ETV Bharat / entertainment

Farrey Teaser Releases: ફિલ્મ 'ફર્રે'થી સલમાન ખાને ભત્રીજી અલીજેહને બોલિવુડમાં લોન્ચ કરી, જુઓ ટીઝર - ફર્રેનું ટીઝર

સલમાન ખાને ભત્રીજી અલીજેહ અગ્નિહોત્રીને ફિલ્મ 'ફર્રે' સાથે બોલિવુડમાં લોન્ચ કરી છે. આ દરમિયાન સલમાન ખાને પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ અને X એકાઉન્ટ પર ફિલ્મનું ટીઝર ચાહકો સાથે શેર કર્યું છે. આ ફિલ્મની સ્ટોરી અને સ્ટારકાસ્ટ જાણવા માટે આગળ વાંચો.

ફર્રેથી સલમાન ખાને પોતાની ભત્રીજી અલીજેહને બોલિવુડમાં લોન્ચ કરી, જુઓ ટીઝર

author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 25, 2023, 5:42 PM IST

હૈદરાબાદ: છેલ્લા કેટલાક દિવસોથી બોલિવુડમાં સલમાન ખાનથી લઈને અન્ય ઘણા મોટા સ્ટાર્સે 'ફર્રે' નામની પોસ્ટ શેર કરીને બધાને આશ્ચર્યચકિત કરી દીધી હતા. આજે તારીખ 25 સપ્ટેમ્બરના રોજ 'ફર્રે' પરથી પડદો હટી ગયો છે. ખરેખર સલમાન ખાને તેમની ભત્રીજી અલીજેહને બોલિવુડમાં લોન્ચ કરી છે. સલમાન ખાનની ભત્રીજી અલીજેહ ફિલ્મ 'ફર્રે'થી બોલિવુડમાં એન્ટ્રી કરવા જઈ રહી છે. આજે સલમાન ખાને તેનું ટીઝર રિલીઝ કર્યું છે. સલમાને પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરીને માહિતી આપી છે. આ ફિલ્મ શાળાના શિક્ષણ અને પરિક્ષાઓ સાથે સંબંધિત છે.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

જુઓ કેવું છે ટીઝર: સલમાન ખાને તેમની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર ફિલ્મ 'ફર્રે'ની યુટ્યુબ લિંક શેર કરી છે. 'ફર્રે'નું 47 સેકન્ડનું ટીઝર સ્પષ્ટ કરે છે કે, આ ફિલ્મ પરિક્ષામાં કોપી કરવા પર આધારિત ફિલ્મ છે. આ એક થ્રિલર ફિલ્મ છે, જેમાં અલીજેહ એક વિદ્યાર્થીની ભૂમિકામાં છે. અલીજેહ પરિક્ષામાં કોપી કરતી જોવા મળે છે. સલમાન ખાન પ્રોડક્શન હાઉસના બેનર હેઠળ આ ફિલ્મનું નિર્દેશન સોમેન્દ્ર પઢીએ કર્યું છે.

સલમાન ખાને ટીઝર ચાહકો સાથે શેર કર્યું: સલમાન ખાને ઈન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર ફિલ્મનું ટીઝર ચાહકો સાથે શેર કર્યું છે. ટીઝર શેર કરીને કેપ્શનમાં લખ્યું છે કે, ''હું આ એક શબ્દ વિશે વાત કરી રહ્યો છું. તમે શું વિચાર્યું, ફર્રેનું ટીઝર તમારી સામે છે.'' ફિલ્મની સ્ટારકાસ્ટની વાત કરીએ તો, સાહિલ મહેતા, રોનિત બોસ રોય, જુહી બબ્બર, જેન શૉ અને નવીન યરનેની સામેલ છે. આ ફિલ્મ તારીખ 24 નવેમ્બરે રિલીઝ થવા જઈ રહી છે.

  1. Parineeti Raghav Wishes: અનુષ્કા શર્માથી લઈને કિયારા અડવાણી સહિત આ સેલેબ્સે પરિણીતી-રાઘવને લગ્ન માટે પાઠવ્યા અભિનંદન
  2. Jawan Box Office Collection: વૈશ્વિક સ્તરે 'જવાન' 1000 કરોડની નજીક, ભારતમાં 66 ટકા ઘટાડો થવાની શક્યતા
  3. Mission Raniganj Trailer: અક્ષય કુમાર પરિણીતી ચોપરા સ્ટારર ફિલ્મ 'મિશન રાણીગંજ'નું ટ્રેલર આઉટ, જુઓ અહીં

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.