ETV Bharat / entertainment

Gadar 2 vs OMG 2 Collection: 16માં દિવસે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી, જાણો Gadar 2-OMG 2ની કુલ કમાણી - OMG 2 બોક્સ ઓફિસ કલેક્શન

તારીખ 11 ઓગસ્ટના રોજ રિલીઝ થયેલી શની દેઓલની 'ગદર 2' અને અક્ષય કુમારની 'OMG 2' 17માં દિવસે ચાલી રહી છે. સની દેઓલની ફિલ્મ 'ગદર 2'ને લઈને દર્શકોમાં જોરદાર ઉત્સાહ જોવા મળે છે. આ બંન્ને ફિલ્મનું 16માં દિવસનું બોક્સ ઓફિસ કલેક્શન સામે આવ્યું છે.

16માં દિવસે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી, જાણો Gadar 2-OMG 2ની કુલ કમાણી

author img

By ETV Bharat Gujarati Team

Published : Aug 27, 2023, 12:23 PM IST

મુંબઈ: શની દેઓલની 'ગદર 2' અને અક્ષય કુમારની ફિલ્મ 'OMG 2'એ ત્રીજા શનિવારે બોક્સ ઓફિસ કલેક્શનમાં વધારો જોવા મળ્યો હતો. તાજેતરમાં બોક્સ ઓફિસ પર 4 ફિલ્મની ટક્કર થઈ રહી છે, જેમાં સની દેઓલની 'ગદર 2', અક્ષય કુમારની 'OMG 2', રજનીકાંત સ્ટારર ફિલ્મ 'જેલર' અને આયુષ્મા ખુરાના અભિનીત ફિલ્મ 'ડ્રીમ ગર્લ 2' સામેલ છે. તો ચાલો જાણીએ કે 'ગદર 2' અને 'OMG 2' એ 16માં દિવસે બોક્સ ઓફિસ પર કેટલી કમાણી કરી ?

Gadar 2-OMG 2 ટક્કર: સની દેઓલની ગદર 2એ બોક્સ ઓફિસ પર તોફાન મચાવ્યું છે. અનિલ શર્મા નિર્દેશિત ફિલ્મ સિનેમાઘરોમાં રાજ કરી રહી છે. સની દેઓલ અને અમિષા પટેલના શાનદાર અભિનયની સાથે મનમોહક કહાનીએ દર્શકોને પ્રભાવિત કર્યા છે. બીજી બાજુ અક્ષય કુમારની સ્ટારર ફિલ્મ 'OMG 2' એ રિલીઝ થઈને વિતી ગયેલા દિવસની સરખામણીએ બેગણી કમાણી કરી છે.

ગદર 2 બોક્સ ઓફિસ કલેક્શન ડે 16: 'ગદર 2'એ બોક્સ ઓફિસ પર ઘણા રેકોર્ડ તોડ્યા છે. સની દેઓલ અને અમિષા પટેલ અને ઉત્કર્ષ શર્મા સ્ટારર ફિલ્મ બોક્સ ઓફિસ પર 450 કોરડના ક્લબમાં પ્રવેશ કરી ચૂકી છે. આ ફિલ્મે 15 દિવસમાં બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરી છે. આ ફિલ્મનું 15માં દિવસનું બોક્સ ઓફિસ પર 7.10 કરોડ રુપિયાની કમાણી કરી હતી અને પહેલીવાર 10 કરોડ રુપિયાથી નીચે જતું રહ્યું છે. 16માં દિવસે ફરીથી ડબલ ડિજીટમાં પહોંચી ગઈ છે. તરણ આદર્શના રિપોર્ટ્સ અનુસાર, તારીખ 26 ઓગસ્ટના રોજ 16માં દિવસે 13.75 કરોડ રુપિયાની કમાણી કરી છે. આ સાથે 'ગદર 2'નું કુલ બોક્સ ઓફિસ કલેક્શન 439.95 કરોડ રુપિયા થઈ ગયું છે.

OMG 2 બોક્સ ઓફિસ કલેક્શન ડે 16: સેકનિલ્કના અહેવાલ અનુસાર, અક્ષય કુમારની 'OMG 2' એ ભારતીમાં બોક્સ ઓફિસ પર 15માં દિવસે 1.80 કરોડ રુપિયાની કમાણી કરી છે. જ્યારે 16માં દિવસની કમાણીમાં વધારો જોઈ શકાય છે. આ ફિલ્મે 16માં દિવસે 3.25 કરોડ રુપિયાની કમાણી કરી છે. આ સાથે 'OMG 2' ની કુલ કમાણી 131.37 કરોડ રુપિયા થઈ ગઈ છે.

Gadar 2એ OMG 2ને પાછળ છોડી દીધી: 'ગદર 2' અને 'OMG 2' તારીખ 11 ઓગસ્ટના રોજ વર્લ્ડવાઈડ બોક્સ ઓફિસ પર રિલીઝ કરવામાં આવી હતી. સની દેઓલની ફિલ્મનું પ્રદર્શન શરુઆતથી જ સારું રહ્યું છે અને 'OMG 2' ને પાછળ છોડી દીધી છે. અક્ષય કુમારની ફિલ્મની કમાણી કરવાની ગતિ ખુબ જ ધીમી રહી છે. બોક્સ ઓફિસ પર રજનીકાંતની ફિલ્મ 'જેલર' હાહાકાર મચાવી રહી છે, ત્યારે હવે ચોથી ફિલ્મ આયુષ્માન ખુરાનાની 'ડ્રીમ ગર્લ 2'એ અન્ય ફિલ્મોને પ્રભાવિત કરી છે.

  1. Mahakal Temple: ફિલ્મ અભિનેત્રી પરિણીતી ચોપરા રાઘવ ચઢ્ઢા સાથે મહાકાલેશ્વરના દર્શનાર્થે પહોંચ્યા
  2. 3 Ekka Box Office Collection: મલ્હાર ઠાકર યશ સોનીએ દર્શકોને કર્યા પ્રભાવિત, જાણો '3 એક્કા' ફિલ્મની કમાણી
  3. Dream Girl 2 Collection Day 2: બોક્સ ઓફિસ પર પૂજાનો જાદુ, બીજા દિવસે આટલી કમાણી કરી

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.