ન્યૂઝ ડેસ્ક : ફિલ્મ નિર્માતા જેજે અબ્રામ્સની (Filmmaker JJ Abrams) પ્રોડક્શન કંપની 'બેડ રોબર્ટ' ના બેનર હેઠળ 'હોટ વ્હીલ્સ' પર આધારિત (Hot Wheels Film) ફિલ્મનું નિર્માણ કરવામાં આવશે. 'હોટ વ્હીલ્સ' એક પ્રખ્યાત 'ટોય કાર' બ્રાન્ડ છે.
આ પણ વાંચો : રાખી સાવંતે 'આદિવાસી આઉટફિટ' પર એવુ તે શુ કહ્યું કે, આદિવાસી મહિલાઓએ FIR નોંધવાની કરી માગ
ફિલ્મની વાર્તાને લઈને - 'વેરાયટી'ના સમાચાર અનુસાર, 54 વર્ષ જૂની બ્રાન્ડની સૌથી લક્ઝુરિયસ, આધુનિક વાહનો, 'મોન્સ્ટર ટ્રક' (Monster Truck) અને મોટરસાયકલ ફિલ્મમાં જોવા મળશે. ફિલ્મની વાર્તા સાથે જોડાયેલી અન્ય માહિતી હજુ સુધી શેર કરવામાં આવી નથી.
આ પણ વાંચો : Desperately Seeking Shah Rukh : લેખિકાને મળી કિંગ ખાને મહિલાઓ અંગે લખી નોંધ, જાણીને થઈ જશે ગર્વ
'હૉટ વ્હીલ્સ' ઘર-ઘરમાં જાણીતું - 'હૉટ વ્હીલ્સ' વિશ્વભરમાં ઘર-ઘરમાં જાણીતું બન્યું તે પહેલાં, તે ઇલિયટ હેન્ડલરનું સ્વપ્ન હતું. જેમણે તેના સધર્ન કેલિફોર્નિયાના ઘરના ગેરેજમાં રમકડાની કાર બનાવી, 'બેડ રોબર્ટ'ના વડા (Hannah Minghela, Head of Bed Robert) હેન્ના મિંગહેલાએ જણાવ્યું હતું. આ ઉપરાંત એવું પણ જણાવ્યું કે, અમે આ ફિલ્મમાં એવી જ કલ્પના, જુસ્સો અને જોખમ ઉઠાવવાની ભાવના બતાવવા માંગીએ છીએ.