શિકાગોઃ હોલિવૂડની પ્રખ્યાત અભિનેત્રી રેકલ વેલ્ચનું તારીખ 15 ફેબ્રુઆરીના રોજ સવારે અવસાન થયુ હતું. તેમણે 82 વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા હતા. જેમણે હોલિવૂડની હિટ ફિલ્મમાં કામ કર્યું છે. આ ઉપરાંત તેમણે ફિલ્મમાં કામ કરવા માટે પ્રેરણા પુરી પાડી છે. આ દરમિયાન બોલિવૂડની અભિનેત્રી કરીના કપૂર ખાને તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. તેમણે શોક વ્યકત્ કરતી પોસ્ટ સોશિયલ મીડિયા પર શેર કરી છે.
આ પણ વાંચો: Pathaan Ticket Cheaper: 'પઠાણ'ની ટિકિટ માત્ર 110માં, બોક્સ ઓફિસ પર 500 Cr.નું કલેક્શન
અભિનેત્રી રકેલ વેલ્ચનું નિધન: અમેરિકન અભિનેત્રી રેકલ વેલ્ચના મેનેજરે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ''આ મહાન કલાકારનું બુધવારે સવારે વય સંબંધિત સ્વાસ્થ્ય બિમારીઓને કારણે અવસાન થયું હતું. અમેરિકન એક્ટ્રેસ રેકલ વેલ્ચ વર્ષ 1960ના દાયકામાં ઈન્ટરનેશનલ સેક્સ સિમ્બોલ તરીકે જાણીતી છે. તેણીને વર્ષ 1966ની ફિલ્મ વન મિલિયન યર્સ 'બીસી'માં બિકીની પહેરેલી ગુફામાં મહિલા તરીકેની ભૂમિકા માટે સૌથી વધુ યાદ કરવામાં આવે છે.
કરીના કપૂરે વ્યક્ત કર્યો શોક: અમેરિકન અભિનેત્રી રેકલ વેલ્ચનું 82 વર્ષની વયે નિધન થયું છે. કરીના કપૂરે હોલીવુડ ફિલ્મોના આ મોટા કલાકારના નિધન પર શોક વ્યક્ત કરતી તસવીર શેર કરી છે. અમેરિકન અભિનેત્રી રેકલ વેલ્ચ એક એક્શન હિરોઈન તરીકે જાણીતી હતી. જેણે અન્ય અભિનેત્રીઓને એક્શન ફિલ્મમાં કામ કરવા માટે પ્રેરણા આપી હતી.
રેકલ વેલ્ચની ફિલ્મમાં ભૂમિકા: વર્ષ 1968માં તેણે 'લેડી ઇન સિમેન્ટ'માં ફ્રેન્ક સિનાત્રા સાથે કિટ ફોરેસ્ટની ભૂમિકા ભજવી હતી. વેલ્ચે વર્ષ 1970ની કોમેડી અને ડ્રામા માયરા બ્રેકિનરિજમાં ટ્રાન્સજેન્ડર સ્ટારની ભૂમિકા પણ ભજવી હતી, જે હિટ સાબિત થઈ હતી. આ સિવાય વર્ષ 1996માં દિવંગત અભિનેત્રીને 'હોલીવુડ વોક ઓફ ફેમ' પર સ્ટારનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.
આ પણ વાંચો:Daugter Raha Kapoor: આલિયા ભટ્ટે શેર કરી દિકરીની પ્રથમ ઝલક, યુઝરે કર્યો સવાલ
અમેરિકન અભિનેત્રી રેકલ વેલ્ચે પણ વર્ષ 1974ની ધ થ્રી મસ્કેટિયર્સમાં તેની ભૂમિકા માટે ગોલ્ડન ગ્લોબ એવોર્ડ જીત્યો હતો. રેકલ વેલ્ચનો જન્મ વર્ષ 1940માં થયો હતો અને તે કેલિફોર્નિયામાં મોટી થઈ હતી. જ્યાં તેણીએ કિશોરવયની સૌંદર્ય સ્પર્ધા પણ જીતી હતી અને બાદમાં સ્થાનિક હવામાન આગાહીકાર તરીકે કામ કર્યું હતું. સ્વર્ગસ્થ બ્રિટિશ રાણી એલિઝાબેથ રોયલ ફિલ્મ પરફોર્મન્સ દરમિયાન રકલને મળ્યા હતા. વિયેતનામના ડા નાંગમાં યુએસ આર્મી માટે બોબ હોપ શો દરમિયાન સ્ટેજ પર સૈનિકોના જૂથ સાથે વેલ્ચે જોરદાર ડાન્સ પણ કર્યો હતો.