ETV Bharat / entertainment

Josephine Chaplin Death: ચાર્લી ચેપ્લિનની પુત્રી જોસેફ ચેપ્લિનનું અવસાન, 74 વર્ષની વયે પેરિસમાં લીધા અંતિમ શ્વાસ

જુના જમાનામાં પ્રખ્યાત કોમેડી એક્ટર, ફિલ્મમેકર અને કંપોઝર ચાર્લી ચેપ્લિનની પુત્રી જોસેફિન ચેપ્લિનનું અવસાન થયું હતું. જોસેફિને 74 વર્ષની વયે દુનિયાને અલવિદા કહી દીધુ છે. જોસેફિન પણ અભિનેત્રી હતી. તેમણે પણ 'ધ કૈંટબરી ટેલ્સ' અને 'ધ બોય બોય' જેવી ઘણી ફિલ્મમાં કામ કર્યું હતું.

ચાર્લી ચેપ્લિનની પુત્રી જોસેફ ચેપ્લિનનું અવસાન, 74 વર્ષની વયે પેરિસમાં લીધ અંતિમ શ્વાસ

author img

By

Published : Jul 22, 2023, 2:56 PM IST

Updated : Jul 22, 2023, 3:19 PM IST

મુંબઈ: કોમેડીની દુનિયામાં દિગ્ગજ ચાર્લી ચેપ્લિનનું નામ જાણીતું છે. આ એવા કલાકાર હતા કે, જેમને જોઈને નિરાશ લોકો પણ ખુશ થઈ જતા. લોકોને હંસાવતા હંસાવતા ચાર્લી ચેપ્લિને ક્યારે દુનિયાને અલવિદા કહી દીધુ તે ખબર પણ ના પડી. હવે આ જ પરિવારમાંથી એક દુખદ સમાચાર સામે આવ્યા છે. ચાર્લી ચેપ્લિનની પુત્રી જોસેફિનનું અવસાન થયું હતું. જોસેફિને 74 વર્ષની ઉંમરે છેલ્લા શ્વાસ લીધા હતા. મીડિયા રોપોર્ટ્સ અનુસાર, તારીખ 13 જુલાઈએ જોસેફિનનું અવસાન થુયં હતું. પરંતુ તેમના પરિવારે અત્યારે આ સમાચારની જાણકારી આપી હતી.

જોસેફિનનો જન્મ: જોસેફિનના અવસાનની જાણકારી તેમના ભાઈ-બહેન ક્રિસ્ટોફર, ગેરાલ્ડિન, મલાઈકા, જેન, એનેટ, વિક્ટોરિયા અને યૂજીને આપી છે. જોસેફિન 3 બાળકોની માતા હતી. જોસેફિન ચેપ્લિનનો જન્મ તારીખ 28 માર્ચ 1949માં કેલિફોર્નિયાના સાંતા મોનિકામાં થયો હતો. જોસેફિન પોતાના પિતા ચાર્લી ચેપ્લિનની 3 નંબરની પુત્રી હતી. લગભગ 3 વર્ષની વયે વર્ષ 1952માં જોસેફિનના પિતા ચાર્લીનની ફિલ્મ લાઈમલાઈટથી તેમના કેરિયરની શરુઆત કરી દીધી હતી.

જોસેફિનની કારકિર્દી: વર્ષ 1972માં જોસેફિને 'ધ કૈંટરબરી ટેલ્સ'માં કામ કર્યું હતું. આ ફિલ્મ પિયર પાઓલો પાસોલિનીએ બનાવી હતી. ત્યાર બાદ તેમણે રિચર્ડ બાલ્ડુચીના નિર્દેશનમાં બનેલી ફિલ્મ 'લો'ડેર ડેસ ફ્યુવ્સ' માં જોવા મળી હતી. વર્ષ 1988માં જોસેફિને TV મિની સિરીઝ 'હેમિંગ્વે'માં શાનદાર અભિનય કર્યો હતો. વર્ષ 1972માં તેમણે સોવિયેત સંઘમાંથી ભાગી રહેલા લોકોના જુથ પર બનાવવામાં આવેલા 'એસ્કેપ ટૂ ધ સન' નાટકમાં ભૂમિકા ભજવી હતી. આ નાટકની રચના મેનાહેમ ગોલને કરી હતી અને આ નાટકમાં લોરેન્સ હાર્વએ પણ મહત્ત્વની ભૂમિકા નિભાવી હતી.

  1. The Manipur Files: મર્દ હોય તો 'ધ મણિપુર ફાઈલ્સ' બનાવો, ફેન્સના આક્રોશ સામે વિવેકનો જવાબ
  2. The Manipur Files: મર્દ હોય તો 'ધ મણિપુર ફાઈલ્સ' બનાવો, ફેન્સના આક્રોશ સામે વિવેકનો જવાબ
  3. Oppenheimer Vs Barbie: ઓપેનહેમર અને બાર્બીની બોક્સ ઓફિસ પર ટક્કર, જોરદાર કમાણી કરી

Last Updated : Jul 22, 2023, 3:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.