અમદાવાદ: ઢોલીવુડની ખૂબસૂરત અભિનેત્રી અને લાખો લોકોના દિલો પર રાજ કરનારી કોમલ ઠક્કરના ચાહકો માટે ખુશીના સમાચાર આવ્યા છે. કોમલ ઠક્કરની આગામી ગુજરાતી ફિલ્મનું પોસ્ટર આવ્યું છે. જીવિત વ્યક્તિના જીવન પર આધારિત બનાવવામાં આવેલી આ ફિલ્મનું પોસ્ટર રિલીઝ થઇ ગયું છે. આ સાથે ફિલ્મના ટ્રેલરની રિલીઝ ડેટ પણ બહાર પાડી દીધી છે.
ફિલ્મની પ્રથમ ઝલક: શંકર ફિલ્મ ક્રીએશન દ્વારા ફિલ્મનો ફર્સ્ટ લુક જાહેર કરી દિધો છે. લેખક અને દિગ્દર્શક રફિત તાલુકદારની ફિલ્મ 'હું છું મિ. શંકર' એ જીવિત વ્યક્તિના જીવન પર આધારિત ફિલ્મ છે. આ ફિલ્મનાં નિર્માતા શંકર ઉત્તમ ચંદાની અને સહ નિર્માતા અમિત ઠક્કર છે.
ફિલ્મમાં કોણ કોણ છે: ફિલ્મનાં કલાકારોની વાત કરીએ તો, કોમલ ઠક્કર, નિર્મિત ઠક્કર, મેહુલ ભોજક, ધર્મેશ વ્યાસ, જાસ્મીન પટેલ, જાસ્મીન લાથીયા, પૂર્વી શાહ, પ્રશાંત બારોટ સામેલ છે. સંગીત સમીર – માનાએ આપ્યું છે. ફિલ્મનાં સંકલન કર્તા એચ ગોહિલ છે. કોમલ ઠક્કર હવે બોકસ ઓફિસ પર ધમાકો કરવા જઈ રહી છે.
ટ્રેલર ક્યારે આવશે: કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પોતાના શાનદાર લુકની ઝલક બતાવનાર કોમલ ઠક્કર પોતાના જબરદસ્ત અભિનય દ્વારા દર્શકોના દિલ જીતવા માટે તૈયાર છે. તેથી જ તેમને આ લેટેસ્ટ ફિલ્મનાં ટ્રેલરની રિલીઝ ડેટ પણ જાહેર કરી દીધી છે. ટ્રેલર 15 ઓગસ્ટના રોજ સાંજે 3:30 કલાકે રિલીઝ થશે. ટૂંક સમયમાં જ ફિલ્મની રિલીઝ ડેટ પણ જાહેર કરવામાં આવશે.
કોણ છે કોમલ ઠક્કર: મૂળ ગાંધીધામ કચ્છની રહેવાસી અને ઉધોગપતિની પુત્રી કોમલ નાનપણથીજ અભિનયનો શોખ ધરાવે છે. કોમલે અત્યાર સુધીમાં ગુજરાતી અને હિન્દી ફિલ્મોમાં પોતાની અદાકારી રજૂ કરી છે. કોમલના ઇન્સ્ટાગ્રામ પર 17 લાખથી વધું ફોલોવર્સ છે.
આ પણ વાંચો: