મુંબઈઃ બોલિવૂડની 'બાર્બી ડોલ' કેટરિના કૈફ અને તેજસ્વી અભિનેતા વિક્કી કૌશલની જોડીને લાખો લોકો પસંદ કરે છે. દંપતીના ચાહકો તેમની આ સુંદર જોડીને પ્રેમ કરે છે અને સોશિયલ મીડિયા પર દેખાતી તેમની તસવીરો પર સતત પ્રેમ વરસાવે છે. હવે આ સ્ટાર કપલના ફેન્સ રાહ જોઈ રહ્યા છે કે, આ સ્ટાર કપલ ક્યારે પેરેન્ટ્સ બનશે. પરંતુ હવે ફેન્સની આ રાહ થોડી ઓછી થઈ ગઈ છે. કારણ કે, હવે એ વાત સામે આવી છે કે, કેટરીના ક્યારે પોતાના પહેલા બાળકને જન્મ આપવા જઈ રહી છે. આ ખુલાસા બાદ સોશિયલ મીડિયા પર કેટરિના અને વિક્કીના ફેન્સ વચ્ચે હોબાળો મચી ગયો છે.
કેટરિના કૈફનું નિવેદન: મીડિયા રિપોર્ટ્સ અનુસાર એક ઈન્ટરવ્યુમાં કેટરિના કૈફે તેના મિત્રો સાથે ચર્ચા કરી હતી કે, તે ફરહાન અખ્તર અને ઝોયા અખ્તરની ફિલ્મ 'જી લે ઝરા' પછી બાળકનું પ્લાનિંગ કરશે. એટલે કે, હવે એ દિવસ દૂર નથી જ્યારે વિક્કી કૌશલનું ઘર ગુંજશે. આ ફિલ્મનું શૂટિંગ હજી શરૂ પણ નથી થયું. આ ફિલ્મ ફરહાન અખ્તરની બહેન ઝોયા અખ્તર દ્વારા બનાવવામાં આવશે અને આ ફિલ્મમાં કેટરિના કૈફ સાથે આલિયા ભટ્ટ અને પ્રિયંકા ચોપરા પણ જોવા મળશે.
- ફિશ ગાઉન પહેરીને દેશી ગર્લ બની 'ફિશ ક્વીન', જોવા મળ્યો અનોખો અવતાર
- શાહરૂખ ખાનની ફિલ્મ 'જવાન'ની રીલીઝિંગ ડેટ જાહેર, જાણો અહિં
- અર્જુન કપૂર મલાઈકા અરોરા સાથે સેલ્ફી લેતા જોવા મળ્યો, યુરોપ ટ્રીપની ક્લાસિક તસવીર
કેટરિના કૈફનો વર્કફ્રન્ટ: આ 'જી લે ઝરા' ફરહાન અખ્તર દ્વારા નિર્દેશિત ફિલ્મ 'ઝિંદગી ના મિલેગી દોબારા'નું ફિમેલ વર્ઝન છે. જેમાં રિતિક રોશન, ફરહાન અખ્તર અને અભય દેઓલે શાનદાર અભિનય કર્યો હતો. આ દરમિયાન એવું પણ જાણવા મળ્યું છે કે, કેટરીના કૈફે તેની ફિલ્મ મેરી ક્રિસમસનું શૂટિંગ પૂર્ણ કરી લીધું છે. કેટરિના કૈફ આ વર્ષના અંતમાં ફિલ્મ 'ટાઇગર 3'માં સલમાન ખાન સાથે જોવા મળશે. આ ફિલ્મ આ વર્ષે દિવાળીના અવસર પર રિલીઝ થવા જઈ રહી છે.