મુંબઈઃ આજે તારીખ 22 ફેબ્રુઆરીના રોજ ફિલ્મ ઉદ્યોગમાંથી દુ:ખદ સમાચાર આવ્યા છે. મલયાલમ સિનેમાની જાણીતી અભિનેત્રી સુબી સુરેશનું આવસાન થયું છે. બોલિવુડ ફિલ્મની ફેમસ અભિનેત્રી હેમા માલિનીએ દુ:ખદ સમાચાર આપતા જણાવ્યું હતું કે, પ્રખ્યાત ડાન્સર કનક રેલેનું મુંબઈમાં અવસાન થયું છે. તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી શોક વ્યક્ત કર્યો છે.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
આ પણ વાંચો: Ranbir Kapoor Dance Video: રણબીર કપૂરે શાહરૂખ અને હૃતિકના ગીત પર મનમુકીને કર્યો ડાન્સ, જુઓ અહિં વીડિયો
હેમા માલિનીએ વ્યક્ત કર્યો શોક: ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી ફરી એકવાર ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. આજે સવારે મલયાલમ સિનેમાની જાણીતી અભિનેત્રી સુબી સુરેશના નિધનના સમાચાર આવ્યા છે. જેનો આઘાત હજુ શમ્યો ન હતો કે બીજી જ ક્ષણે આ આઘાતજનક સમાચારે ફરી ચાહકોને મોટો ઝટકો આપ્યો છે. પ્રખ્યાત ક્લાસિકલ ડાન્સર કનક રેલેનું બુધવારે મુંબઈમાં અવસાન થયું છે. પીઢ અભિનેત્રી હેમા માલિનીએ તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ માહિતી આપી છે. હેમાએ કનક સાથેની પોતાની તસવીર શેર કરીને ભારે હૃદયથી શોક વ્યક્ત કર્યો છે.
પદ્મ ભૂષણથી સન્માનિત: ડૉ. કનક રેલે કેરળના પ્રખ્યાત મોહિનીટ્ટયમ નૃત્યમાં નિપુણ હતા. મોહિનીટ્ટયમ નૃત્યથી જ તેમને દેશ અને દુનિયામાં ઓળખ મળી હતી. તેમણે પોતાના નૃત્યથી શાસ્ત્રીય નૃત્યના ક્ષેત્રમાં નવો પ્રાણ ફૂંક્યો હતો. શાસ્ત્રીય નૃત્યમાં ક્રાંતિ લાવવાનો શ્રેય તેમને જાય છે. ક્લાસિકલ ડાન્સર હોવા સાથે તેઓ એક ઉત્તમ કોરિયોગ્રાફર પણ હતા. તેઓ ડાન્સની સાથે તેમના ચહેરાના હાવભાવથી દર્શકોનું દિલ જીતી લેતા હતા. આ જ કારણ હતું કે, તેઓ દેશમાં મોહિનીટ્ટયમ નૃત્યની નંબર વન ડાન્સર હતા. કનકને ભારત સરકાર દ્વારા પદ્મશ્રી અને પદ્મ ભૂષણ જેવા સર્વોચ્ચ નાગરિક સન્માનથી પણ નવાજવામાં આવ્યા છે.
આ પણ વાંચો: Pathaan 1000 Cr Celebration: 'પઠાણ'ની 1000 કરોડની કમાણી પર કરી ઉજવણી, મેગા સેલિબ્રેશન
હેમાએ હ્રદયપૂર્વકની સંવેદના વ્યક્ત કરી: હેમા માલિનીએ તેની ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં કનક સાથેની બે તસવીર શેર કરી અને લખ્યું છે કે, અમારા બધા માટે એક દુઃખદ દિવસ અને એક મોટી ખોટ, ખાસ કરીને મારા માટે. અમારે પ્રેમ અને પરસ્પર આદર હતો. પદ્મ વિભૂષણ ડૉ. શ્રીમતી કનકે રેલે મોહિની અટ્ટમ નૃત્યાંગના, કોરિયોગ્રાફર અને નાલંદા નૃત્ય સંશોધન કેન્દ્રના સ્થાપકનું અવસાન થયું છે. શાસ્ત્રીય નૃત્યની દુનિયા માટે એક મહાન યુગનો અંત આવ્યો છે. આ વિશ્વમાં તેમનું યોગદાન અપાર છે. કનકજીની સુંદરતા અને વ્યક્તિત્વ શાશ્વત છે. તેમના પરિવાર, નાલંદાના સભ્યોના પ્રત્યે મારી હૃદયપૂર્વકની સંવેદના. હું હંમેશા અમારી મિત્રતાની કદર કરીશ.