હૈદરાબાદ: આ ફિલ્મ 3 જુલાઈથી લોકપ્રિય OTT પ્લેટફોર્મ Netflix પર સ્ટ્રીમ (Major Movie Record)થઈ રહી છે અને ફેન્સનું ઘણું ધ્યાન ખેંચી રહી છે. એક નહીં, બે નહીં, 14 દેશોમાં Netflixની મૂવી રેન્કિંગમાં (Netflix's movie rankings) ટોપ 10માં સ્થાન મેળવ્યું છે. મેજર સંદીપ ઉન્નીક્રિષ્નન તરીકે આદિવી શેષાનું અભિનય, એક્શન સિક્વન્સ અને શશિ કિરણનું નિર્દેશન ફિલ્મને બીજા સ્તરે લઈ ગયું. ખાસ કરીને તાજ હોટલની પૃષ્ઠભૂમિમાં આતંકવાદીઓનો સામનો કરવાના દ્રશ્યો ખૂબ જ પ્રેરણાદાયી છે. આ 'મેજર'ને ખાસ બનાવે છે.
આ પણ વાંચો: વિજય માલ્યાની દીકરીને લલીત મોદીએ PA તરીકે રાખી હતી, આવું કામ કરતી
હાલમાં નેટફ્લિક્સ પર સ્ટ્રીમિંગ, 'મેજર' વિવિધ દેશોમાં ફેન્સનું મનોરંજન કરી રહ્યું છે. તેલુગુ અને હિન્દી ભાષાઓ ઉપરાંત, આ ફિલ્મ અંગ્રેજી સબટાઈટલ સાથે ઉપલબ્ધ છે. આ સાથે 'મેજર' બહેરીન, બાંગ્લાદેશ, કુવૈત, મલેશિયા, માલદીવ, ઓમાન, પાકિસ્તાન, કતાર, સિંગાપોર, શ્રીલંકા અને UAE સહિત 14 દેશોમાં ટોપ-10 નેટફ્લિક્સ ટ્રેન્ડ બની ગયું છે. નેટફ્લિક્સે કહ્યું કે તે ભારત, મોરેશિયસ અને નાઈજીરીયામાં ટોપ 1માં છે.
આ પણ વાંચો: દલેર મહેંદીની ધરપકડથી દુખી થઈ રાખી સાવંત, કહ્યું હું પાજી માટે ટિફિન લઈ જઈશ
અભિનેતા આદિવી શેષે 'મેજર'ના ટ્રેન્ડ પર ખુશી વ્યક્ત કરી હતી. હું બહુ ખુશ છું. નેટીઝન્સ દ્વારા ફિલ્મ પ્રત્યે દર્શાવવામાં આવેલા પ્રેમનો હું ઋણી છું. આ ખરેખર એક તક છે જેના પર અમને ગર્વ છે. તેણે કહ્યું કે આ ફિલ્મ હંમેશા ખાસ રહેશે. આદુશી શેષે ફિલ્મ 'મેજર'થી હિન્દીમાં ડેબ્યૂ કર્યું હતું. સમગ્ર ભારતમાં રિલીઝ થયેલી આ ફિલ્મમાં સાઈ માંજરેકર, શોભિતા ધુલીપલ્લા, રેવતી, પ્રકાશરાજ અને મુરલી શર્માએ મુખ્ય ભૂમિકા ભજવી હતી. બીજી વિશેષતા એ છે કે સુપરસ્ટાર મહેશ બાબુ આ ફિલ્મના નિર્માણમાં ભાગીદાર છે.