ETV Bharat / entertainment

Atlee Priya Watch Jawan: નિર્દેશક એટલી કુમાર પત્ની પ્રિયા સાથે 'જવાન'નો પ્રથમ શો જોવા ગયા, તસવીર કરી શેર

જ્યારે ચાહકો 'જવાન'નો ફર્સ્ટ શો જોવા માટે કતારમાં ઉભા છે, ત્યારે દિગ્દર્શક એટલી કુમાર તેમની પત્ની પ્રિયા એટલી સાથે થિયેટરમાં ગયા છે. કારણ કે, શાહરુખ ખાનની હેડલાઈનવાળી ફિલ્મ આજે ખૂબ જ ધામધૂમ વચ્ચે બોક્સ ઓફિસ પર આવી રહી છે.

એટલી પત્ની પ્રિયા સાથે જવાનનો પ્રથમ શો જોવા ગયા

author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 7, 2023, 11:27 AM IST

હૈદરાબાદ: સુપરસ્ટાર શાહરુખ ખાનની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ 'જવાન' થિયેટરોમાં પ્રશંસકોના ભારે ઉત્સાહ વચ્ચે હિટ થઈ હતી. એક્શન થ્રિલર ફિલ્મના નિર્દેશક તમિલ ફિલ્મ નિર્માતા એટલી કુમાર છે. 'જવાન'નો ફર્સ્ટ ડે, ફર્સ્ટ શો જોવા માટે ચાહકો થિયેટરોમાં ઉમટી પડ્યા હતા. ત્યારે નિર્દેશક એટલી પણ તેમની ફિલ્મને મોટા પડદા પર જોવા માટે બહાર નીકળ્યા હતા. 'જવાન' કિંગ ખાનના રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટ દ્વારા નિર્મિત છે.

નિર્દેશક એટલી જવાનનો ફર્સ્ટ શો જોવા ગયા: ગુરુવારે વહેલી સવારે એટલી અને તેમની પત્ની પ્રિયા એટલીની એક તસવીર ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવી છે. આ દંપતી વ્હાઈટ ટી-શર્ટમાં ટ્વિન કરતા જોવા મળે છે અને તેના પર 'જવાન'ની છાપ છે. તેઓ ચેન્નઈ, તમિલનાડુમાં રોહિણી થિયેટરમાં જઈ રહ્યા હતા. ત્યારે આ કપલે કારમાં સેલ્ફી ક્લિક કરી હતી. ઈન્સ્ટાગ્રામ પર તસવીર શેર કરતા એટલીએ 'જવાન'ના પ્રથમ શોના માર્ગ પર ફિલ્મ નિર્માતાએ ''jawaanfever'', અને ''jawaanday'' જેવા હેશટેગ્સ સાથે પોસ્ટ સમાપ્ત કરી.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

નિર્દેશક એટલી વિશે જાણો: એટલી 'થેરી', 'મેર્સલ' અને 'બિગિલ' જેવી હિટ ફિલ્મો માટે જાણીતા છે, જેમાં થલાપતિ વિજય મુખ્ય ભૂમિકામાં છે. એટલી કોમર્શિયલ પોટબોઈલર્સ માટે જાણીતા છે. એટલી એ નિર્દેશક, લેખક અને નિર્માતા છે. શરુઆતમાં તેમણે 'એંથરિન' અને 'નાનબન' ફિલ્મોમાં કામ કર્યું હતું. આ ફિલ્મમાં તેમણે એસ. શંકરની સાથે સહાયક નિર્દેશક તરીકે કામ કર્યું હતું. એટલીએ 'રાજારાણી' ફિલ્મ સાથે નિર્દેશનની શરુઆત કરી હતી, જેના બદલ તેમને વિજય પુરસ્કાર દ્વારા સર્વશ્રેષ્ઠ ડેબ્યુ નિર્દેશકથી સન્માનિત કર્યા હતા.

જવાન ફિલ્મના કલાકારો: જવાનમાં તમિલ ઉદ્યોગની બે મોટી હસ્તીઓ, નયનતારા અને વિજય સેતુપતિ સામેલ છે. જ્યારે અન્ય કલાકારોમાં પ્રિયામણી, સાન્યા મલ્હોત્રા, સુનિલ ગ્રોવર, રિદ્ધિ ડોગરા અને દીપિકા પાદુકોણ સામેલ છે. નિર્માતાઓએ 'જવાન' અને સાઉથના સનસનાટીભર્યા સંગીતકારનું સંગીત આપવા માટે અનિરુદ્ધ રવિચંદરને સામેલ કર્યા હતા. કહેવાય છે કે, તારીખ 7 સપ્ટેમ્બરે સ્ક્રીનિંગ પર આવી રહેલી ફિલ્મ માટે પ્રભાવશાળી BGM અને આલ્બમ તૈયાર કર્યું હતું.

  1. Jawan Special Screening: રિતિક રોશન સહિત ઘણા સ્ટાર્સ 'જવાન'ના સ્પેશિયલ સ્ક્રીનિંગ માટે Yrf સ્ટુડિયો પહોંચ્યા
  2. Jawan Twitter Review: કિંગ ખાન સ્ટારર ફિલ્મ 'jawan'નો ટ્વીટર પર ક્રેઝ, દર્શકોએ આપી પ્રતિક્રિયા
  3. Jawan Fans Outside The Thatre: શાહરુખ ખાનના ચાહકોએ થિયેટરની બહાર 'જવાન'ની કરી ઉજવણી, કિંગ ખાને આભાર માન્યો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.