ઈમ્ફાલ: આજે તારીખ 15 ઓગસ્ટના રોજ સ્વતંત્રતા દિવસ છે. ત્યારે મણિપુરમાં સ્વતંત્રતા દિવસ પર 20 વર્ષથી પણ વધુ સમય પછી પહેલીવાર હિન્દી ફિલ્મ પ્રદર્શિત કરવામાં આવશે. આદિવાસી વિદ્યાર્થીઓના હમર સ્ટુડન્ટ એસોસિએશને મંગળવારે સાંજે ચુરાચંદપુરના રેંગરાઈ(લામ્કા) ખાતે હન્દી ફિલ્મનું પ્રદર્શન કરવાનું આયોજન કર્યું છે. HSAએ સોમવારે મોડી રાત્રે જાહેર કરવામાં આવેલા એક નિવેદનમાં જણાવ્યું હતુંકે, તેઓ દેશનાં સ્વતંત્રતા દિવસના અવસર પર મંગળવારે એક હિન્દી ફિલ્મ જાહેરમાં પ્રદર્શિત કરશે.
મણિપુરમાં હિન્દી ફિલ્મ બતાવવાની જાહેરાત: મણિપુરમાં હિન્દી ફિલ્મ વિશે નિવેદનમાં દાવો કરવામાં આવ્યો હતો કે, ''આતંકવાદી જૂથ યુનાઈટેડ નેશનલ લિબરેશન ફ્ર્ન્ટ/કાંગલેઈપાક કમ્યુનિસ્ટ પાર્ટીના કેડરો દ્વારા વર્ષ 2006માં 20થી વધુ હમર મહિલાઓની હત્યા કરી હતી અને સગીરો પર ક્રુર અત્યાચાર થયો હતો. કાયદો અને વ્યવસ્થા પુન:સ્થાપિત કરવાના ભારતીય સેનાના પ્રયાસોને સમર્થન આપવા અને ગ્રામવાસીઓને પાઠ શીખવવા માટેનો પ્રયાસ છે.''
સ્વતંત્રતા દિવસ પર 20 વર્ષ બાદ હિન્દી ફિલ્મ બતાવવામાં આવશે: આગળ વધુમાં જણાવવામાં આવ્યું હતું કે, ''સ્વતંત્રતા અને ન્યાય માટે અમારી લડાઈ ચાલુ રાખવાની પ્રતિજ્ઞામાં અમારી સાથે જોડાઓ.'' HSA એ વધુમાં કહ્યુ હતુ કે, ''મણિપુરમાં 20 વર્ષથી વધુ મયથી હિન્દી ફિલ્મો પર પ્રતિબંધ છે.અમે જાણીએ છીએ તે મુજબ, છેલ્લી ફિલ્મ જે જાહેરમાં પ્રદર્શિત કરવામાં આવી હતી, તે વર્ષ 1998માં 'કુછ કુછ હોતા હૈ' હતી. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ''અમે તે રાષ્ટ્રવાદી જૂથોથી અમારી આઝાદી જાહેર કરીશું.'' જોકે, હજુ સુધી મણિપુરમાં રિલીઝ થવા જઈ રહી હિન્દી ફિલ્મના નામની જાહેરાત કરવામાં આવી નથી.