હૈદરાબાદ: 'ગદર 2' ફિલ્મ તારીખ 11 ઓગસ્ટના રોજ મોટા પડદા પર રિલીઝ થઈ હતી. આ ફિલ્મે ઓપનિંગ ડે પર તોફાન મચાવ્યું હતું. આ ફિલ્મ હાલ ત્રીજા સપ્તાહમાં ચાલી રહી છે. ફિલ્મ 'ગદર 2' એ સૌથી ઝડપી 450 કરોડ કમાનારી ઈન્ડિયન ફિલ્મ ઈન્ટસ્ટ્રીની પ્રથમ ફિલ્મ બની ગઈ છે. આ સાથે 'ગદર 2'એ શાહરુખ ખાનની 1000 કરોડની કમાણી કરનારી ફિલ્મ 'પઠાણ' અને સાઉથની મેગા બ્લોકબસ્ટર ફિલ્મ 'બાહુબલી 2'ને પણ પાછળ છોડી દીધી છે. આ સાથે ફિલ્મ હવે 500 કરોડ કમાણી કરવાની નજીક પહોંચી ગઈ છે. ત્યારે 'ગદર 2'ના નિર્માતાઓએ ફિલ્મ રક્ષાબંધન અવસર પર મોટી જાહેરાત કરી છે.
ગદર 2 રક્ષાબંધન ઓફર: 'ગદર 2'ની સફળતા બાદ હવે ફિલ્મ નિર્માતાઓમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે. આ ખુશી વચ્ચે નિર્માતાઓએ દર્શકો માટે આગામી રક્ષાબંધન પર ભેટ આપી છે. 'ગદર 2' રક્ષાબંધન પર દર્શકોને ટિકિટની મોટી ઓફર આપી રહી છે. 'ગદર 2'ના નિર્માતાએ પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ગુડન્યૂઝ પોસ્ટ શેર કરીને કેપ્શનમાં લખ્યું છે કે, ''ઈસ રક્ષાબંધન, કિજયે પૂઅર પરિવાર કે લિયે કુછ ખાસ.'' આગળ વધુમાં લખ્યું છે કે, ''કોડનો ઉપયોગ કરીને બાય 2 ગેટ 2ની ચાલુ ઓફર હેઠળ ટિકિટ બુક કરો- ગદર 2. આ ઓફર 3જી સ્પેટમ્બર 2023ના રોજ સમાપ્ત થાય છે.'''
ગદર 2નું બોક્સ ઓફિસ કલેક્શન: 'ગદર 2'એ ત્રીજા સોમવારે તારીખ 28 ઓગસ્ટના રોજ 4.60 કરોડ રુપિયાનું કેલક્શન કર્યું છે. ફિલ્મનું 18 દિવસનું કુલ કલેક્શન 460.65 કરોડ રુપિયા થઈ ગયું છે. ફિલ્મે પ્રથમ સપ્તાહમાં 284.63 કરોડ રુપિયા, બીજા સપ્તાહમાં 134.47 કરોડ, ત્રીજા સપ્તાહમાં 15માં દિવસે 7.1 કોરડ, 16માં દિવસે 13.75 કરોડ અને 17માં દિવસે 16.1 કરોડ રુપિયાની કમાણી કરી છે. હવે કહેવામાં આવી રહ્યું છે કે, 19માં દિવસે પ્રારંભિક અંદાજ મુજબ, 4.70 કરોડ રુપિયાનું કલેક્શન કરશે.