નવી દિલ્હી: બોલિવૂડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝને સોમવારે દિલ્હી પોલીસની (Delhi Police) આર્થિક ગુના શાખાએ (Economic Offenses Wing) કથિત ઠગ સુકેશ ચંદ્રશેખર કેસમાં (Sukesh Chandrasekhar Case) પૂછપરછ માટે સમન્સ પાઠવ્યું હતું. દિલ્હી પોલીસ અધિકારીઓએ માહિતી આપી છે કે આ બીજી વખત છે જ્યારે દિલ્હી પોલીસે જેકલીન ફર્નાન્ડીઝને (Jacqueline Fernandez) કેસમાં તેની કથિત ભૂમિકા અંગે પૂછપરછ માટે બોલાવી છે.
આ પણ વાંચો: જેક્લીનના સપના રોળાયા મહાઠગ સુકેશને બનાવવા માંગતી હતી પ્રિયતમ
કેસમાં વધુ પૂછપરછ કરવાની જરૂર: એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે, ફર્નાન્ડીઝને સોમવારે સવારે 11 વાગ્યે મંદિર માર્ગ પરની આર્થિક ગુના શાખાની ઓફિસમાં તપાસમાં જોડાવા માટે કહેવામાં આવ્યું છે. અધિકારીઓએ કહ્યું કે 'અમારે કેટલાક દસ્તાવેજોની તપાસ કરવાની જરૂર છે અને આ કેસના સંબંધમાં તેમની વધુ પૂછપરછ કરવાની પણ જરૂર છે.' નોંધનીય છે કે જેકલીન ફર્નાન્ડીઝની બુધવારે આઠ કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી. તે દરમિયાન તેની સાથે પિંકી ઈરાની પણ હાજર હતી.
ઘણા લોકોને છેતરવાનો આરોપ: તમને જણાવી દઈએ કે પિંકી ઈરાનીએ કથિત રીતે જેકલીન ફર્નાન્ડીઝનો સુકેશ ચંદ્રશેખર સાથે પરિચય કરાવ્યો હતો. ચંદ્રશેખર હાલ જેલમાં છે. નોંધપાત્ર રીતે, તેના પર પ્રભાવશાળી લોકો સહિત ઘણા લોકોને છેતરવાનો આરોપ છે. તેમાં ફોર્ટિસ હેલ્થકેરના ભૂતપૂર્વ પ્રમોટર શિવિન્દર મોહન સિંહની પત્ની અદિતિ સિંહનો પણ સમાવેશ થાય છે.
આ પણ વાંચો: જેક્લીન બાદ નોરાની પૂછપરછ શરૂ, 200 કરોડની ખંડણી મુદ્દે અનેક તર્કવિતર્ક
મોંઘી કાર અને અન્ય ગિફ્ટ : એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ 17 ઓગસ્ટે દાખલ કરેલી તેની ચાર્જશીટમાં ચંદ્રશેખરને સંડોવતા કરોડો રૂપિયાના મની લોન્ડરિંગ કેસમાં આરોપી તરીકે જેકલીન ફર્નાન્ડીઝનું નામ આપ્યું હતું. ED અનુસાર, ફર્નાન્ડીઝ અને બોલિવૂડ એક્ટ્રેસ નોરા ફતેહીએ ચંદ્રશેખર પાસેથી મોંઘી કાર અને અન્ય ગિફ્ટ લીધી હતી.