મુંબઈ: ચિત્રકાર લલિતા લાઝમીમું તારીખ 13 ફેબ્રુઆરીના રોજ મુંબઈ ખાતે વૃદ્ધાવસ્થા અને સ્વાસ્થ્ય સમસ્યાના કારણે અવસાન થયું હતું. તેઓ નિર્દેશક ગુરુ દત્તની બહેન હતા. આ ઉપરાંત તેઓ રુદાલી ફિલ્મના દિગ્દર્શક કલ્પના લાઝમીના માતા હતાં. લલિતા લાજમી સ્વ શિક્ષિત કલાકાર હતાં. લાઝમીના પિતા કવિ હતા અને માતા બહુભાષી લેખક હતા. લલીતા લાઝમીએ કેપ્ટન ગોપી સાથે લગ્ન કર્યા હતાં. તેમણે દેશ વિદેશમાં તેમના સુંદર ચિત્રોના પ્રદર્શનો યોજ્યાં હતાં. તેઓ સમગ્ર વિશ્વમાં ચિત્રકામના વિદ્યાર્થીઓ માટે પ્રેરણા સ્ત્રોત હતા.
-
Guru Dutt's sister Lalitha Lajmi passes away at 90
— ANI Digital (@ani_digital) February 14, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Read @ANI Story | https://t.co/xdp6tmlmnc#LalithaLajmi #GuruDutt pic.twitter.com/KhK0Po4qNq
">Guru Dutt's sister Lalitha Lajmi passes away at 90
— ANI Digital (@ani_digital) February 14, 2023
Read @ANI Story | https://t.co/xdp6tmlmnc#LalithaLajmi #GuruDutt pic.twitter.com/KhK0Po4qNqGuru Dutt's sister Lalitha Lajmi passes away at 90
— ANI Digital (@ani_digital) February 14, 2023
Read @ANI Story | https://t.co/xdp6tmlmnc#LalithaLajmi #GuruDutt pic.twitter.com/KhK0Po4qNq
આ પણ વાચો: Valentine Day 2023: ડ્રામા અને રિયાલિટી શો 14મી ફેબ્રુઆરીએ Ott પર થશે રિલીઝ, જુઓ લિસ્ટ
લલિતા લાઝમી: જેનો જન્મ પેઇન્ટિંગ સાથે સંકળાયેલા પરિવારમાં થયો હતો. તેમને બાળપણથી જ શાસ્ત્રીય નૃત્યનો ખૂબ શોખ હતો. તે હિન્દી ફિલ્મ નિર્દેશક, નિર્માતા અને અભિનેતા ગુરુ દત્તની બહેન હતા. વર્ષ 1994માં લલિતાને નહેરુ સેન્ટર, લંડન ખાતે ભારતીય હાઈ કમિશનર ગોપાલકૃષ્ણ ગાંધી દ્વારા આયોજિત ગુરુ દત્ત ફિલ્મ ફેસ્ટિવલમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું. તેમની કૃતિઓ ગુરુ દત્ત, સત્યજીત રે અને રાજ કપૂર ભાઈઓ દ્વારા બનાવવામાં આવેલી ભારતીય ફિલ્મોથી પણ પ્રભાવિત હતી.
પેઇન્ટિંગ માટે સમર્પિત જીવન: લલિતા લાઝમીએ વર્ષ 1960ના દાયકાની શરૂઆતમાં પેઇન્ટિંગ શરૂ કર્યું હતું. તેમણે પ્રથમ વખત જહાંગીર આર્ટ ગેલેરી, મુંબઈ ખાતેના સમૂહ પ્રદર્શનમાં ભાગ લીધો હતો. આ જ ગેલેરીમાં વર્ષ 1961માં તેમનું પ્રથમ સોલો પ્રદર્શન યોજાયું હતું. 5 દાયકાની કારકિર્દીમાં તેમણે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ પર ઘણા પ્રદર્શનો કર્યા હતાં. તેણે ભારત જર્મની અને યુએસમાં તેના કામનું પ્રદર્શન કર્યું છે. લાજમીએ ભારત અને યુકેમાં પણ લેક્ચર આપ્યું છે. તેમણે આમિર ખાનની વર્ષ 2007ની બોલિવૂડ ફિલ્મ, 'તારે જમીન પર'માં મહેમાન ભૂમિકા ભજવી હતી અને અમોલ પાલેકરના નાટક માટે કોસ્ચ્યુમ ડિઝાઇનિંગ પણ કર્યું હતું. તેમણે હિન્દી ફિલ્મ પ્રથમમાં ગ્રાફિક્સ આર્ટિસ્ટ તરીકે પણ કામ કર્યું છે.
ચિત્રકામની શરુઆત: એક ઈન્ટરવ્યુમાં લલિતા લાઝમીએ જણાવ્યું હતું કે, 'મધ્યમ વર્ગની પૃષ્ઠભૂમિની હોવાથી પરિવાર તેને ક્લાસિકલ ડાન્સ ક્લાસમાં મોકલવાનું પોસાય તેમ ન હતું. તેઓ પરંપરાગત પરિવારના હતા અને તેના કારણે કલામાં રસ જાગ્યો હતો. કાકા બી.બી. કોલકાતાના પ્રોફેશનલ આર્ટિસ્ટ બેનેગલ લલિતાને પેઇન્ટનું બોક્સ લાવ્યા હતા. તેમણે વર્ષ 1961માં ગંભીરતાથી ચિત્રકામ શરૂ કર્યું પરંતુ તે દિવસોમાં કોઈ તેની કલા વેચાઈ નહિં. તેથી આર્થિક રીતે પોતાનું ભરણપોષણ કરવા માટે તેને આર્ટ સ્કૂલમાં ભણાવવું પડ્યું. ભણાવતી વખતે તેમણે અપંગ અને વંચિત બાળકો સાથે કામ કર્યું હતું. તેમની પ્રથમ પેઇન્ટિંગ માત્ર થોડા રૂપિયામાં વેચાઈ હતી.
આ પણ વાંચો: Naseeruddin Shah In Nainital: નસીરુદ્દીન શાહ વર્ષો પછી ગયા પોતાની કોલેજમાં, જુની યાદો કરી તાજી
કલ્પના લાઝમીની માતા: લલિતાએ કેપ્ટન ગોપી લાઝમી સાથે લગ્ન કર્યા હતા. કેપ્ટન ગોપી લાઝમી સાથે તેમને એક પુત્રી હતી. તેમની પુત્રી કલ્પના લાજમી પણ હિન્દી ફિલ્મ નિર્દેશક હતી. તેણે તેની કારકિર્દીમાં ઓછી ફિલ્મો કરી પરંતુ તેણે જે પણ કર્યું તે દર્શકોને પસંદ આવ્યું. કિડની કેન્સર અને પેશાબની નળીઓનો ચેપ સામે લડ્યા બાદ તારીખ 23 ઓક્ટોબર 2018ના રોજ કલ્પના લાઝમીનું નિધન થયું હતું. તેની પુત્રીની ત્રીજી પુણ્યતિથિ પર બોલતા તેની માતા અને જાણીતા ચિત્રકારે કહ્યું કે, જ્યારે તેની પુત્રી આ મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહી હતી, ત્યારે આલિયા ભટ્ટથી લઈને આમિર ખાન સુધીના ઘણા સ્ટાર્સે તેની મદદ કરી હતી.