ETV Bharat / entertainment

PM Modi and Dev Anand: PM મોદીએ દેવ આનંદને યાદ કર્યા, કહ્યું- તમે એવરગ્રીન આઈકોન છો - દેવ આનંદની 100મી જન્મજયંતિ

PM મોદીએ દેવ આનંદને તેમની 100મી જન્મજયંતિ પર યાદ કર્યા છે. આ દરમિયાન તેમણે પોતાના ઓફિશિયલ X એકાઉન્ટ પર શ્રદ્ધાંજલિ પોસ્ટ શેર કરી છે. પંજાબમાં જન્મેલા દેવ આનંદને આજે તેમના ચાહકો યાદ કરી રહ્યા છે.

PM મોદીએ દેવ આનંદને યાદ કર્યા, કહ્યું- તમે એવરગ્રીન આઈકોન છો

author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 26, 2023, 3:35 PM IST

હૈદરાબાદ: આજે તારીખ 26 સપ્ટેમ્બરે હિન્દી સિનેમાના દિવંગત સુપરસ્ટાર દેવ આનંદની 100મી જન્મજયંતિ છે. આ અવસર પર દેવ આનંદના ચાહકો અને સેલેબ્સ તેમને યાદ કરી રહ્યા છે અને હ્રુદયપૂર્વક શ્રદ્ધાંજિલ આપી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના X એકાઉન્ટ પર દેવ સાહેબની યાદમાં શ્રદ્ધાંજિલ પોસ્ટ શેર કરી છે. PM મોદીએ પોતાની પોસ્ટમાં દેવ સાહેબ માટે લાંબી નોટ પણ લખી છે. ઉલ્લેખનીય છે કે, દેવ આનંદનો જન્મ તારીખ 26 સપ્ટેમ્બર 1923ના રોજ શકરગઢ, પંજાબ(પાકિસ્તાન)માં થયો હતો.

  • Dev Anand Ji is remembered as an evergreen icon. His flair for storytelling and passion for cinema were unmatched. His films not only entertained but also reflected the changing society and aspirations of India. His timeless performances continue to influence generations.… pic.twitter.com/j1JdajHUec

    — Narendra Modi (@narendramodi) September 26, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

PM મોદીએ દેવ આનંદને યાદ કર્યા: દેવ આનંદને યાદ કરીને PM મોદીએ લખ્યું છે કે, ''દેવ આનંદજીને એક સદાબહાર અભિનેતા તરીકે હંમેશા યાદ કરવામાં આવશે. તેમની સ્ટોરી કહેવાની રીત અને સિનેમા પ્રત્યેનો તેમનો જુસ્સો, તેમને કોઈ પડકારી શકે તેમ નથી. તેમની ફિલ્મોએ માત્ર મનોરંજન કર્યું નથી, પરંતુ સમાજને બદલ્યો છે અને તેઓ ભારતની આકાંક્ષા છે. તેમનું કાલાતીત પ્રદર્શન આવનારી પેઢીઓને આકર્ષિત કરતું રહેશે. ચાલો આપણે 100મી જન્મજયંતિ પર તેમને યાદ કરીએ.''

દેવ સાહેબની કારકિર્દી: વર્ષ 1946માં દેવ સાહેબે ફિલ્મ 'હમ એક હૈ' થી હિન્દી સિનેમામાં પ્રવેશ કર્યો હતો. તેમની શાનદાર ફિલ્મો વિશે વાત કરીએ તો, તેમાં 'ગાઈડ', 'જ્વેલ થીફ', 'ગેમ્બલર', 'હીરા', 'પન્ના', 'જોની મેરા નામ', 'પ્રેમ પૂજારી', 'હરે રામા હરે ક્રિષ્ના', 'તેરે મેરે સપને' સહિતની ઘણી હિટ ફિલ્મોનો સમાવેશ થાય છે. દેવ આનંદ ફક્ત અભિનેતા જ ન હતા પરંતુ, દિગ્દર્શક, લેખક અને ફિલ્મ નિર્માતા પણ હતા. તારીખ 3 ડિસેમ્બર 2011ના રોજ લંડનમાં બીમારીના કારણે તેમનું અવસાન થયું હતું.

  1. Parineeti Chopra Dance Video: રાઘવ સાથે ડાન્સ કરતી પરિણીતી મંડપમાં પહોંચી, વીડિયો વાયરલ
  2. Dev Anand Birth Anniversary: દેવ આનંદની આજે 100મી જન્મજયંતિ, જાણો એવરગ્રીન એક્ટરની કારકિર્દી
  3. Waheeda Rehman : પીઢ અભિનેત્રી વહીદા રેહમાનની દાદાસાહેબ ફાળકે લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ માટે પસંદગી

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.