હૈદરાબાદ: ગુજરાતની પ્રખ્યાત ગાયક કલાકાર કિંજલ દવેનો એક વીડિયો શોશિયલ મીડિયા પર ખુબજ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોઈ ચાહકો અને દર્શકો જોરદાર કોમન્ટ કરી રહ્યાં છે. વીડિયોમાં કિંજલ દવેએ 'મોરબની થનગાટ કરે' ગીત ગાઈને ગઈકાલે રમાયેલી IPLમાં મહેફિલ લૂંટી હતી. કિંજલ દવે દ્વારા ગાવામાં આવેલા ગીતથી આખુ ક્રિકેટ ગ્રાઉન્ડ ગુંજી ઉઠ્યું હતું.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
IPLમાં કિંજલ દવે: કિંજલ દવેએ પોતાના મધુર આવજથી ક્રિકેટ ગ્રાઉનમાં સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. તારીખ 26 મે નારોજ ગુજરાત ટાઈટન્સ અને મુંબઈ ઈન્ડિયન વચ્ચે મેચ હતી. આ મેચ દરમિયાન કિંજલ દવેએ 'મોર બની થનગાટ કરે' ગીત ગાઈને દર્શકોને ખુશ કરી દીધાં હતાં. શ્રોતાઓ પણ તેમનો અવાજ સાંભળીને ખુબજ ઉત્સાહિત થઈ ગયા હતાં. વીડિયો શેર કરીને કિંજલ દવેએ કેપ્શનમાં લખ્યું છે કે, 'સપ્ને સચ હોતે હે'.
સિંગરનું ફેમસ ગીત: કિંજલ દવેનો જન્મ તારીખ 24 નવેમ્બર 1999માં ગુજરાત રાજ્યના પાટણ જિલ્લાના જેસંગપરામાં થયો હતો. ગુજરાતમાં સંગીત ક્ષેત્રે આ અભિનેત્રીનું નામ ખુબ જ જાણીતું છે. કિંજલ દવેએ લોકગીત, ગરબા અને ભક્તિમય ગીત ગાયા છે. આ ઉપરાંત ભારતમાં જ નહિં પરંતુ તેમણે વિદેશમાં પણ વિવિધ સ્થળોએ કાર્યક્રમોમાં પરફોર્મ કર્યું છે. કિંજલ દવેને 'ચાર ચાર બંગડી વાળી ગાડી લઈ દવ' ગીત દ્વારા તેમને ખુબજ નામના મળી હતી.
સેમીફાઈલ મેચ: તારીખ 26 મે નરેન્દ્રમોદી સ્ટેડિયમમાં ગુજરતા ટાઈટન્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે IPLની મેચ રમાઈ હતી. જેમાં ગુજરાત ટાઈટન્સે 20 ઓવરમાં 233 રન બનાવ્યા હતા. જ્યારે મુંબઈ ઈન્ડિયન્સ 28 ઓવરમાં 171 રન બનાવીને ઓલઆઉટ થઈ ગયું હતું. આ ગુજરાત ટાઈટન્સે જીતની ખુશી સાથે ફાઈનલ મેચમાં પ્રવેશ કર્યો હતો.