અમદાવાદ કોરોનાકાળના બે વર્ષ બાદ આ વરસની ઉત્તરાયણ 2023 ખૂબ જ અનોખો ઉત્સાહ લઇને આવી છે. અમદાવાદની પોળોની ઉતરાયણ નિહાળવી પણ લહાવો લીધા બરાબર હોય છે. ત્યારે ગુજરાતી ફિલ્મ કચ્છ એક્સપ્રેસની સ્ટારકાસ્ટે અમદાવાદની મોટા સુથારની પોળમાં દોસ્તો સાથે પતંગ ચગાવવાની મજા માણી હતી. ગુજરાતી ફિલ્મ કચ્છ એક્સપ્રેસ 6 જાન્યુઆરીના રોજ ગુજરાતના સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. ત્યારે ફિલ્મના કલાકાર માનસી પારેખ અને વિરફ પટેલેે અમદાવાદમાં ખાડિયા વિસ્તારમાં આવેલી મોટા સુથારની પોળમાં પતંગ ચગાવી ઉતરાયણનો લહાવો લીધો હતો.
આ પણ વાંચો એક ઈવેન્ટમાં સંજય દત્તે કેન્સર અંગે કર્યો ખુલાસો, લોકો માટે પ્રેરણાનો સ્ત્રોત
હેરિટેજ મકાનમાં સેલિબ્રિટીઝની ઉતરાયણ ઉત્તરાયણનો તહેવાર એટલે દરેક લોકોના મુખે માત્ર એક જ શહેરનું નામ આવે છે. એ છે અમદાવાદ. અમદાવાદ શહેરના મધ્યમાં ઘણીબધી ઐતિહાસિક અને હેરિટેજ પોળો આવેલી છે. જેમાં માત્ર ગુજરાતના જ નહીં પરંતુ બોલીવુડ અને અન્ય રાજ્યના અને વિદેશના પણ લોકો ઉતરાયણના દીવસે પતંગ ચગાવવા માટે આવતા હોય છે. તારી આજ મોટા સુથારની પોળમાં ગુજરાતી અર્બન ફિલ્મના કલાકાર અમદાવાદની પોળમાં આવીને પતંગ ચગાવી હતી. કચ્છ એક્સપ્રેસની સ્ટારકાસ્ટ માનસી પારેખ અને વિરફ પટેલેે Etv Bharat સાથે ખાસ વાતચીત પણ કરી હતી.
પ્રશ્ન: અમદાવાદની પોળની અંદર ઉત્તરાયણ માટે આવી રહ્યા છો કેવું લાગી રહ્યું છે?
જવાબ : બહુ મજા આવી રહી છે કેમ કે અમદાવાદની પોળ કેવાયને દુનિયાભરમાં પ્રસિદ્ધ છે. અહીંયાની ઉતરાણ એકદમ વખણાય છે. અમે અમદાવાદ દર વર્ષે આવીએ છીએ. મુંબઈ કરતાં વધારે મજા ગુજરાત એમાં પણ સ્પેશ્યલી અમદાવાદમાં આવે છે. જેમાં કચ્છ એક્સપ્રેસની પતંગ બોક્સ ઓફિસમાં એકદમ ઉપર ઉડી રહી છે. એટલે આજે અમે કચ્છ એક્સપ્રેસની પતંગ આજે પોળમાં ઉડાવવા આવ્યા છીએ.
પ્રશ્ન: તમે પહેલી વખત મુંબઈથી અમદાવાદ આવ્યા છો અને ખાસ કરીને ઉત્તરાયણ માટે તો કેવું લાગી રહ્યું છે?
જવાબ : અમદાવાદની ઉતરાયણનો અનુભવ ખૂબ જ સુંદર રહ્યો છે. પહેલી વખત મને મોકો મળ્યો છે. અમદાવાદને ઉતરાણ જોવાનો અમદાવાદની ઉત્તરાયણ અને પહેલા સમાચાર અને પેપરમાં જ જોઈએ છે.અમદાવાદમાં સૌથી પ્રખ્યાત ઉતરાયણ છે.
