ETV Bharat / entertainment

Malaika Arora Jawan: સ્ટાર કપલ મલાઈકા અરોરા-અર્જન કપૂરે જોઈ 'જવાન', ફિલ્મની સ્ટારકાસ્ટના કર્યા વખાણ - અર્જન કપૂરે જવાનના કર્યા વખાણ

બોલિવુડના બાદશાહ શાહરુખ ખાનની 'જવાન' બોક્સ ઓફિસ પર ચાહકોને આકર્ષિત કરવામાં સફળ રહી છે. બોલિવુડ તમામ સ્ટાર્સે 'જવાન'ના વખાણ કર્યા છે. હવે આ લિસ્ટમાં મલાઈકા અરોરા અને અર્જુન કપૂરનુ નામ પણ જોડાઈ ગયા છે.

સ્ટાર કપલ મલાઈકા અરોરા-અર્જન કપૂરે જોઈ જવાન, ફિલ્મની સ્ટારકાસ્ટના કર્યા વખાણ

author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 9, 2023, 5:06 PM IST

મુંબઈ: ફિલ્મ 'જવાન'નો ફિવર સર્વત્ર છવાયેલો છે. બોલિવુડ સ્ટાર્સથી લઈને શાહરુખ ખાનના ફેન્સ આ ફિલ્મના વખાણ કરતા થાકતા નથી. ફિલ્મ રિલીઝ થઈ અને ત્રણ દિવસ થઈ ગયા છે, પરંતુ લોકોમાં ફિલ્મને લઈને એ જ ઉત્તેજના જોવા મળી રહી છે. 'જવાન' બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી રહી છે. આ ફિલ્મમાં શાહરુખ ખાન, વિજય સેતુપતિ અને નયનતારા મુખ્ય ભૂમિકામાં છે. 'જવાન' ફિલ્મ એટલીના નિર્દેશનમાં બની છે. આ ફિલ્મે અત્યાર સુધીમાં ઘણા રેકોર્ડ તેડ્યા છે. બોલિવુડના ઘણા સ્ટાર્સે આ ફિલ્મના ખુબ જ વખાણ કર્યા છે.

મલાઈકા અરોરા
મલાઈકા અરોરા

મલાઈકા અરોરા-અર્જુન કપૂરે જવાન જોઈ: હવે આ લિસ્ટમાં મલાઈકા અરોરા અને અર્જુન કપૂરનું નામ પણ સામેલ થઈ ગયું છે. મલાઈકા અરોરાએ 'જવાન'ને જોયા બાદ જ ફિલ્મનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. મલાઈકાએ પણ શાહરુખ ખાન અને નયનતારાના દિલથી વખાણ કર્યા હતા. મલાઈકા ફિલ્મ જોવા માટે થિયેટરમાં ગઈ હતી. ત્યાર બાદ તેમણે ફિલ્મના ડાયરેક્ટર એટલીની ખૂબ જ પ્રસંસા કરી હતી.

અર્જુન કપૂર
અર્જુન કપૂર

મલાઈકા અરોરા-અર્જુન કપૂરે જવાનના કર્યા વખાણ: મલાઈકા અરોરાએ લખ્યું છે કે, ''શાહરુખ ખાન, તારા જેવું કોઈ નથી, વનલી કિંગ.'' આ દરમિયાન સાથે જ લખ્યું હતું કે, ''હું નયનતારાને મોટા પડદા પર જોઈને ખૂબ જ ખુશ છું. એટલી અને 'જવાન'ની સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન.'' અર્જુન કપૂરે પોતાની ઈન્સ્ટા સ્ટોરી પર 'જવાન'નો વીડિયો પણ શેર કર્યો છે. વીડિયો શેર કરીને તેમણે લખ્યું છે કે, ''શાહરુખ ખાન એકમાત્ર રાજા છે. ઉફફ ખૂબ સારું.'' આ પછી તેમણે નયનતારાને માટે લખ્યું હતું કે, ''અમારી તરફ તમારું સ્વાગત છે. હવે અમે તમને જવા નહીં દઈએ એટલી સાહેબ વાહ.''

  1. Akshay Kumar Birthday: અક્ષય કુમારના જન્મદિવસ પર જાણો તેમની સંઘર્ષમય સ્ટોરી, 'સૌગંધ'ની લઈને 'omg 2' સુધી
  2. Akshay Kumar Birthday Celebration: અજય દેવગણથી લઈને સુનીલ શેટ્ટી સુધી આ મિત્રોએ અક્ષય કુમારને જન્મદિવસની શુભેચ્છા પાઠવી
  3. Akshay Kumar Welcome 3: ખિલાડીએ તેમના જન્મદિવસે ચાહકોને આપી મોટી ભેટ, 'વેલકમ 3'ની જાહેરાત

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.