ETV Bharat / entertainment

Kangana Ranaut Birthday: કંગના રનૌતે જન્મદિવસ પર આપ્યો સંદેશ, માતાપિતાને વ્યક્ત કર્યો આભાર - કંગના રનૌતનો નવો વીડિયો

બોલિવૂડની ફેમસ અભિનેત્રી અને ઝાંસી કી રાની તરીકે પ્રખ્યાત થયેલી કંગના રનૌતનો આજે જન્મ દિવસ છે. આ અવસર પર તેમણે સંદેશ પાઠવીતી પોસ્ટ સોશિયલ મીડિયા પર શેર કરી છે. આ પોસ્ટમાં તેમણે માતાપિાતા સહિત આ લોકોનો આભારા વ્યક્ત કર્યો છે.

Kangana Ranaut Birthday: કંગના રનૌતે જન્મદિવસ પર આપ્યો હાર્દિક સંદેશ, માતાપિતાને વ્યક્ત કર્યો આભાર

author img

By

Published : Mar 23, 2023, 1:25 PM IST

મુંબઈઃ કંગના રનૌત બોલિવૂડના સૌથી લોકપ્રિય ચહેરાઓમાંથી એક છે. તેણે પોતાના દમ પર ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાની ઓળખ બનાવી છે. બોલિવૂડની 'ઝાંસી કી રાની' ફિલ્મમાં મહત્ત્વની ભૂૂમિકા ભજવનાર કંગના રનૌત આજે તારીખ 23 માર્ચે પોતાનો 36મો જન્મદિવસ ઉજવી રહી છે. આ ખાસ અવસર પર તેણે સોશિયલ મીડિયા પર સંદેશ આપતો એક વીડિયો શેર કર્યો છે, જેમાં તેણે તેના માતા-પિતાનો આભાર વ્યક્ત કર્યો છે.

આ પણ વાંચો: Parineeti Chopra: પરિણીતી ચોપરા Aap નેતા રાઘવ ચઢ્ઢાને ડેટ કરી રહી છે, જુઓ અહિં તસવીર

અભિનેત્રીએ પાઠવ્યો સંદેશ: વીડિયોમાં કંગનાએ કહ્યું કે, 'આજે મારા જન્મદિવસના અવસર પર હું મારા માતાપિતા, કુલ દેવી, સદગુરુ, ચાહકોનો આભાર વ્યક્ત કરું છું. આ સાથે, હું મારા ટીકાકારો, દુશ્મનો સહિત તે તમામ લોકોનો આભાર વ્યક્ત કરવા માંગુ છું, જેમણે મને ક્યારેય સફળ થવાનો અનુભવ ન થવા દીધો. મને હંમેશા લડતા શીખવ્યું. કેવી રીતે આગળ વધવું તે શીખવ્યું. હું તેમનો પણ સદાકાળ આભારી છું. મારો સાદો સ્વભાવ છે. વિચાર સરળ છે. સાદું વર્તન. હું ઘણી વાર નફા અને નુકસાનમાંથી ઊઠીને એ જ પ્રકારનું વર્તન રાખવાનો પ્રયત્ન કરું છું, જે ભવિષ્ય માટે સારું હોય. જો આના કારણે કોઈને દુઃખ થયું હોય તો હું તે લોકોની માફી માંગવા માંગુ છું. મને લાગે છે કે, મારું જીવન ખૂબ જ ભાગ્યશાળી છે. મારા દિલમાં કોઈ માટે કોઈ દ્વેષ નથી. જય શ્રીકૃષ્ણ.

આ પણ વાંચો: Naatu Naatu Dance: ક્વિક સ્ટાઈલે 'નાટુ નાટુ' ગીત પર કર્યો જોરદાર ડાન્સ, જુઓ વીડિયો

કંગના રનૌતનો જન્મદિવસ: કંગનાએ તેમના જન્મદિવસ પર એક સુંદર ઇમોજી સાથે ઇન્સ્ટાગ્રામ પર એક વિડિયો પોસ્ટ કર્યો છે. જેમાં લખ્યું છે કે, 'આજે મારો જન્મદિવસ છે, મારા હૃદયનો સંદેશ.' વીડિયોમાં બોલિવૂડની 'ક્વીન' દેશી લુકમાં જોવા મળી રહી છે. આ ખાસ અવસર પર કંગનાએ ગ્રીન અને પર્પલ કલરની સાડી પસંદ કરી છે. તેણે આ સાડી સાથે ગોલ્ડન હેવી નેકલેસ, ઝુમકા અને બ્રેસલેટ પહેર્યા છે. કંગનાએ લાઇટ મેકઅપ સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.