મુંબઈઃ બોલિવુડ એક્શન હીરો જ્હોન અબ્રાહમની આગામી ફિલ્મ આવી રહી છે. તાજેતરમાં જ ફિલ્મ 'ધ ડિપ્લોમેટ'નું પોસ્ટર રિલીઝ કર્યું હતું. આ સાથે જ જ્હોને તેમની ફિલ્મની રિલીઝ ડેટ પણ જાહેર કરી હતી. 'નામ શબાના'નું દિગ્દર્શન કરનાર શિવમ નાયર દ્વારા દિગ્દર્શિત થનારી આ ફિલ્મ એક હાઈ-ઓક્ટેન ડ્રામા છે. જ્હોન અબ્રાહમે શાહરુખ ખાનની ફિલ્મ પઠાણમાં તુફાન મચાવી દીધું હતું. બોક્સ ઓફિસ પર 1000 કરોડથી વધુની કમાણી કરીને ઈતિહાસ રચી દિધો હતો જોવાનું રહ્યું કે, આગામી ફલ્મ કેવું પ્રદર્શન કરશે.
ધ ડિપ્લેમેટ પોસ્ટર રિલીઝ: જ્હોન દ્વારા ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલ પોસ્ટર એકદમ ઇન્ટેન્સ લાગે છે. પોસ્ટરમાં જ્હોન પોકેટમાં હાથ સાથે સૂટમાં જોવા મળે છે અને વિરુદ્ધ દિશામાં જોઈ રહ્યો છે. ફિલ્મના પોસ્ટર પર એક ક્વોટનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જે છે- 'સાચા હીરોને કોઈ હથિયારની જરૂર હોતી નથી'. પોસ્ટર શેર કરતી વખતે જ્હોને કેપ્શન લખ્યું, ''કેટલાક યુદ્ધો યુદ્ધના મેદાનની બહાર પણ લડવામાં આવે છે. નવા પ્રકારના હીરો માટે તૈયાર રહો. કારણ કે, હાઈ-ઓક્ટેન ડ્રામા 'ધ ડિપ્લોમેટ'ને રિલીઝ ડેટ મળી ગઈ છે.''
ફિલ્મના પ્રકાશનની તારીખ: આ ફિલ્મ તારીખ 11 જાન્યુઆરી 2024ના રોજ વિશ્વવ્યાપી રીલિઝ થશે અકલ્પનીય સત્ય ઘટના પર આધારિત 'ધ ડિપ્લોમેટ' શિવમ નાયર દ્વારા નિર્દેશિત છે. જેનું નિર્માણ ટી-સિરીઝ, જેએ એન્ટરટેઈનમેન્ટ, વાકાઓ ફિલ્મ્સ, ફોર્ચ્યુન પિક્ચર્સ, સીતા ફિલ્મ્સ દ્વારા કરવામાં આવ્યું છે અને રિતેશ શાહ દ્વારા લખવામાં આવ્યું છે. દરમિયાન જ્હોન અબ્રાહમ હાલમાં શર્વરી વાળા સાથે 'વેદા'નું શૂટિંગ કરી રહ્ય છે.