ETV Bharat / entertainment

Box Office Collection Day 1: '3 એક્કા' ફિલ્મે બોક્સ ઓફિસ પર કર્યો ધડાકો, મલ્હાર ઠાકર-યશ સોનીની જોડી ચમકી - બોક્સ ઓફિસ કલેક્શન દિવસ 1

ગુજરાતી ફિલ્મ '3 એક્કા' ગઈ કાલે રિલીઝ થઈ હતી અને બીજી દિવસે ચાલી રહી છે. મલ્હાર ઠાકર સ્ટારર ફિલ્મે બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન કર્યું છે. '3 એક્કા'નું પ્રથમ દિવસનું બોક્સ ઓફિસ કલેક્શન સામે આવ્યું છે. ફિલ્મમાં મોટા કલાકારો મલ્હાર ઠાકર, એશા કંસારા, યશ સોની અને હિતુ કનોડિયા સામેલ છે.

'3 એક્કા' ફિલ્મે બોક્સ ઓફિસ પર કર્યો ધડાકો, મલ્હાર ઠાકર-યશ સોનીની જોડી ચમકી

author img

By ETV Bharat Gujarati Team

Published : Aug 26, 2023, 1:24 PM IST

અમદાવાદ: મલ્હાર ઠાકર અને યશ અભિનીત ફિલ્મ '3 એક્કા' ગઈકાલે એટલે કે, તારીખ 25 ઓગસ્ટના રોજ થિયેટોરમાં રિલીઝ કરવામાં આવી હતી. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ધડાકો કર્યો છે. થિયેટરોમાં દર્શકોને આકર્ષિત કરવામાં સફળ રહી છે. ફરી એક વાર મલ્હાર અને યશ સોનીનો જાદુ છવાઈ ગયો છે. '3 એક્કા' ફિલ્મ રિલીઝ થયાને આજે બીજા દિવસે ચાલી રહી છે.

જાણો પ્રથમ દિવસની કમાણી: એશા કંસારા સ્ટારર ફિલ્મ '3 એક્કા'નું પ્રથમ દિવસનું બોક્સ ઓફિસ કલેક્શન સામે આવ્ચું છે. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે. સેકનિલ્કના પ્રારંભિક આંદાજ મુજબ '3 એક્કા' ફિલ્મે તારીખ 25 ઓગસ્ટે ઓપનિંગ ડે પર લગભગ 1.00 કરોડ રુપિયા ઈન્ડિયા નેટ કમાણી કરી છે. શુક્રવારે '3 એક્કા' ફિલ્મની 32.18 ટકા ગુજરાતી ઓક્યુપેન્સી જોવા મળી હતી.

થિયેટરોમાં એક્યુપેન્સી: '3 એક્કા' દિવસ 1 ગુજરાતી (2D) થિયેટરોમાં ઓક્યુપેન્સીની વાત કરીએ તો, સવારના શોમાં 16.09 ટકા ઓક્યુપેન્સી, બપોરે 23.11 ટકા, સાંજે 25.69 ટકા અને રાત્રી દરમિયાન 63.84 ટકા ઓક્યુપેન્સી જોવા મળી હતી. સેકનિલ્કના અહેવાલ મુજબ, ક્ષેત્ર પ્રમાણે ગુજરાતી (2D) ઓક્યુપેન્સી જોઈએ તો, ગાંધીનગરમાં સૌથી વધુ 47.75 ટકા, અમદાવાદમાં 41.00 ટકા ઓક્યુપેન્સી જોવા મળી હતી. આ દરમિયાન ભાવનગરમાં 13.75 ટકા ઓક્યુપેન્સી જોવા મળી હતી. સુરત જેવા મોટા શહેરમાં 26.75 ટકા, જ્યારે ગુજરાત બહાર મુંબઈમાં 23.50 ટકા ઓક્યુપેન્સી જોવા મળી હતી.

જાણો કોણ છે કલાકારો: '3 એક્કા' ફિલ્મના સ્ટારકાસ્ટની વાત કરીઓ તો, મલ્હાર ઠાકર, યશ સોની, એશા કંસારા, મિત્રગઢવી અને ગુજરાતના જાણીતા કલાકાર હિતુ કનોડિયા પણ મહત્ત્વની ભૂમિકામાં જોવા મળે છે. બહુપ્રતિક્ષિત ફિલ્મ વિશાલ શાહ અને આનંદ પંડિત દ્વારા નિર્મિત છે, જ્યારે રાજેશ શર્મા ફિલ્મ નિર્દેશક છે. 'છેલ્લો દિવસ' ફિલ્મમાં મલ્હાર અને યશ સોનીએ ધમાલ માચાવી હતી. આ ફિલ્મથી તેમને ખુબ જ નામના મળી હતી. હવે ફરી એક વાર બોક્સ ઓફિસ પર પોતાનો જાદુ ચલાવવા માટે મોટા પડદા પર આવી ગયા છે.

  1. Gujarati Song Out: 'ભૂલી ગઈ દિલની રાણી', વિક્રમ ઠાકોરનું ગીત રિલીઝ થતા દર્શકોએ આપ્યો જોરદાર પ્રતિસાદ
  2. Dev Kohli Passes Away: ગીતકાર દેવ કોહલીનું નિધન, 81 વર્ષની વયે દુનિયાને અલવિદા કહ્યું
  3. Muzaffarnagar Incident: મુઝફ્ફરનગરની ઘટના પર પ્રકાશ રાજ, સ્વરા ભાસ્કર અને રેણુકા શહાણેની પ્રતિક્રિયા

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.