અમવાદ: આજે અભિનેત્રી સાયરા બાનુનો 79મો જન્મદિવસ છે. સાયરા ફિલ્મ ઉદ્યોગમાંની બેસ્ટ અભિનેત્રીઓમાંથી એક છે. બાનુએ વર્ષ 1960માં હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં કામ કરવાનું શરું કર્યું હતું. સાયરાએ કથક અને ભરતનાટયમની તાલીમ લીધી હતી. ત્યાર બાદ તેમણે નૃત્યાંગના તરીકે સારી ઓળખ મેળવી હતી. સાયરા બાનુનો જન્મ 23 ઓગસ્ટ 1944માં ઉતરાખંડના મસૂરીમાં થયો હતો. બાનુને તેમની સમગ્ર કારકિર્દી દરમિયાન 4 ફિલ્મફેર પુરસ્કારો મળ્યા હતા. તેમને 'સગીના' ફિલ્મ માટે શ્રેષ્ઠ અભિનેત્રીના 3 પુરસ્કાર પ્રાપ્ત થયા હતા.
સાયરા બાનુના લગ્ન: અભિનેતા દિલીપ કુમાર સાથે લગ્ન કર્યા હતા. સાયરા બાનુની પ્રથમ વખત દિલીપ કુમાર સાથેની મુલાકાતની વાત કરીએ તો, 12 વર્ષની ઉંમરે ચાહક તરીકે થઈ હતી. નાની ઉંમરથી જ તે દિલીપ કુમારને પસંદ કરતી હતી. સોંદર્યની રાણી સાયરા બાનુએ તારીખ 11 ઓક્ટોમ્બર 1966માં દિલીપ કુમાર સાથે લગ્ન કર્યા હતા, ત્યારે સાયરા 22 વર્ષની હતી. દિલીપ કુમાર એક મહાન અભિનેતા હતા. તેઓએ પોતાના શાનદાર અભિનયથી દર્શકોના દિલમાં જગ્યા બનાવી હતી.
સાયરા બાનુની કારકિર્દી: સૌપ્રથમ બાનુએ વર્ષ 1961માં 'જંગલી' ફિલ્મથી અભિનયની શરુઆત કરી હતી. આ ફિલ્મમાં તેમની સાથે શમ્મી કપૂર જોવા મળે છે. ચાહકોને સાયરા અન શમ્મી કપૂરની જોડી ખૂબ જ પસંદ આવી હતી. સાયરાની છબી રોમેન્ટિક નાયિકાની હતી. ત્યાર બાદ પણ બીજી ફિલ્મ 'બ્લફ માસ્ટર' બનાવી હતી. તેમાં પણ તે શમ્મી કપૂર સાથે જોવા મળી હતી. વર્ષ 1968માં 'ઝુક ગયા આસમાન' ફિલ્મમાં કામ કર્યું હતું. ત્યાર બાદ વર્ષ 1967માં 'શાર્ગિદ'માં જોવા મળી હતી. વર્ષ 1966માં દેવ આનંદ સાથે 'પ્યાર મોહબ્બત'માં જોવા મળી હતી.
ફિલ્મ ઉદ્યોગમાં મોટા કલાકારો સાથે કર્યુ હતુ કામ: વર્ષ 1968માં 'પડોસન' ફિલ્મમાં સુનીલ દત્તની સાથે શાનદાર ભૂમિકા નિભાવી હતી. તેમની સૌથી મોટી હિટ ફિલ્મ 'વિક્ટોરિયા નંબર 203' હતી. સાયરાએ તેમના પતિ દિલીપ કુમાર સાથે 'ગોપી', 'સગીના' અને 'બૈરાગ' ફિલ્મમાં કામ કર્યું હતું. આ ઉપરાંત ધર્મેન્દ્ર સાથે 6 ફિલ્મમાં કામ કર્યું હતું, જેમાં 'જ્વાર ભાટા', 'આદમી ઔર ઈન્સાન', 'રેશમ કી દોરી', 'પોકેટ માર', 'ઈન્ટરનેશનલ ક્રૂક' અને 'ચૈતાલી' સામેલ છે.
રાજેશ ખન્ના સાથે કામ કરવાની ઈચ્છા હતી: બાનુને ફિલ્મ ઉદ્યોગના સૌપ્રથમ સુપરસ્ટાર રાજેશ ખન્ના સાથે કામ કરવાની ઈચ્છા હતી. ઈક ઈન્ટરવ્યું દરમિયાન તેમણે કહ્યું હતું કે, ''મને રાજેશ ખન્ના સાથે કામ કરવાની તક જતી કરવા બદલ અફસોસ છે. હું તેમની સાથે 'છોટી બહુ' ફિલ્મમાં કામ કરવાની હતી. પરંતુ ત્યારે હું બિમાર હતી, જેના કરણે કામ કરી શકી ન હતી. મેં તેમની સાથે બે દિવસ સુધી શૂટિંગ કર્યું અને જાણવા મળ્યું હતું કે, રાજેશ ખન્ના મોહક, નમ્ર અને શરમાળ વ્યક્તિ છે.
સાયરા બાનુની છેલ્લી ફિલ્મ: તેમણે વિનોદ ખન્ના સાથે 'આરોપ' ફિલ્મમાં પણ કામ કર્યું છે. આ ઉપરાંત બિગ બી અમિતાભ બચ્ચન સાથે 'ઝમીર' અને 'હેરા ફેરી'માં ભૂમિકા ભજવી છે. વર્ષ 1976માં સુનીલ દત્ત સાથે 'નેહલે પે દેહલા'માં ભૂમિકામા ભજવીને દર્શકોને આકર્ષિત કર્યા હતા. આ તેમની છેલ્લી સફળ ફિલ્મ હતી. બાનુની વર્ષ 1988માં રિલીઝ થયેલી ફિલ્મ 'ફૈસલા' છેલ્લી હતી. આ ફિલ્મમાં તેમણે 'રાધા' તરીકેની ભૂમિકા ભજવી હતી.