ETV Bharat / entertainment

Diwaliben Birth Anniversary: હજુ પણ લાખો લોકોનું કર્ણપ્રિય છે દિવાળીબેનનું વીજળીના ચમકારે.... - દિવાળીબેનનું પ્રખ્યાત ગીત

આઝાદી પુર્વે વર્ષ 1943માં જન્મેલા ગુજરાતના પ્રખ્યાત લોકગયિકા દિવાળી બેનની આજે પુણ્યતિથિ છે. દિવાળીબેનના ભજન અને ગરબા ખુબજ ફેમસ છે. દિવાળીબેને પોતાના મધુર અવાજથી લોકોને પ્રભાવિત કર્યા હતા. તેમનું પ્રખ્યાત ગીત 'પાપ તારો પ્રકાશ જાડેજા' છે. દિવાળીબેનની પુણ્યતિથિના અવસર પર તેમની કારકિર્દી પર એક નજર કરીએ.

ગુજરાતી સિંગર દિવાળીબેન ભીલની પુણ્યતિથિ, આ અવસરે જાણો તેમનું પ્રખ્યાત ગીત

author img

By

Published : Jun 2, 2023, 11:27 AM IST

Updated : Jun 2, 2023, 12:12 PM IST

હૈદરાબાદ: દિવાળી બેનની આજે પુણ્યતિથિ છે. દિવાળી બેન એક લોક ગાયિકા અને પાશ્વગાયક હતા. દિવાળી બેનનું પુરં નામ દિવાળીબેન પુંજાભાઈ લધિયા છે. તેમને જન્મ તારીખ 20 જૂન 1943માં થયો હતો. દિવાળી અમરેલી જિલ્લાના ધારી તાલુકામાં દલખાણીયા ગામના રહેવાસી હતાં. દિવાળીબેનની પુણ્યતિથિના અવસરે તેમની કારકિર્દી પર એક નજર કરીએ.

ગાયિકા દિવાળીબેનની પુણ્યતિથિ: દિવાળીબેન પુંજાભાઈ લધિયા તરીકે ઓળખાઈ છે. તેઓએ રેડિયો પર અને ગુજરાતી ફિલ્મમાં ગીતો ગાયા છે. દિવાળીબેને શરુઆતમાં ગરબા ગાવાનું શરુ કર્યું હતું. તેમના પિતા સ્ટેટ રેલવેમાં નોકરી કરતા હતા તેથી તેમના પિતાની જોડે જુનાગઢ રહેવા આવ્યાં હતાં. દિવાળી બેનના લગ્ન માત્ર 9 વર્ષની ઉંમરે રાજકોટમાં થયા હતા. મતભેદને કારણે તેમણે ફક્ત બે દિવસની અંદર લગ્નને રતબાતલ કર્યા હતા. ત્યાર પછી તેમણે ફરી ક્યારેય લગ્ન કર્યા નથી.

દિવાળી બેનની કારકિર્દી: દિવાળીબેન જનાગઢમાં રહીને સાર્વજનિક હોસ્પિટલમાં નોકરી કરી ગુજરાન ચલાવતા હતા. ગુજરાતના લોકગયાક હેમુ ગઢવીએ દિવાળીબેનના મધુર અવાજને લોકો સુધી પહોંચાડવા માટે એક ઓલ ઈન્ડિયા રેડિયો પર તેમનું પહેલી વખત રેકોર્ડિંગ ગોઠવ્યું હતું. દિવાળીબેને લોકસંગીત ઉત્સવમાં પહેલો પુરસ્કાર મેળવ્યો હતો. સંગીતકાર કલ્યાણજીએ ગુરાતી ફિલ્મમાં તેમને ગાવાનું આમત્રણ આપ્યું હતું. ત્યારથી તેમની સંગીત ક્ષેત્રેની સફર આગળ વધતી ગઈ.તેમણે ગાયેલું ગીત વીજળીને ચમકારે મોતીડા પોરો હો પાનબાઈ...હજું પણ લાખો લોકોનું ફેવરિટ બની રહ્યું છે.

દિવાળીબેનનું પ્રખ્યાત ગીત: દિવાળીબેનની પહેલી ફિલ્મ 'જેસલ તોરલ' હતી. આ ફિલ્મમાં દિવાળીબેને 'પાપ તારો પ્રકાશ જાડેજા' ગીત ગાયને લોકોને મંત્રમુગ્ધ કર્યા હતાં. આ ગીત ખુબજ પ્રખ્યાત થયું હતું. આજે પણ લોકોના મુખે આ ગીત સાંભળવા મળે છે, એટલું લોકપ્રિય થયું હતું. વર્ષ 1990માં તેમને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તારીખ 19 મે 2016માં કુદરતી કારણોસર દિવાળીબેનનું જુનાગઢમાં 72 વર્ષની વયે અવસાન થયું હતું.

  1. Bhed Movie : સસ્પેન્સ થ્રિલર ગુજરાતી ફિલ્મ ભેદનું પોસ્ટર અને ટીઝર થયું રિલીઝ
  2. Narendranath Razdan: આલિયા ભટ્ટના દાદા નરેન્દ્રનાથ રાઝદાનનું નિધન, 'ગંગુબાઈ' અને સોની રાઝદાન નોટ શેર કરીને ભાવુક થયા
  3. Bihar News: ભોજપુરી ગાયિકા નિશા ઉપાધ્યાયને સ્ટેજ શો દરમિયાન ગોળી વાગી, પટનાની મેક્સ હોસ્પિટલમાં દાખલ

Last Updated : Jun 2, 2023, 12:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.