હૈદરાબાદ: 'ગીત ગાતા હૂં મૈં. ગુનગુનાતા હૂં મૈં.. મૈંને હંસને કા વાદા કિયા થા કભી. ઈસલિયે અબ સદા મુસ્કુરાતા હૂં મૈં.' આ ગીત ખુબ જ પ્રખ્યાત છે. હાં આ ગીતની રચના કરનાર અન્ય કોઈ નહિં પરંતુ દેવ કોહલી હતા. દેવ કોહલી બોલિવુડ ફિલ્મ ઉદ્યોગના શાનદાર અને શ્રેષ્ઠ ગીતકારોમાંથી એક છે. તેમણે તારીખ 26 ઓગસ્ટના રોજ 81 વર્ષની વયે દુનિયાને અલવિદા કહી દિધું છે. દેવ કોહલીને આજે કદાચ કોઈ ન ઓળખતું હોય, પરંતુ તેમના દ્વારા લખવામાં આવેલા ગીતો ખુબ જ ફેમસ થયા છે.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
દેવ કોહલીનું સુપરહિટ ગીત પર એક નજર: દેવ કોહલીએ 3 દાયકાથી પણ વધુ કારકિર્દીના સમયમાં તેમણે ઘણ પ્રકારના ગીતોની રચના કરી છે. જેમાં સેડ સોન્ગ, લવ, રોમેન્ટિક ગીતો સામેલ છે. પિતાના અવસાન બાદ દેવ કોહલી 22 વર્ષની વયે કામની શોધમાં મુંબઈ ગયા હતા. તેમને મુંબઈમાં 5 વર્ષ સુધી કોઈ કામ ન મળ્યું હતું. કેટલાય મ્યુઝિક ડાયરેક્ટરના ઘરે અને ઓફિસે ગયા તેમ છતાં ઘણા સમય સુધી તેમને કામ ન મળ્યું. તો ચાલો એક નજર કરીએ દેવ કોહલીના સુપરહિટ ગીત પર.
દેવ કોહલીની કારકિર્દીની શરુઆત: આ વાત વર્ષ 1964 થી 1970ની છે, જ્યારે જ્યારે દેવ કોહલી મુંબઈની સડક પર સફર કરી રહ્યાં હતાં. 5 વર્ષ સુધી ભટક્યા પછી પણ તેમને ક્યાંય કામ નહિં મળ્યું. એક વાર તેઓ શંકર અને જય કિશનની ઓફિસે પહોંચ્યા અને તેમની સાથે મુલાકાત કરી હતી. તે સમયે શંકર અને જય કિશનને વર્ષ 1971માં રિલીઝ થયેલી વિનોદ મેહરા, હેમા માલિની અને રાજકુમાર સ્ટારર ફિલ્મ 'લાલ પત્થર' માટે ગીતો બનાવવાનું કામ મળ્યું હતું.
દેવ કોહલીનું પ્રથમ ગીત: મ્યૂઝિક ડાયરેક્ટર દેવ કોહલીને પૂછ્યુ કે, શું તમે મ્યૂઝિક ટ્યૂન પર ગીત લખી શકો છો ? ત્યારે દેવ કોહલીએ કહ્યું કે, હું ફ્રેશર છું, આ હું કરી શકીશ નહિં. ત્યાર બાદ જય કિશને દેવ કોહલીને ફિલ્મ 'લાલ પત્થર'નું સિન સમજાવ્યો હતો. આ સીનને લઈને એક ગીત તૈયાર કરવાનું હતું. સમજાવતા સમજાવતા લંચ કરવાનો સમય થઈ ગયો હતો. મ્યૂઝિક ડાયરેક્ટરે દેવને કહ્યું કે, તેઓ લંચ કરીને આવે ત્યાં સુંધી તેઓ આ સીન પર ગીત તૈયાર કરે.
દેવ કોહલીનું પ્રથમ ગીત કિશોર કુમારે ગાયું હતું: જ્યારે શંકર અને જય કિશન લંચ કરીને પાછા ફર્યા ત્યારે દેવ કોહલીએ ફિલ્મના સીન પર તૈયાર કરેલું ગીતના બોલ સંભળાવ્યા તો તેમના હોંશ ઉડી ગયા હતા. તે બોલ હતા ''ગીત ગાતા હૂં મૈં. ગુનગુનાતા હૂં મૈં. મૈંને હંસને કા વાદા કિયા થા કભી. ઈસલિયે અબ મસ્કુરાતા હૂં મૈં.'' આટલું સાંભળતા જ શંકર અને જય કિશને તેમને આ ગીતને તૈયાર કરવા માટે કહ્યું હતું. દેવ કોહલીએ ત્યાંજ બેઠા બેઠા આ ગીતને તૈયાર કરીને આપી દીધું હતું. ત્યાર પછી આ ગીતને સિંગર કિશોર કુમારથી ગવડાવ્યું હતું.
દિવ કોહલીના ગીતને મળી સફળતા: ફિલ્મ 'લાલ પત્થર' માટે લખવામાં આવેલા આ ગીતે હિન્દી સિનેમામાં હાહાકાર મચાવી દીધો હતો. આ ગીત આજે પણ પોપ્યુલર છે. પરંતુ પોતાનું પ્રથમ ગીતની રચના કરનાર દેવ કોહલીને ઓળખ ન મળી. એટલું જ નહિં, પરંતુ 18 વર્ષ સુધી તેમને કોઈ ઓળખતું ન હતું. ત્યાર બાદ દેવે કહ્યું હતું કે, તેમનેે આ ગીતને સફળતાથી કોઈ શ્રેય મળ્યો ન હતો. આ પછી તેમણે કેટલીય ફિલ્મોના ગીતો લખ્યાં હતા, તેમ છતાં તેમને કોઈ ઓળખ ન મળી.
દેવ કોહલનીના સુપરહિટ ગીતો: વર્ષ 1989માં દેવ કોહલીએ સલમાન ખાનની બ્લોકબસ્ટર ફિલ્મ 'મૈેંને પ્યાર કિયા' ફિલ્મ માટે ગીતો લખ્યાં હતાં. ત્યાર પછી તેમને હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં ઓળખ મળી હતી. આ ફિલ્મમાં તેમણે રચેલા ગીતોમાં 'કબૂતર જા જા'. 'મૈંને પ્યાર કિયા', 'આજા શામ હોને આઈ' સામેલ છે. એટલું જ નહિં, પરંતુ તેમણે હિન્દી સિનેમાના ઈતિહાસમાં અમર ફિલ્મ 'હમ આપકે હૈં કોન' માટે 'દીદી તેરા દેવર દિવાના', 'ચોકલેટ આઈસ્ક્રીમ' અને 'માય ની માઈ' લખીને તોફાન મચાવી દિધું હતું. ત્યાર બાદ તેમણે અન્ય ઘણી ફિલ્મોમાં ગીતોની રચના કરી, જે આજે પણ હિટ છે.