મુંબઈ: કોમેડી 'ડ્રીમ ગર્લ 2' ફિલ્મના સિનેમાઘરોમાં રિલીઝ થવા માટે થોડા દિવસ રહ્યાં છે. ત્યારે આ વચ્ચે પૂજા ઉર્ફે આયુષ્માન ખુરાનાના ચાહકો વધતા જ જાય છે. આ વખતે પૂજાના ચાહકોમાં એક નવા અભિનેતાનું નામ જોડાયું છે, તે કોઈ બીજા નહિં પરંતુ દિગ્ગજ અભિનેતા જિતેન્દ્ર છે. 81 વર્ષના અભિનેતા જિતેન્દ્રએ પૂજા સાથે રોમેન્ટિક અંદાજમાં વાતો કરી હતી.
ડ્રીમ ગર્લ 2નો નવો વીડિયો: આયુષ્માન ખુરાનાએ ગયા રવિવારે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સદાબહાર અભિનેતા જિતેન્દ્ર સાથેનો એક રોમેન્ટિક વીડિયો શેર કર્યો હતો. વીડિયોમાં જિતેન્દ્ર પૂજાને કોલ કરતા જોવા મળે છે. પૂજા કોલ રિસીવ કરતા જ જિતેન્દ્રને ઓ નમસ્તે અંકલ બોલી દે છે. જીતેન્દ્ર કહે છે કે, તે જીતુ કહે અથવા જીત કહીને બોલાવે. પૂજા કહે છે કે, તેમને જિતેન્દ્રનું નામ લેવા માટે ડર લાગે છે.
જિતેન્દ્ર-પૂજાનો વર્તાલાપ: વીડિયોમાં જિતેન્દ્ર પૂજાને કહે છે કે, ડરની આગળ જીત હે અને જીતની આગળ જિતેન્દ્ર છે. ત્યાર બાદ જિતેન્દ્ર પૂજાને પુછે છે કે, તું ક્યારે આવી રહી છે. ત્યારે પૂજા પ્રતિક્રિયામાં કહે છે, તમારી તો ઘરની વાત છે. ઘરે પૂછી લો. પ્રત્યુત્તરમાં જિતેન્દ્ર પૂજાને કહે છે, ઘરમાં એકતા નથી. આ દરમિયાન તેઓ પોતાની પત્ની શોભા કપૂરનું પણ નામ લે છે. ત્યાર બાદ તે પૂજાને ફ્લર્ટ કરતા જોવા મળે છે. આ રસપ્રદ વીડિયો શેર કરીને આયુષ્માને પોતાની આગામી ફિલ્મની એડવાંસ બુકિંગની જાણકારી આપી છે. તેમણે કેપ્શનમાં લખ્યું છે કે, ''તથૈયા તથૈયા હો. 'ડ્રીમ ગર્લ 2'ની બુકિંગ કરી લો.''
ફિલ્મની સ્ટારકાસ્ટ: આ ફિલ્મના કલાકારોની વાત કરીએ તો, આયુષ્માન ખુરાના સાથે અનન્યા પાંડે, મનજોત સિંહ, રાજપાલ યાદવ, પરેશ રાવલ, અસરાની, મનોજ જોશી, સીમા પાહવા અને વિજય રાજ પણ સામેલ છે. ફિલ્મની રિલીઝ પહેલા નિર્માતાઓએ બે ગીત 'નાચ' અને 'દિલ કા ટેલીફોન 2.0' રિલીઝ કર્યા છે. આ ફિલ્મ તારીખ 25 ઓગસ્ટના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા માટે તૈયાર છે.