હૈદરાબાદ: ફ્રાન્સમાં 75મો 'કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2022' (cannes film festival 2022 ) આયોજિત કરવામાં આવી રહ્યો છે. ઉજવણી 17મી મેથી શરૂ થઈ હતી અને 28મી મે સુધી ચાલશે. આ વખતે ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ઘણા કલાકારો (Actors from the Indian film industry) અહીં પહોંચ્યા છે. આમાં અભિનેત્રીઓ અને કલાકારોથી લઈને મ્યુઝિક ઈન્ડસ્ટ્રીના સરતાજ એઆર રહેમાન પણ હાજરી આપી રહ્યા છે. કાન્સમાં ગયેલી તમામ અભિનેત્રીઓના લુક સામે આવ્યા છે. હવે કાન્સમાંથી એક વીડિયો (Deepika Padukone Dance Video) સામે આવ્યો છે. આ વીડિયોમાં દીપિકા પાદુકોણ, ઉર્વશી રૌતેલા, પૂજા હેગડે અને તમન્ના ભાટિયા 'ઘૂમર' ગીત પર ડાન્સ કરી રહી છે.
-
Here at #IndiaPavilion #CannesFilmFestival2022 #Cannes2022 #dance #music #impromptu #TamannaahBhatia #DeepikaPadukone #Poojahedge #UrvashiRautela pic.twitter.com/qlN26zQJSi
— asianculturevulture (@asianculturevul) May 18, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">Here at #IndiaPavilion #CannesFilmFestival2022 #Cannes2022 #dance #music #impromptu #TamannaahBhatia #DeepikaPadukone #Poojahedge #UrvashiRautela pic.twitter.com/qlN26zQJSi
— asianculturevulture (@asianculturevul) May 18, 2022Here at #IndiaPavilion #CannesFilmFestival2022 #Cannes2022 #dance #music #impromptu #TamannaahBhatia #DeepikaPadukone #Poojahedge #UrvashiRautela pic.twitter.com/qlN26zQJSi
— asianculturevulture (@asianculturevul) May 18, 2022
આ પણ વાંચો: 'કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ'માં બ્લેક એન્ડ વ્હાઇટ ગાઉનમાં તમન્ના ભાટિયાએ મચાવી ધૂમ
દીપિકા પાદુકોણની સુપરહિટ ફિલ્મ 'પદ્માવત'નું ગીત 'ઘૂમર': કાન્સમાં પહોંચેલા ભારતીય પ્રતિનિધિમંડળની એક કોન્ફરન્સમાં પ્રખ્યાત લોકગીત ગાયિકા મામી ખાને દીપિકા પાદુકોણની સુપરહિટ ફિલ્મ 'પદ્માવત'નું ગીત 'ઘૂમર' ગાયું, જેના પર દીપિકા પાદુકોણ, ઉર્વશી રૌતેલા, પૂજા હેગડે અને તમન્ના ભાટિયા રોકી શક્યા નહીં. અને બધાએ સભામાં નાચવાનું શરૂ કર્યું હતુ.
બીજા દિવસે બ્લેક કલરના કોસ્ચ્યુમ પહેર્યા: તમને જણાવી દઈએ કે, દીપિકા પાદુકોણ અને ઉર્વશી રૌતેલાએ કાન્સના બીજા દિવસે બ્લેક કલરના કોસ્ચ્યુમ પહેર્યા છે. તે જ સમયે, તમન્નાહ સ્ટ્રાઇપ રંગીન ગાઉનમાં છે અને પૂજા હેગડેએ ઑફ-વ્હાઇટ ફ્લાવર શ્રગ ડ્રેસ પહેર્યો છે.
એઆર રહેમાન અને ફિલ્મ નિર્માતા શેખર કપૂર: આ વીડિયોમાં ગીતકાર પ્રસૂન જોશી, પ્રધાન અનુરાગ ઠાકુર, એઆર રહેમાન અને ફિલ્મ નિર્માતા શેખર કપૂર સહિત ભારતીય પ્રતિનિધિમંડળના તમામ 11 સભ્યો પણ જોવા મળે છે. તમને જણાવી દઈએ કે, આ વર્ષે બોલિવૂડના ઘણા સ્ટાર્સ કાન્સ પહોંચ્યા છે.
ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું નામ દુનિયામાં: તે જ સમયે, દીપિકા પાદુકોણ પહેલીવાર 'કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2022'ની મેમ્બર જ્યુરીમાં સામેલ થઈ છે. જેના કારણે દેશનું અને ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું નામ દુનિયામાં વધુ ઊંચું થયું છે.
આ પણ વાંચો: દીપિકા પાદુકોણએ પહેલા જ દિવસે 'કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ'માં રેટ્રો લુક સાથે ફે્ન્સને કર્યા ઘાયલ
ટીવી જગતમાંથી હેલી શાહ અને હિના ખાનનું નામ : તમને જણાવી દઈએ કે, દીપિકા પાદુકોણ સહિત તમામ અભિનેત્રીઓ પોતાની તસવીરો ફેન્સ સાથે શેર કરી રહી છે. તે જ સમયે, ટીવી જગતમાંથી હેલી શાહ અને હિના ખાનનું નામ પણ સામેલ છે. બંને અભિનેત્રીઓ કાન્સમાં છે અને તસવીરો શેર કરી રહી છે.