અમૃતસર: બોલિવુડના અભિનેતા સની દેઓલ અને અમિષા પટેલે તેમની આગામી ફિલ્મ 'ગદર 2'ની રિલીઝ પહેલા પંજાબના અટારી-વાઘા બોર્ડરની મુલાકાત લીધી હતી. 22 વર્ષ પછી આ ફિલ્મમાં સકીના અલી સિંહનું પાત્ર ભજવતી અમિષાએ તેમના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં સની દેઓલ અને ઉદિત નારાયણ પણ સાથે જોવા મળે છે. આ દરમિયાન BSF જવાનોની ટીમ અને અટારી તરફની આખી બેર્ડર સાથે ઉભા જોવા મળે છે.
સની-અમિષા પહોંચ્યા વાઘા બોર્ડર: અમિષા પટેલે વીડિયો શેર કરીને લખ્યું છે કે, 'ગદર 2' ટીમ પ્રમોશન માટે ભારત અને પાકિસ્તાન વાઘા બોર્ડર પર છે. આ પહેલા અભિનેતા સની દેઓલે રીટ્રીટ સેરેમનીમાં પણ હાજરી આપી હતી. સની દેઓલે તેમના ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કર્યું, ''BSF જવાનો સાથે અટારી બોર્ડર પર રીટ્રીટ સેરેમનીના સાક્ષી બનવાનું સન્માન કરવામાં આવ્યુંં. હન્દુસ્તાન જિંદાબાદના જોરદાર નારાઓથી વાતાવરમ ગુંજી ઉઢ્યું. તે ઉર્જા અને ઉત્સાહ મને ગમ્યો.''
2001ની ગદર હીટ: ફિલ્મના ટ્રેલર અને ક્લાસિક ગદર ગીત 'મૈં નિકલા ગડ્ડી લેકે' ના નવા વર્ઝન પહેલાથી જ ચાહકોમાં ભારે ઉત્તેજના પેદા કરી ચૂક્યા છે. 'ગદર'નો પ્રથમ ભાગ 2001માં રિલીઝ થયો ત્યારે આ ફિલ્મ જબરદસ્ત હિટ રહી હતી. ગદર: એક પ્રેમ કથા બાદ 22 વર્ષ પછી ગદર 2 બની રહી છે. આ ફિલ્મ ભારત અને પાકિસ્તાનના વિભાજન પછીની ઘટનાઓ સાથે સંબંધિત છે.
ગદર 2ની સ્ટોરી: ફિલ્મની સ્ટોરીની શરુઆત વર્ષ 1951થી થશે. વર્ષ 1971ના બાંગલાદેશ લિબરેશન વોર, જે ત્રીજું ભારત-પાકિસ્તાનનું યુદ્ધ તરીકે પણ ઓળખવામાં આવે છે, આ ઘટના પર આધારિત ફિલ્મ છે. તારા સિંહ પોતાનો પુત્ર ચરણ સિંહ માટે પાકિસ્તાન જાય છે, જ્યાં ચરણ સિંહને પાકિસ્તાની સેના દ્વારા બંદી બનાવવામાં આવ્યો હોય છે.