ન્યૂઝ ડેસ્ક : બોલિવૂડના 'બાદશાહ' શાહરૂખ ખાન લાંબા સમય બાદ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ફરી સક્રિય થયો છે. તે 'પઠાણ' અને 'ડંકી' ફિલ્મો માટે સખત મહેનત કરી રહ્યો છે. આ દરમિયાન શાહરૂખ ખાનની પત્ની ગૌરી ખાને શાહરૂખના ચાહકોને મોટા સમાચાર આપ્યા છે. ખરેખર ગૌરી ખાન (Gauri Khan) એક નવો શો લઈને આવી રહી છે. તેના શૂટની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર આવી છે. આ તસવીરોમાં તે બોલિવૂડ એક્ટ્રેસ જેકલીન ફર્નાન્ડીઝ (Jacqueline Fernandez) સાથે જોવા મળી રહી છે. ગૌરી ખાનની આ તસવીરો પરથી લાગે છે કે તેણે નવા શો માટે જેકલીન સાથે જોડી બનાવી છે.
આ પણ વાંચો: એક્ટર જુનિયર NTRએ તેના જન્મદિવસ પર 2 ફિલ્મો કરી લોન્ચ, જૂઓ વીડિયો
ગૌરી ખાને શેર કરી તસવીરો : ગૌરી ખાને સોશિયલ મીડિયા પર બે સુંદર તસવીરો શેર કરી હતી. આ તસવીરોમાં તે બોલિવૂડ એક્ટ્રેસ જેકલીન ફર્નાન્ડીઝ ઉભી જોવા મળી રહી છે. આ તસવીરોમાં જેકલીન ગ્રે ડ્રેસમાં જોવા મળી રહી છે, જ્યારે ગૌરી ખાને બ્લુ ડેનિમ સાથે સફેદ ટી-શર્ટ પર લાલ બ્લેઝર પહેર્યું છે. આ તસવીરો શેર કરતાં ગૌરી ખાને લખ્યું, 'લાઇટ.. કેમેરા.. એક્શન..! સુપર ફન અને એનર્જી સાથે નવા ઈન્ટીરીયર ડીઝાઈન શો માટે..' ગૌરી અને જેકલીને શો માટે આ ફોટો ઓપ કર્યો છે.
ગૌરી ખાન ફેમસ ઈન્ટિરિયર ડિઝાઈનર છે : ગૌરીની આ પોસ્ટ તેના મિત્રો અને બોલિવૂડ સેલેબ્સ દ્વારા પસંદ કરવામાં આવી છે. હવે ગૌરી ખાનની આ પોસ્ટ સંપૂર્ણપણે શું કહેવા માંગે છે... તે તો સમય આવશે ત્યારે જ ખબર પડશે. પરંતુ, એવું લાગે છે કે હવે ગૌરી ખાન પણ કેમેરાની સામે આવીને તેના ઈન્ટિરિયર ડિઝાઈનિંગ પ્રોજેક્ટ વિશે જણાવતી જોવા મળશે. ગૌરી ખાન ફેમસ ઈન્ટિરિયર ડિઝાઈનર છે. તેણે કરણ જોહર સહિત ઘણા બોલિવૂડ સ્ટાર્સ માટે ઈન્ટિરિયર ડિઝાઇન કર્યું છે. ગૌરીએ પણ જેકલીન માટે ઈન્ટીરીયર ડીઝાઈન કર્યા છે.
આ પણ વાંચો: રોહિત શેટ્ટી બન્યા આ કંપનીના બ્રાન્ડ એમ્બેસેડર, કહ્યું "હું ખૂબ જ ગર્વ અનુભવું છું"
'ડંકી' કોમેડી-ડ્રામા ફિલ્મ છે : શાહરૂખ ખાનના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે આ દિવસોમાં ફિલ્મ 'ડંકી'ને લઈને વધુ ચર્ચામાં છે. આ ફિલ્મને રાજકુમાર હિરાની ડિરેક્ટ કરી રહ્યા છે. સિનેમામાં આ પહેલીવાર છે જ્યારે '3 ઈડિયટ્સ' અને 'મુન્નાભાઈ MBBS' જેવી બ્લોકબસ્ટર ફિલ્મો કરી ચૂકેલા ડિરેક્ટર રાજકુમાર હિરાની અને શાહરૂખ ખાન સાથે કામ કરવા જઈ રહ્યા છે. 'ડંકી' એક કોમેડી-ડ્રામા ફિલ્મ છે, જેમાં શાહરૂખ એક સરદારના રોલમાં જોવા મળશે.