હૈદરાબાદ: બોલિવૂડના પ્રખ્યાત ફિલ્મ સર્જક કરણ જોહરે સોશિયલ મીડિયા પર પોતાના ચાહકોને ચોંકાવી દીધા અને કહ્યું કે, તેના લોકપ્રિય ચેટ શો 'કોફી વિથ કરણ'ની (Koffee With Karan) આગામી સીઝન આવી રહી નથી. આ સમાચાર સાંભળીને શોના ચાહકોના ચહેરા મુરઝાઈ ગયા હતા, પરંતુ બીજા જ દિવસે કરણે તેની નવી પોસ્ટમાં કહ્યું કે શોની આગામી સિઝન આવી રહી છે, પરંતુ OTT પર. જ્યારે ચાહકોને આ વાતની જાણ થઈ તો તેમના ચહેરા પર સ્મિત ફરી વળ્યું.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
આ પણ વાંચો: ધમકીના કેસમાં સલમાન ખાનને મળી બોમ્બે હાઈકોર્ટમાંથી મોટી રાહત
એપિસોડ ચાહકો માટે ખૂબ જ રસપ્રદ રહેશે : હવે શો સાથે જોડાયેલી એક મોટી અપડેટ સામે આવી રહી છે કે, સાઉથ સ્ટાર અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદન્ના શો 'કોફી વિથ કરણ'માં એન્ટ્રી કરવા જઈ રહ્યા છે. આવી સ્થિતિમાં આ બંને સુપરસ્ટાર ફિલ્મમેકર કરણ જોહરની સામે તેમના સવાલોના જવાબ આપતા જોવા મળશે. આ એપિસોડ ચાહકો માટે ખૂબ જ રસપ્રદ રહેશે.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
શોમાં અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદન્ના જોવા મળશે : મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ચેટ શો 'કોફી વિથ કરણ સીઝન-7' આ વખતે ટીવી ચેનલ સ્ટાર વર્લ્ડ પર નહીં પરંતુ ડિઝની પ્લસ હોટસ્ટાર પર જોવા મળશે. આ વખતે શો અલગ અંદાજમાં હશે. આ વખતે શોમાં અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદન્નાની સુપરહિટ જોડી જોવા મળશે, જેને જોવા માટે ચાહકો હવે આતુર છે.
આ પણ વાંચો: 'KGF ચેપ્ટર 2' એ તોડ્યો 'દંગલ'નો રેકોર્ડ, હવે OTT પર રિલીઝ થશે ફિલ્મ
બ્લોકબસ્ટર સાઉથ ફિલ્મ 'પુષ્પા' : બ્લોકબસ્ટર સાઉથ ફિલ્મ 'પુષ્પા' સ્ટાર અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદન્નાની લોકપ્રિયતા હિન્દી બેલ્ટના દર્શકોમાં પણ ઘણી છે. આવી સ્થિતિમાં આ બંને સ્ટાર્સ કરણ જોહરની સામે ઘણા મોટા ખુલાસા કરી શકે છે. કરણ જોહરનો આ શો ક્યારે આવશે તેની કોઈ સત્તાવાર પુષ્ટિ નથી.