હૈદરાબાદ: ગુજરાતના પ્રખ્યાત સિંગર જીગ્નેશ કવિરાજનું નવું ગુજરાતી ગીત રિલીઝ કરવામાં આવ્યું છે. આ ગીતના બોલ છે, 'કફન ના મળે તો દુપટ્ટો ઓઢાડી દેજો.' આ ગીત શ્રોતાઓને ખુબજ પસંદ આવી રહ્યું છે અને શ્રોતાઓ તરફથી જોરદાર પ્રતિસાદ મળી રહ્યો છે. એક્તા સ્ટુડિયો ઓફિસીયલ દ્વારા સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટમાં 'કફન ના મળે તો દુપટ્ટો ઓઢાડી દેજો' ગીત રિલીઝ કર્યાની માહિતી અને પોસ્ટર શેર કર્યું છે. આ ગીતના ગાયક છે જિગ્નેશ કવિરાજ. આ પોસ્ટ શેર કરીને કેપ્શનમાં લખ્યું છે કે, '1 ઓન ટ્રેન્ડિગ ફોર મ્યુઝિક'.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
નવું ગીત રિલીઝ: જીગ્નેશ કવિરાજે પણ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરી છે. પોસ્ટ શેર કરીને કેપ્શનમાં લખ્યું છે કે, 'આવી ગયુ છે મારુ નવું ગીત ''કફન ના મળે તો દુપટ્ટો ઓઢાડી દેજો.' આ દરમિયાન સ્વેતા સેને સોશિયલ મીડિયા પર આ પોસ્ટ શેર કરી છે. 'કફના મળે તો દુપટ્ટો ઓઢાડી દેજો' ગીતના ગાયક કલાકાર જિગ્નેશ કવિરાજ છે. આ દરમિયાન યુટ્યુબ પર એક્તા સાઉન્ડ ડિજીટલ દ્વારા 36 મિનીટનો એક શોર્ટ વીડિયો પણ રિલીઝ કર્યો છે, જેમાં જિગ્નેશ કવિરાજ સાથે ફેમસ એક્ટ્રેસ શ્વેતા સેન જોવા મળે છે.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ચાહકોની જોરદાર પ્રતિક્રિયા: જીગ્નેશ કવિરાજ દ્વારા શેર કરવામાં આવેલી પોસ્ટમાં ચાહકોએ કોમેન્ટ બોક્સમાં પ્રેમનો વરસાદ વરસાવ્યો છે. એક ચાહકે લખ્યું છે કે, 'અભિનંદન ભાઈ' બીજાએ લખ્યું છે કે, 'નાઈસ સોન્ગ બ્રો', ત્રીજાએ લખ્યું છે કે, 'કોન્ગ્રેચ્યુલેશન ન્યૂ સોન્ગ'. અન્ય યુઝર્સોએ હાર્ટ અને ફાયર ઈમોજીસ શેર કર્યા છે. જીગ્નેશ કવિરાજે અનેક ગુજરાતી ગીતો આપ્યા છે. જિગ્નેશ બારોટે પોતાના મધુર અવાજથી ચાહકોના દિલમાં આગ લગાવી છે.