અમદાવાદ: ગુજરાતના હાસ્ય કલાકાર અને અભિનેતા સિદ્ધાર્થ રાંદેરિયા અભિનીત ફિલ્મ 'હું અને તું'નું ગીત 'જોબનિયુું' રિલીઝ થઈ ગયું છે. તારીખ 4 સપ્ટેમ્બરના રોજ સિદ્ધાર્થ રાંદેરિયાએ પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરીને ચાહકો સાથે વીડિયો સોન્ગ શેર કર્યું છે. સિદ્ધાર્થ રાંદેરિયાએ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરીને કેપ્શનમાં લખ્યું છે કે, ''ડોલી જશે બધા, હલી જશે બધા. કેમકે ઉડાડવા તમારી આંખોની નીંદર આવી ગયું છે, જોબનિયું.'' 'જોબનિયું' ગીત ઉમેશ બારોટના સ્વરમાં સાંભળવા મળે છે.
હું અને તું ફિલ્મનું ગીત જોબનિયું આઉટ: વીડિયો સોન્ગમાં સિદ્ધાર્થ રાંદેરિયા-સોનાલી લેલે અને પરિક્ષિત તામલિયા-પૂજા જોષીની શાનદાર કેમેસ્ટ્રી જોવા મળે છે. 'જોબનિયું' ગીતના અંતમાં સિદ્ધાર્થ રાંદેરિયા સોનાલી લેલે સાથે વાતચિત કરતા જોવા મળે છે, જેમાં રાંદેરિયા કહે છે કે, ''તુમ બહોત પસંદ હો મુજે. તુમ બહોત પસંદ હો મુજે. કારણ મત પૂછના. કારણ માલુમ નહીં મુજે.'' આ ગીતનું મ્યુઝિક કેદાર-ભાર્ગવ દ્વારા નિર્મિત છે અને ઉમેશ બારોટે ગાયું છે.
ફિલ્મની સ્ટારકાસ્ટ પર એક નજર: 'હું અને તું' ફિલ્મ પોનોર્મા સ્ટુડિયો પ્રેઝન્ટ્સ અને સિદ્ધાર્થ રાંદેરિયા પ્રોડક્શન દ્વારા નિર્મિત છે. નિર્માતાઓમાં કુમાર મંગત પાઠક અને અભિષેક પાઠક, સિદ્ધાર્થ રાંદેરિયા, ઈશાન રાંદેરિયા સામેલ છે. સહનિર્માતા સંજીવ જોષી, મુર્લીધર ચેતવાણી અને અનવીત રાંદેરિયા સામેલ છે. મનન સાગર દ્વારા નિર્મતિ 'હું અને તું' ફિલ્મમાં સિદ્ધાર્થ રાંદેરિયા, સોનાલી લેલે, પૂજા જોષી, પરિક્ષિત તામલિયા મુખ્ય ભૂકામાં છે. આ ફિલ્મ તારીખ 15 સપ્ટેમ્બરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.