હૈદરાબાદ: બોલિવુડ ફિલ્મ ઉદ્યોગમાં ઘણા કલાકારાએ મહત્ત્વનું યોગદાન આપ્યું છે. એવા કાલાકાર ગરુ દત્તની આજે જન્મજયંતી છે. ફિલ્મ ઉદ્યોગમાં તેઓ પોતાની સુંગધ ફેલાવી ગયા. આજે પણ લોકો આ કલાકાર યાદ કરે છે. તો ચાલો આ પ્રસંગે આપણે 50 થી 60 ના દાયકાના પ્રખ્યાત કાલાકાર એવા ગુરુ દત્તની વાત કરીએ. ગુરુ દત્તે ફિલ્મ ક્ષેત્રે નિર્દેશક અને અભિનેતા તરીકે કામ કર્યું છે. આ કાલકારે ફિલ્મ ઉદ્યોગમાં ઈતિહાસ સર્જ્યો છે. આજના દિને તેમની ફિલ્મની સફર વિશે વાતો કરીએ.
અભિનેતાનો જન્મ: તારીખ 9 જુલાઈ 1925માં કર્ણાટક રાજ્યના પાદુકોણમાં ગુરુ દત્તનો જન્મ થયો હતો. ગુરુ દત્તનું મૂળ નામ વસંત કુમાર શિવશંકર પાદુકોણ છે. પરંતુ તેઓ નાના હતા ત્યારે તેમનું નામ બદલીને ગુરુત્ત પાદુકોણ રાખવામાં આવ્યું હતું. તેમના પિતાનું નામ શિવશંકર પાદુકોણ છે અને માતાનું નામ વાસંતી છે. ગુરુ દત્તના બણપણનો ઉછેર કોલકત્તામાં થયો હતો.
અભિનેતાની કારકિર્દી: ગુરુ દત્તે અલ્મોડામાં ઉદય શંકરની નૃત્ય અને કોરિયોગ્રાફીની સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો. ત્યાર બાદ તેમણે કોલકત્તામાં ટેલિફોન ઓપરેટરની નોકરી કરી હતી. દત્તે અભિનયની શરુઆત વર્ષ 1945માં 'લખરાણી'થી કરી હતી. ત્યાર પછી દત્તે ફ્રિલાન્સ સહાયકની નોકરી કરી હતી. તેઓએ અંગ્રેજી ભાષાના સામયિકમાં પણ કામ કર્યું હતું, જેમાં તેમણે 'ધ ઈલસ્ટ્રેટેડ વીકલી ઑફ ઈન્ડિયા' માટે ટુંકી વર્તાઓ લખી હતી.
દિગ્દર્શક તરીકેની શરુઆત: દેત્તે બોમ્બેમાં દેવ આનંદ સાથે કામ કર્યું હતું, જેને પગલે દેવ આનંદે દત્તને ડિરેક્ટર તરીકેની નોકરીની ઓફર કરી હતી. આ સાથે તેમણે ફિલ્મ ઉદ્યોગમાં કામ કરવાનું શરુઆત કરી હતું. આનંદ અને દત્તે સાથે મળીને એક ખુબજ સુપર હિટ ફિલ્મ પણ બનાવી હતી. વર્ષ 1951ની ફિલ્મ 'બાઝી' સાથે દત્તે દિગ્દર્શક તરીકેની શરુઆત કરી હતી.
દત્તની બ્લોકબસ્ટર ફિલ્મ: વર્ષ 1954માં તેમની 'આર પાર' ફિલ્મ હિટ બની હતી. ત્યાર પછી તેમણે એકથી વધુ ફિલ્મ બનાવવાનું ચાલું રાખ્યું હતું અને બીજી ફિલ્મ 'મિસ્ટર એન્ડ મિસિસ 55'માં મધુબાલા સાથે કામ કર્યું હતું. ત્યાર બાદ 'સેયલાબ' અને 'પ્યાસા' ફિલ્મ મુખ્ય છે. ગુરુ દત્તે આમાંથી 3 ફિલ્મમાં મુખ્ય ભૂમિકા નિભાવી હતી. ગુરુ દત્તનું અસવાન તારીખ 10 ઓક્ટોમ્બર 1964માં થયું હતું.