ETV Bharat / entertainment

Huma qureshi: હુમા કુરેશીની બાયોપિક ફિલ્મ 'તરલા' OTT પ્લેટફોર્મ પર જોવા મળશે, જાણો રિલીઝ ડેટ

author img

By

Published : May 20, 2023, 1:13 PM IST

અભિનેત્રી હુમા કુરેશીની આગામી ફિલ્મ 'તરલા' ડાયરેક્ટ OTT પર રિલીઝ થઈ રહી છે. આ શેફ તરલા દલાલના જીવન પર આધારિત બાયોપિક ફિલ્મ છે. આ ફિલ્મમાં હુમા કુરેશી તરલા દલાલનું પાત્રમાં જોવા મળશે. હુમા કુરેશીની આગામી આવી રહેલી ફિલ્મ 'પૂજા મરી જાન' છે. આ સાથે OTT પ્લેટફોર્મ પર 'ધ કાશ્મિર ફાઈલ્સ'થી લઈને 'ગદર 2' સુધીની ઘણી ફિલ્મ રિલીજ થશે.

હુમા કુરેશીની બાયોપિક ફિલ્મ 'તરલા' OTT પ્લેટફોર્મ પર જોવા મળશે, જાણો રિલીઝ ડેટ

મુંબઈઃ હુમા કુરેશી અભિનીત 'તરલા' ડાયરેક્ટ OTT પર રિલીઝ થશે. આ ફિલ્મમાં હુમા શેફ તરલા દલાલનું પાત્ર ભજવતી જોવા મળશે. 'તરલા' OTT પ્લેટફોર્મ Zee5 પર રિલીઝ થશે. પરંતુ તે ક્યારે કરવામાં આવશે તે હજુ નક્કી કરવામાં આવ્યું નથી. તરલા દલાલ મુખ્યત્વે રસોઇયા હતા, આ સાથે તે ફૂડ રાઇટર, ગુજરાતી ફૂડના નિષ્ણાત હતા. તેણે તરલા દલાલ શો અને કુક ઈટ અપ વિથ તરલા જેવા શો પણ હોસ્ટ કર્યા હતા. શેફ તરલા દલાલને વર્ષ 2007માં ભારત સરકાર દ્વારા પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા.

હુમા કુરેશીની આગામી ફિલ્મ: આ ફિલ્મ પિયુષ ગુપ્તાએ ડિરેક્ટ કરી છે. ઉપરાંત રોની સ્ક્રુવાલા, અશ્વિની ઐયર તિવારી અને નિતેશ તિવારી તેના નિર્માતા છે. હુમાની આગામી ફિલ્મ વિશે વાત કરીએ તો, 'પૂજા મેરી જાન' આ વર્ષે રિલીઝ થશે, જેમાં હુમા મહત્વની ભૂમિકા ભજવશે. આ ફિલ્મમાં સની સિંહ અને સોનાલી સહગલ લીડ રોલમાં હશે. આ પહેલા હુમા રાજકુમાર રાવ સાથે 'મોનિકા ઓ માય ડાર્લિંગ' અને સોનાક્ષી સિંહા સાથે 'ડબલ એક્સેલ'માં જોવા મળી હતી.

આ પણ વાંચો:

  1. Amitabh Bachchan Arressted: બચ્ચન અરેસ્ટેડ, યુઝરે કહ્યું- આખરે પકડાઈ ગયો 'ડોન'
  2. P Khurrana passes away: આયુષ્માન ખુરાનાના પિતા પી. ખુરાનાનું નિધન, તાજેતરમાં જ હાર્ટ એટેક આવ્યો હતો
  3. The Kerala Story: Scમાં જીત બાદ મેકર્સે Cm મમતાને કરી વિનંતી, કહ્યું એક વાર ફિલ્મ જુઓ

Zee5 પર રિલીઝ થનારી ફિલ્મ: OTT પ્લેટફોર્મ Zee5 પર રિલીઝ થનારી 'સનફ્લાવર સીઝન 2', 'આમ આદમી ફેમિલી સીઝન 4', 'ધ કાશ્મીર ફાઇલ્સ અનરિપોર્ટેડ' જેવી ઓરિજનલ સિરીઝની સિક્વલ લાઇનઅપ્સ છે. આ સાથે મનોજ બાજપેયીની 'સિર્ફ એક બંદા કાફી હૈ' અને 'સાઇલેન્સ 2', પંકજ ત્રિપાઠીની 'કડક સિંહ', સની દેઓલ સ્ટારર 'ગદર 2' ડાયરેક્ટ ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ થનારી ફિલ્મોમાં સામેલ થશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.