મુંબઈ: પીઢ કોમેડી અભિનેતા સતીન્દર કુમાર ખોસલાએ મંગળવારે મુંબઈમાં 84 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા. મીડિયા અહેવાલો અનુસાર, કોમેડી અભિનેતાનું ગઈકાલે સાંજે લગભગ 7:30 વાગ્યે નિધન થયુ હતું. તેમના મિત્ર અને સાથીદાર જુગ્નુએ તેમના મૃત્યુની પુષ્ટી કરી હતી. મીડિયા રોપોર્ટ્સ અનુસાર બિરબલ અર્ફે સતીન્દર કુમાર ખોસલાના માથા પર છતનો ટુકડો પડ્યો હતો જેના કારણે તેઓ ઈજાગ્રસ્ત થયા હતા. તપાસ કર્યા બાદ ડૉક્ટરે તેમને ઓપરેશન કરવાની સલાહ આપી હતી.
-
Supremely Talented #BirbalKhosla ji is no more... Irrepairable Loss 💔
— Girish Johar (@girishjohar) September 12, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
God Bless the departed soul & give strength to the family 🙏🏼🕉💐#RIP pic.twitter.com/W3kmwCFk5A
">Supremely Talented #BirbalKhosla ji is no more... Irrepairable Loss 💔
— Girish Johar (@girishjohar) September 12, 2023
God Bless the departed soul & give strength to the family 🙏🏼🕉💐#RIP pic.twitter.com/W3kmwCFk5ASupremely Talented #BirbalKhosla ji is no more... Irrepairable Loss 💔
— Girish Johar (@girishjohar) September 12, 2023
God Bless the departed soul & give strength to the family 🙏🏼🕉💐#RIP pic.twitter.com/W3kmwCFk5A
2 મહિના પહેલા સતીન્દરે ઓપરેશન કરાવ્યુ હતુ: બિરબલે બે મહિના પહેલા આ ઈજા માટે ઓપરેશન કરાવ્યું હતું, છતાં તેઓ સાજા થઈ શક્યા ન હતા. સિરિયલમાં તેમનો બિરબલનો ફની રોલ ઘણો પ્રખ્યાત છે. વર્ષ 1967માં તેમણે મનોજ કુમારની આઈકોનિક ફિલ્મ 'ઉપકાર'થી મનોરંજન જગતમાં તેમની કારકિર્દીની શરુઆત કરી હતી. આ પછી તેમણે લગભગ 500 ફિલ્મોમાં દર્શકોને હસાવ્યા હતા. સિકન્દરે મરાઠી, હિન્દી અને ભોજપુરી ફિલ્મોમાં કામ કર્યું છે.
કોમેડી અભિનેતા બિરબલ તરીકે જાણીતા: મનોજ કુમાર અને દિગ્દર્શક રાજ ખોસલાએ સતીન્દરને નવું નામ આપ્યું હતું. કોમેડી અભિનેતા તરીકે પોતાનું નામ બદલીને બિરબલ રાખ્યું હતું. મનોજ કુમારની ફિલ્મો 'રોટી કપડા ઔર માકાન' અને 'ક્રાંતિ'માં તેમની ભૂમિકાઓ નોંધપાત્ર હતી. તેમણે 'શોલે' અને ત્યાર બાદ 'સોરાજ'માં અદધા મૂછવાળા કેદીઓની ભૂમિકા ભજવી હતી. દેવ આનંદની ફિલ્મ અમીર ગરીબમાં તેમની ભૂમિકાની ખૂબ જ પ્રશંસા કરવામાં આવી હતી. સતીન્દર કુમારના નિધન પર ચાહકો શોક વ્યક્ત કરી રહ્યા છે.