લખનૌ: પ્રખ્યાત કવિ મુનવર રાણાની તબિયત બુધવારે રાત્રે અચાનક બગડી હતી. મુનવ્વરને લખનૌ ખાતે સ્થિત એપોલો હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા છે. ગોલ બ્લેડર ફાટવાને કારણે કવિ મુનાવર રાણાને એપોલો હોસ્પિટલના ICUમાં વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. કવિ મુનાવર રાણાના પરિવારજનો હોસ્પિટલમાં તેમની તંદુરસ્તી માટે પ્રાર્થના કરી રહ્યા છે. ડોક્ટરોનું કહેવું છે કે, તેને ટીમની દેખરેખમાં રાખવામાં આવ્યા છે. આ દરમિયાન તેમના પરિવાર તપફથી ચાહકોને મુનવ્વર રાણાના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થા કરવા અપીલ કરી છે.
કવિની તબિયત બગડી: પોતાની કવિતાથી દેશ અને દુનિયામાં પોતાનું સ્થાન જમાવનાર કવિ મુનાવર રાણા લાંબા સમયથી બીમાર છે. તેમની કિડની અને ગોલ બ્લેડરમાં પથરી છે. કિડની સ્ટોનના ઓપરેશન બાદ તેમની તબિયતમાં થોડો સુધારો જોવા મળ્યો હતો. પરંતુ સુગર લેવલ વધુ હોવાને કારણે ડોકટરોએ તેમનું બીજું ઓપરેશન કરવાની ના પાડી દીધી. તેના ગોલ બ્લેડરમાં પણ પથરી હોવાને કારણે તેમનું ગોલ બ્લેડર ફાટી ગયું અને તેની તબિયત બગડી ગઈ છે.
કવિ હસ્પિટલમાં દાખલ: કવિ મુનવ્વર રાણાની પુત્રી સુમૈયા રાણાએ ETV ભારતને જણાવ્યું કે, બુધવારે તેમની સર્જરી થઈ હતી. જોકે, ડોક્ટરોએ તેમને વેન્ટિલેટર પર રાખ્યા છે. તેમની ઉંમર 68 વર્ષની છે. કિડનીની સમસ્યાને કારણે તેમનું ડાયાલિસિસ થયું છે. કિડનીની સાથે તેમને બીજી પણ ઘણી સમસ્યાઓ છે. જો કે, પથરીને અને તેમનું ગોલ બ્લેડર ફાટવાને કારણે તેમની હાલત ખરાબ થઈ ગઈ હતી. સુમૈયાએ કવિ મુનાવ્વર રાણાના ચાહકોને તેમના સારા સ્વાસ્થ્ય અને સલામતી માટે પ્રાર્થના કરવાની અપીલ કરી છે. કવિ મુનાવ્વર રાણાનો આખો પરિવાર એપોલો હોસ્પિટલમાં હાજર છે.