાઈકા અરોરા અન અરબાઝ ખાને વર્ષ 1998માં લગ્ન કર્યા હતા. માર્ચ 2016માં તેમના અલગ થવાની અફવા ફેલાઈ હતી. મલાઈકા અને અરબાઝ ખાને વર્ષ 2017માં સત્તાવાર રીતે છૂટાછેડા લીધા હતા.

  1. Burj Khalifa Event: શાહરુખ ખાને બુર્જ ખલીફા ખાતે 'જવાન' ટ્રેલરનું લોન્ચિંગ કર્યું હતું, વીડિયો આવ્યો સામે
  2. Banglamukhi Temple Agra: શિલ્પા શેટ્ટીએ પતિ રાજ કુન્દ્રા સંગ બંગલામુખી મંદિરમાં યજ્ઞ કર્યો, જુઓ તસવીર
  3. Aparna Nair Passes Away: મલયાલમ અભિનેત્રી અપર્ણા નાયર ઘરમાં મૃત હાલમાં મળી આવી, પોલીસે તપાસ હાથ ધરી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.