ETV Bharat / entertainment

ધ કાશ્મીર ફાઇલ્સ વિવાદ: ઇઝરાયેલના રાજદૂતે IFFI જ્યુરીના વડા પર લગાવી ફટકાર, અનુપમ ખેરે કાઢ્યો ગુસ્સો - વલ્ગર પ્રોપેગન્ડા

ઇઝરાયેલના રાજદૂતે તેમના વિવાદાસ્પદ નિવેદન માટે IFFI (53rd International Film Festival of India) જ્યુરીના વડા નાદવ લેપિડની નિંદા કરી (Condemnation of IFFI Jury Head Nadav Lapid) છે. આ સાથે જ ફિલ્મના લીડ એક્ટર અનુપમ ખેરે સોશિયલ મીડિયા પર પોતાનો ગુસ્સો ઠાલવ્યો છે.

ધ કાશ્મીર ફાઇલ્સ વિવાદ: ઇઝરાયેલના રાજદૂતે IFFI જ્યુરીના વડા પર લગાવી ફટકાર, અનુપમ ખેરે કાઢ્યો ગુસ્સો

author img

By

Published : Nov 29, 2022, 11:13 AM IST

નવી દિલ્હીઃ ફેમસ ફિલ્મમેકર વિવેક અગ્નિહોત્રીની ફેમસ ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ' ફરી એકવાર ચર્ચામાં આવી છે. ગોવામાં આયોજિત 53મા ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયા (53rd International Film Festival of India)ના જ્યુરી હેડ નાદવ લેપિડે (Condemnation of IFFI Jury Head Nadav Lapid) આ ફિલ્મને 'વલ્ગર પ્રોપેગન્ડા' (vulgar propaganda) ગણાવી છે. જે બાદ ભારતમાં ઈઝરાયલના રાજદૂત નાઓર ગિલોને તેમના નિવેદન માટે જ્યુરી હેડને ફટકાર લગાવી છે. રાજદૂતે નાદવના આ નિવેદનને અંગત ગણાવ્યું છે. તેણે કહ્યું છે કે, નાદવ લેપિડના નિવેદનથી તે શરમ અનુભવી રહ્યો છે.

  • “All of us were disturbed and shocked by the film #KashmirFiles, which felt to us as a propaganda vulgar movie, inappropriate for the artistic competitive section of such a prestigious film festival.” - IFFI Jury Head Nadav Lapid.

    Kudos to the Jury for calling a spade a spade 🙌 pic.twitter.com/YU6ddw4lQ1

    — Siddharth (@DearthOfSid) November 28, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ફિલ્મ ફેસ્ટિવલ સમારોહ: ગોવામાં આયોજિત 53મા ફિલ્મ ફેસ્ટિવલ સમારોહના સમાપન પર IFFI જ્યુરી હેડે 'ધ કાશ્મીર ફાઇલ્સ'ને 'અશ્લીલ પ્રચાર' ગણાવ્યો હતો. તેમણે કહ્યું, 'આવા ફિલ્મ ફેસ્ટિવલમાં આવી ફિલ્મ જોઈને મને આશ્ચર્ય થાય છે'. ફિલ્મ સ્ટાર અનુપમ ખેરે પણ IFFI જ્યુરીના નિવેદન પર પોતાની આકરી પ્રતિક્રિયા આપી છે. તેમણે ટ્વીટ કરીને જ્યુરીના વડા ઇઝરાયેલની ફિલ્મ મેકર લેપિડ પર નિશાન સાધ્યું છે. સાથે જ ફિલ્મ મેકર અશોક પંડિતે પણ તેમને કાશ્મીરીઓનું ઘોર અપમાન ગણાવ્યું છે.

અનુપમ ગુસ્સો ઠાલવ્યો: જ્યુરી હેડના આ નિવેદન પર અનુપમ ખેરે પોતાની સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું છે કે, 'જૂઠનું કદ ગમે તેટલું ઊંચું હોય. સત્યની સરખામણીમાં તે હંમેશા નાનું હોય છે.' હવે સોશિયલ મીડિયા પર પણ નાદવ લેપિડના વિવાદાસ્પદ નિવેદનનો વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને યુઝર્સ તેને સ્પષ્ટ શબ્દોમાં કહી રહ્યા છે. ફિલ્મ પ્રોડ્યુસર અશોક પંડિતે તેમના નિવેદનનો વિરોધ કર્યો છે. ફિલ્મમાં મહત્વની ભૂમિકામાં જોવા મળેલા અભિનેતા દર્શન કુમારે પણ કહ્યું હતું કે, 'આ ફિલ્મ અશ્લીલતા પર નથી, પરંતુ વાસ્તવિકતા પર છે.'

ફિલ્મ ક્યારે રિલીઝ થઈ: વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ' આ વર્ષે માર્ચમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર 250 કરોડથી વધુની કમાણી કરી હતી. આ ફિલ્મ બાદ હવે વિવેકે તેમની વધુ 2 ફિલ્મની જાહેરાત કરી છે. વિવેક હવે દિલ્હીના રમખાણો પર આધારિત ફિલ્મ 'ધ દિલ્હી ફાઇલ્સ' અને કોરોના મહામારી પર 'ધ વેક્સીન વોર' બનાવવાની તૈયારી કરી રહ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.