ETV Bharat / entertainment

Madhuri Dixit Lok Sabha Elections 2024: ધક-ધક ગર્લ માધુરી દીક્ષિત લડશે લોકસભાની ચૂંટણી, ભાજપમાંથી મળી શકે ટિકિટ - માધુરી દીક્ષિત ચૂંટણી

લોકસભા ચૂંટણી 2024નો ઉત્સાહ વધી રહ્યો છે. દરમિયાન એવા સમાચાર સામે આવ્યા છે કે, બોલિવુડ અભિનેત્રી માધુરી દીક્ષિત ચૂંટણી લડશે. બોલિવુડની ધક-ધક ગર્લ અભિનેત્રીને ભાજપમાંથી ટિકિટ મળશે કે નહીં તે જાણવા માટે આગળ વાંચો.

ધક-ધક ગર્લ માધુરી દીક્ષિત લડશે લોકસભાની ચૂંટણી, ભાજપમાંથી મળી શકે ટિકિટ

author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 26, 2023, 10:53 AM IST

મુંબઈ: લોકસભા ચૂંટણી 2024માં હજુ સમય બાકી છે, તેમ છતાં ચૂટણીને લઈને ઉત્તેજના સતત વધી રહી છે. તમામ પાર્ટીઓ પોતપોતાની તૈયારીઓમાં વ્યસ્ત છે. ભારતીય જનતા પાર્ટી પણ ચૂંટણીની તૈયારીમાં વ્યસ્ત છે. ભાજપે મહારાષ્ટ્રમાં મિશન 45 અંતર્ગત જોરશોરથી તૈયારીઓ શરુ કરી દીધી છે. ભાજપ તરફથી ઉમેદવારોની સ્ક્રીનીંગ શરુ થઈ ગઈ છે. મુંબઈથી ધક-ધક ગર્લ માધુરી દીક્ષિતના નામની પણ જોરશોરથી ચર્ચા થઈ રહી છે. બે દિવસ પહેલા ગણપતિ બાપ્પાના દર્શન કરવા મુંબઈ આવેલા કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહની મુલાકાત દરમિયાન થયેલી ચર્ચામાં મુંબઈથી માધુરી દીક્ષિત અને પ્રખ્યાત વકીલ ઉજ્જવલ નિકમને ટિકિટ આપવાની ચર્ચા થઈ હોવાનું સામે આવ્યુ છે.

માધુરી દીક્ષિતને બીજેપીની ટિકિટ
માધુરી દીક્ષિતને બીજેપીની ટિકિટ

અમિત શાહ મુંબઈ મુલાકાતે આવ્યા હતા: હાલમાં જ મુંબઈ મુલાકાતે આવેલા કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે નાયબ મુખ્યપ્રધાનના સાગર બંગલે CM એકનાથ શિંદે અને નાયબ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ સાથે મુલાકાત કરી હતી. કહેવામાં આવી રહ્યુ છે કે, આ ત્રણેય નેતાઓએ મુંબઈ, પુણે, ધુલે અને જલગાંવ લોકસભા બેઠકો પર ચર્ચા કરી હતી. આ મત વિસ્તારમાં એવા ઉમેદવારો આપવા અંગે ચર્ચા થઈ હતી કે, જેમને જીતનો વિશ્વાસ છે. રસપ્રદ વાત એ છે કે, મુંબઈથી ક્યા લોકસભા મત વિસ્તારમાંથી ટિકિટ અપાઈ શકે છે તેની તપાસની સાથે અભિનેત્રી માધુરી દીક્ષિતની પણ પૂછપરછ કરવામાં આવશે.

લોકસભા ચૂંટણી 2024
લોકસભા ચૂંટણી 2024

જાણો કોને મળશે ટિકિટ: આ દરમિયાન એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, મુંબઈથી માધુરી દીક્ષિત, જલગાંવથી પ્રખ્યાત વકીલ ઉજ્જવલ નિકમ, પુણેથી સુનીલ દેવધર અને ધુલેથી પ્રતાપરાવ દિઘવકરને ટિકિટ આપવાની ચર્ચા કરી છે. આ તમામનો અભિપ્રાય જાણવા માટે સંપર્ક કરવામાં આવશે. પરંતુ કહેવામાં આવી રહ્યું છે કે, પાર્ટીમાં અગાઉ પણ તેમના પર વિચાર કરવામાં આવ્યો હતો. એ પણ જોવામાં આવશે કે, તેઓ ચૂંટણી લડવા માટે ઈચ્છુક છે કે કેમ ? દરમિયાન બિજેપી તરફથી કોઈ પણ આ ચાર નામોની ચર્ચા અંગે વાત કરવા તૈયાર નથી. આ ચાર નામોને લઈને ભાજપ તરફથી કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી. મુંબઈમાં કુલ 6 લોકસભા મતવિસ્તાર છે, જેમાંથી ઠાકરે જૂથ પાસે 1 સાંસદ છે, શિંદે જૂથ પાસે 2 સાસંદ છે અને ભાજપ પાસે 3 સાંસદ છે.

  1. Mission Raniganj Trailer: અક્ષય કુમાર પરિણીતી ચોપરા સ્ટારર ફિલ્મ 'મિશન રાણીગંજ'નું ટ્રેલર આઉટ, જુઓ અહીં
  2. Ragneeti First Public Appearance: પરિણીતી ચોપરા રાઘવ ચઢ્ઢા લગ્ન બાદ પહેલીવાર જાહેરમાં જોવા મળ્યા, જુઓ વીડિયો
  3. Jawan Global Collection: શાહરુખ ખાનની 'જવાને' વગાડ્યો ડંકો, વર્લ્ડવાઈડ 1000 કરોડના ક્લબમાં એન્ટ્રી

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.