પ્રશ્ન : ખાસ કરીને ગુજરાતના પ્રખ્યાત હોય ત્યારે..? આજના દિવસ માટે તમારું જમવાનું કઈ મેનું શું છે?
જવાબ : આજે ગુજરાતમાં સૌથી પ્રખ્યાત હોય તો તે ફાફડા જલેબી છે. પરંતુ સવારે અમે ગુજરાતી નાસ્તો કર્યો જે સૌથી સ્વાદિષ્ટ લાગ્યો હતો. હું ગુજરાતમાં આવી એટલે ગુજરાતી જમવાનું કેવી રીતના ભુલાય તો આજે ગુજરાતી જમવાના છીએ.
પ્રશ્ન: ગુજરાતીમાં તમારી પહેલી ફિલ્મ છે ફિલ્મમાં તમારું કેરેક્ટર કઈ રીતનું છે?
જવાબ : આ ફિલ્મમાં મારા જીવનનો સૌથી મોટો અનુભવ છે. પહેલી વખત હું ફિલ્મ એક એવો રોલ કરું છું અને તેઓ હેવી રોલ કહું છું. આ ફિલ્મમાં અનેક કલાકારો સાથે કામ કરવાનો મને લાભ મળ્યો છે. આ ફિલ્મમાં ખૂબ મોટો અને સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને આ ફિલ્મથી ઘણું બધું શીખવા મળ્યું છે.
પ્રશ્ન: કોરોના વખતે બે વર્ષથી ઉતરાયણ ઉજવી શકાઇ ન હતી. પરંતુ આ વખતે કેટલો ઉત્સાહ છે?
જવાબ : બે વર્ષ બધા ઘરે બેસીને એ વસ્તુ યાદ રહી જાય છે કે ઘરે બધા બેઠા હતા ત્યારે બહાર નીકળવું ઘણું બધું અઘરું હતું. હવે જ્યારે કોઈ ગાઇડલાઇન નથી ત્યારે બધા તૂટી પડવાના છે. નવરાત્રી દિવાળીમાં પણ લોકો ખુશ હતાં. ત્યારે હવે ઉતરાયણમાં પણ લોકો બહાર નીકળીને ઉત્સાહથી ઉજવવી રહ્યા છે અને ગુજરાતી માણસ હંમેશા જલસા કરવામાં માને જ છે. ગુજરાત હંમેશા દરેક તહેવાર ઉજવે છે. અને ખાસ કરીને પોળમાં ઉત્તરાયણ કરવાની મજા જ કંઈક અલગ હોય છે.
પ્રશ્ન: કચ્છ એક્સપ્રેસની સ્ટોરી કઈ રીતની છે?
જવાબ : કચ્છ એક્સપ્રેસમાં મારા કેરેક્ટરનું નામ મોંઘી છે. આ કચ્છના વાતાવરણની વાત છે. એ સ્ત્રી ખુશ સ્ત્રી છે. તે ઘર રસોડા અને પરિવારમાંથી ખુશી મેળવે છે. ક્યારેક એવી વાતો સાંભળવા મળે છે. ત્યારે તેને એવું લાગે છે કે પારિવારિક જીવન જે તેઓ સુખી માને છે તેઓ સુખી નથી. ફિલ્મ ઘણા બધા કલાકારો પણ પોતાની પ્રથમ ફિલ્મ કરી રહ્યા છે. આ ફિલ્મમાં ડ્રામા, ઈમોશન અને સારું સંગીત જોવા મળી આવશે.
પ્રશ્ન: આપણા દરેક તહેવારો કંઈક સંદેશો આપતા હોય છે તો આ તહેવારે આપ શું સંદેશો આપશો.
જવાબ : ઉતરાયણ મકરસંક્રાંતિ આ એક સુંદર તહેવાર છે કે એક ઋતુ બદલે છે. ઠંડીમાંથી ગરમી તરફ આપણે જઈ રહ્યા છીએ. આપને પતંગ જે રીતે આકાશમાં ઉડે છે તેવી રીતે આપણું જીવન પણ આપણે ફુલ્લી અને માણીને જીવવું જોઈએ. સપનાઓને આપણા કાબુમાં નહીં કરવાના પરંતુ મોટા સપના જોવા જોઈએ.