હૈદરાબાદ: સુપરસ્ટાર શાહરુખ ખાન સ્ટારર 'જવાને' તારીખ 7 સપ્ટેમ્બરે રિલીઝ થતાં જ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી હતી. તમિલ ફિલ્મ નિર્માતા એટલી કુમાર દ્વારા નિર્દેશિત એક્શન થ્રિલર 100 કરોડ, 200 કરોડ. 300 કરોડ, 400 કરોડ અને 500 કરોડનો આકડો પાર કરનારી સૌથી ઝડપી ફિલ્મ બની છે. શાહરુખ ખાન અને નયનતારા સ્ટારર 'જવાન'ના 19માં દિવસની કમાણીમાં તિવ્ર ઘટાડો થવાની શક્યતા છે.
જવાન 1000 કરોડની નજીક: ઈન્ડસ્ટ્રી ટ્રેકર સેકનિલ્કના પ્રારંભિક અંદાજે 'જવાન' ભારતમાં તેના ત્રીજા સોમવારે એટલે કે 19માં દિવસે 5 કરોડની કમાણી કરે તેવી શક્યતા છે. આ સાથે સ્થાનિક બજારમાં અંદાજિત કુલ 565.57 કરોડનું કલેક્શન થાય તેવી સંભાવના છે. 'જવાને' રવિવારે લગભગ 15 કરોડની કમાણી કરી હતી. 'જવાન' બે સપ્તાહ પુરા કર્યા બાદ હવે ત્રીજા સપ્તાહમાં ધીમી ગતિએ ચાલી રહી છે. શાહરુખ ખાનની 'જવાન' વિદેશમાં પણ ચાલી રહી છે. આ ફિલ્મ વિશ્વભરમાં 1000 કરોડ રુપિયાનો આકડો પાર કરી જશે. આ સાથે જ 'જવાન' 1000 કરોડના ક્લબમાં સામેલ થઈ જશે.
1000 કરોડનો આકડો પાર કરનાની 2 ફિલ્મ: કિંગ ખાન ઈતિહાસ રચવા જઈ રહ્યો છે. શાહરુખ ખાનની બે ફિલ્મ 'જવાન' અને 'પઠાણ' 1000 હજાર કરોડનો આકડો પાર કરનારી ફિલ્મ હશે. 'જવાન' એ SRK અને તેમની પત્ની ગૌરી ખાનના બેનર રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટ દ્વારા નિર્મિત ફિલ્મ છે, જે લગભગ 300 કરોડના બજેટમાં બની હતી. આ ફિલ્મમા સાઉથના બે સુપરસ્ટાર નયનતારા અને વિજય સેતુપતિ મુખ્ય ભૂમિકામાં છે. જ્યારે બોલિવુડ અભિનેત્રી દીપિકા પાદુકોણ અને સંજય દત્ત નાની ભૂમિકામાં જોવા મળે છે.
- Priyanka Ragneeti Wedding: પરિણીતી રાઘવના લગ્નમાં શા માટે ન આવી દેશી ગર્લ, મધુ ચોપરાએ કર્યો ખુલાસો
- Ragneeti Wedding Reception: લગ્ન બાદ પરિણીતી રાઘવના રિસેપ્શનની આવી તસવીર, મનીષ મલ્હોત્રા સાનિયા મિર્ઝાએ પાર્ટીને ચમકાવી
- Parineeti Raghav Wishes: અનુષ્કા શર્માથી લઈને કિયારા અડવાણી સહિત આ સેલેબ્સે પરિણીતી રાઘવને લગ્ન માટે પાઠવ્યા અભિનંદન