મુંબઈઃ ફિલ્મ 'ગંદી બાત' ફેમ અભિનેત્રી ગેહના વશિષ્ઠે ગુપ્ત રીતે લગ્ન કરી લીધા છે. અભિનેત્રી લાંબા સમયથી લાઈમલાઈટથી દૂર હતી અને હવે અચાનક નિકાહના સમાચારે સોશિયલ મીડિયા પર છવાઈ ગઈ છે. ગેહનાના અચાનક લગ્નના સમાચારે તેના ચાહકોમાં હલચલ મચાવી દીધી છે. ગેહનાએ એક્ટર ફૈઝાન અન્સારી સાથે લગ્ન કર્યા છે. ગેહનાની તસવીર પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ તસવીરમાં ગેહના અને ફૈઝાન લગ્ન કરતા જોવા મળી રહ્યા છે. જ્યારે ગેહના નિકાહ દરમિયાન લાલ જોડીમાં બેઠી છે, ત્યારે ફૈઝાન અન્સારીએ બ્લેક ટર્ટલનેક કોટ પહેર્યો છે.
!['ગંદી બાત' ફેમ અભિનેત્રી ગેહના વશિષ્ઠે એક્ટર ફૈઝાન અન્સારી સાથે લગ્ન કર્યા, તસવીર વાયરલ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/18719462_2.jpg)
ગેહના વશિષ્ઠના લગ્ન: મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કપલે હજુ સુધી તેમના લગ્નની પુષ્ટિ કરી નથી. વાયરલ થઈ રહેલી તસવીરોમાં જોવા મળી રહ્યું છે કે, ગેહના અને ફૈઝાન નિકાહનામા પર હસ્તાક્ષર કરી રહ્યાં છે. બંનેના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે, જેમાં કપલ વેડિંગ ડ્રેસમાં જોવા મળી રહ્યું છે. રિપોર્ટ્સ અનુસાર ગેહનાએ પોતાનો ધર્મ બદલીને ફૈઝાન સાથે લગ્ન કરી લીધા છે અને ઈસ્લામ કબૂલ કર્યો છે.
!['ગંદી બાત' ફેમ અભિનેત્રી ગેહના વશિષ્ઠે એક્ટર ફૈઝાન અન્સારી સાથે લગ્ન કર્યા, તસવીર વાયરલ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/18719462_1.jpg)
રાજ કુન્દ્રાના કેસમાં ગેહના: ગેહના વશિષ્ઠ ત્યારે ચર્ચામાં આવી જ્યારે શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાની પોર્ન વીડિયો બનાવવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રાજ કુન્દ્રાએ ગેહના સાથે ઘણી વાંધાજનક ફિલ્મો બનાવી છે અને તેના કારણે ગેહનાને પોલીસ કસ્ટડીમાં પણ લેવામાં આવ્યી હતી. ઉલ્લેખનીય છે કે, જ્યારે મુંબઈ પોલીસે પોર્નોગ્રાફી કેસમાં રાજ કુન્દ્રાની ધરપકડ કરી ત્યારે ગેહાના તેના સમર્થનમાં સામે આવી હતી.
વર્કફ્રન્ટ: ગેહના એક મોડલ અભિનેત્રી અને TV હોસ્ટ છે. ગેહનાએ વર્ષ 2012માં મિસ એશિયા બિકીનીનો ખિતાબ જીત્યો હતો. એકતા કપૂરની સિરીઝ ગંદી બાત સીઝન 3માં ગેહના ખૂબ જ બોલ્ડ અંદાજમાં જોવા મળી હતી. બીજી તરફ, ફૈઝાન અન્સારી વિશે વાત કરીએ તો તે અભિનેતા હોવાની સાથે સાથે સોશિયલ મીડિયા પ્રભાવક પણ છે. તેેઓ એમેઝોન મિની TV શો ડેટબાઝીમાં પણ સ્પર્ધક તરીકે જોવા મળ્યા હતા.