ETV Bharat / entertainment

Jr NTR Cousin Cardiac Attack : RRRના એક્ટર જુનિયર NTRના પિતરાઈ ભાઈને આવ્યો હાર્ટ એટેક - નંદમુરી તારકા રત્ન કાર્ડિયાક એટેક

RRR ફેમ એક્ટર જુનિયર NTRના પિતરાઈ ભાઈ (junior ntr cousin) અને અભિનેતા નંદામુરી તારકને હાર્ટ એટેક આવ્યો (nandamuri taraka ratna cardiac arrest) છે. તેઓ એક રાજકીય રેલીમાં હાજરી આપવા ગયા હતા. જાણો અભિનેતાની તબિયત હવે કેવી છે. NTR અને રામ ચરણ સ્ટારર ફિલ્મ RRR આ તારીખ 25 માર્ચે 2022માં રિલીઝ થઈ હતી, જેણે આખી દુનિયામાં ખળભળાટ મચાવ્યો હતો.

Jr NTR Cousin Cardiac Attack : RRRના એક્ટર જુનિયર NTRના પિતરાઈ ભાઈને આવ્યો હાર્ટ એટેક

author img

By

Published : Jan 28, 2023, 2:47 PM IST

હૈદરાબાદ: ગોલ્ડન ગ્લોબ એવોર્ડ અને ક્રિટીક્સ ચોઈસ એવોર્ડ 2023 વિજેતા સાઉથની મેગા બ્લોકબસ્ટર ફિલ્મ RRR ફેમ એક્ટર જુનિયર NTRના ઘરે મોટા સમાચાર આવ્યા છે. અભિનેતાના પિતરાઈ ભાઈ અને અભિનેતા નંદામુરી તારક રત્નને હાર્ટ એટેક આવ્યો હતો. તારકની તબિયત બગડતાની સાથે જ રેલીમાં હોબાળો મચી ગયો હતો. આ દરમિયાન તેમને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. હાલમાં અભિનેતાની હાલત સ્થિર હોવાનું કહેવાય છે.

આ પણ વાંચો: Highest Paid South Actors : જાણો તમારા ફેવરિટ સાઉથ એક્ટર્સ કેટલી ફી લે છે

રાજકીય રેલીમાં હાર્ટ એટેક: નોંધનીય છે કે શુક્રવારે તારીખ જાન્યુઆરીએ આંધ્ર પ્રદેશમાં ચિત્તૂર જિલ્લના કુપ્પલમાં એક રાજકીય રેલીમાં હાજરી આપી હતી. આ રેલીમાં તેઓ અચાનક બેફાન થઈ ગયા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આંધ્ર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુના પુત્ર નારા લોકેશ લેરીનું નેતૃત્વ કરી રહ્યાં હતા. નોંધનિય છે કે, આ રેલીમાં જતા પહેલા નંદામુરી તારકે લક્ષ્મીપુરમ શ્રી વરદરાજા સ્વામી મંદીરમાં પૂજા અર્ચના કરી હતી. આ ઉપરાંત તેઓ એક મસ્જિદમાં પણ ગયા હતા. આ દરમિયાન ભીડમાંથી આવતાં તેઓ બોહોશ થઈ ગયા હતા.

અભિનેતાની તબિયતની માહિતી: અભિનેતાની સારવાર કરી રહેલા ડૉક્ટરોનું કહેવું છે કે, અભિનેતાને બને તેટલી વહેલા તકે બેંગ્લોર ખાતે દાખલ કરવા જોઈએ. પરંતુ અભિનેતાના પરિવારના સભ્યોને ચિંતા હતી કે તેમને રોડ અથવા એરલિફ્ટ દ્વારા લઈ જવામાં આવે. જોકે, અભિનેતાની તબિયતની અપડેટ આપતી વખતે સંબંધીઓએ જણાવ્યું હતું કે, તેમની સ્થિતિ હજુ પણ સ્થિર છે. અભિનેતાના ચાહકો તેના ઝડપી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી રહ્યાં છે.

આ પણ વાંચો: Pathaan Box Office Collection Day 3: 'પઠાણ' 'બાહુબલી 2' અને 'kgf 2'નો આ રેકોર્ડ તોડી શક્યો નથી

નંદામુરી તારકનો વર્કફ્રન્ટ: નંદામુરીએ વર્ષ 2003માં પોતાના ફિલ્મી કરિયરની શરુઆત કરી હતા. તારકે તેલુગુ ફિલ્મ 'એકાટો નંબર કુરાડુ' થી ડેબ્યૂ કર્યં હતું. તેઓ 'રાજા છેઈ વેસ્થે', 'ભદ્રી રામુડુ' અને 'મનમનાથ' જેવી લોકપ્રિય ફિલ્મમાં દેાખાયા છે. તારક છેલ્લે વેબ સિરીઝ 9 અવર્સમાં જોવા મળ્યો હતો. NTR અને રામ ચરણ સ્ટારર ફિલ્મ RRR આ તારીખ 25 માર્ચે 2022માં રિલીઝ થઈ હતી, જેણે આખી દુનિયામાં ખળભળાટ મચાવ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.