ETV Bharat / entertainment

Siddharth Anand Rambo: ટાઈગર શ્રોફની 'રેમ્બો' માટે જાનવી કપૂરની પસંદગી થઈ, જાણો શૂટિંગ ક્યારે શરુ થશે - ટાઇગર શ્રોફ અને જાનવી કપૂરની ફિલ્મ

ટાઈગર શ્રોફની આગામી એક્શન ફિલ્મ 'રેમ્બો' માટે અભિનેત્રી મળી ગઈ છે. ફેમસ ફિલ્મ નિર્માતા બોની કપૂરની પુત્રી અને જાનવી કપૂરની પસંદગી કરવામાં આવી છે. 'રેમ્બો' ફિલ્મના નિર્દેશક અન્ય કોઈ નહીં, પરંતુ 'પઠાણ' ફિલ્મ બનાવનાર સિદ્ધાર્થ આનંદ છે. આ ફિલ્મનું શૂટિંગ ક્યારે શરુ થશે તે જાણવા માટે આગળ વાચો.

E ટાઈગર શ્રોફની રેમ્બો માટે જાનવી કપૂરની પસંદગી થઈ, જાણો શૂટિંગ ક્યારે શરુ થશે
ટાઈગર શ્રોફની રેમ્બો માટે જાનવી કપૂરની પસંદગી થઈ, જાણો શૂટિંગ ક્યારે શરુ થશે
author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 13, 2023, 4:44 PM IST

હૈદરાબાદ: 'પઠાણ'ના નિર્દેશક સિદ્ધાર્થ આનંદ ફરી એકવાર પોતાની ફિલ્મ 'વોર'ના એક્ટર ટાઈગરશ્રોફને લઈને ચર્ચામાં રહે છે. સિદ્ધાર્થ અને ટાઈગર ફિલ્મ 'વોર'થી ધમાલ મચાવ્યા બાદ હવે ફિલ્મ 'રેમ્બો' સાથે ધમાલ કરવા જઈ રહ્યા છે. આ ફિલ્મની ચર્ચા ઘણા સમયથી ચાલી રહી છે. ટાઈગર આ દિવસોમાં તેમની આગામી ફિલ્મ 'ગણપત', 'સ્ક્રૂ ઢીલા' અને 'બડે મિયા છોટે મિયા'ને લઈને ચર્ચામાં છે. ટાઈગરશ્રોફની આ ત્રણેય ફિલ્મ વર્ષ 2023-24માં રિલીઝ થશે. સમાચાર આવ્યા છે કે, ટાઈગર શ્રોફની આગામી એક્શન ફિલ્મ 'રેમ્બો' માટે અભિનેત્રી મળી છે. પ્રખ્યાત ફિલ્મ નિર્માતા 'બોની' કપૂરની પુત્રી અને જાનવી કપૂરને તેના માટે પસંદ કરવામાં આવી છે.

રેમ્બોની હિન્દી રિમેક બનશે: ઉલ્લેખનીય છે કે, 'વોર' અને 'પઠાણ' જેવી પોતાની છેલ્લી બે બ્લોકબસ્ટર ફિલ્મ આપનાર ડિરેક્ટર સિદ્ધાર્થ આનંદ હવે હોલિવુડ સ્ટાર સિલ્વેસ્ટર સ્ટેલોનની ક્લાસિક એક્શન ફિલ્મ 'રેમ્બો'ની હિન્દી રિમેક બનાવી રહ્યા છે. નિર્દેશકે આ ફિલ્મની જાહેરાત વર્ષ 2017માં જ કરી હતી. તેમજ આ ફિલ્મ માટે ટાઈગર શ્રોફની પસંદગી કરવામાં આવી હતી, પરંતુ કોઈ કારણસર ફિલ્મ પર કામ શરુ થઈ શક્યુ ન હતુ. હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે, નિર્દેશક આ ફિલ્મ પોતાની રીતે બનાવવાના છે.

જાણો શૂટિંગ ક્યારે શરુ થશે: આ ફિલ્મનું શૂટિંગ વર્ષ 2024માં શરુ થઈ શકે છે અને ફિલ્મ માટે ટાઈગરનની સામે જાનવી કપૂરને કાસ્ટ કરવામાં આવી છે. ટાઈગર અને જાનવી જોડી આ એક્શનથી ભરપૂર ફિલ્મમાં પહેલીવાર સ્ક્રીન પર જોવા મળશે. આ ફિલ્મનું શૂટિંગ યુરોપમાં થવાનું છે. ટાઈગર આ ફિલ્મ માટે ઘણી મહેનત કરી રહ્યા છે અને પોતાની ફિટનેસ પર પણ ધ્યાન આપી રહ્યા છે. આ ફિલ્મમાં ટાઈગર ખરનાક એક્શન અને સ્ટંટ કરતા જોવા મળે છે.

  1. Jawan Box Office Collection: શાહરુખ ખાન સ્ટારર ફિલ્મ 'જવાન'ની કમાણીમાં 7માં દિવસે 20 ટકા ઘટાડો થવાની શક્યતા
  2. Birthday Celebration: અજય દેવગણે પુત્ર યુગને જન્મદિવસની શુભેચ્છા પાઠવી, તસવીર કરી શેર
  3. Dharmendra Video: બોલિવુડના પીઢ અભિનેતા ધર્મેન્દ્રનો એક વીડિયો સામે આવ્યો, દ્રશ્ય જોઈ થશે અચરજ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.